News Continuous Bureau | Mumbai
વાપી બલીઠા(Vapi Balitha) ખાતે ભૂતિયુ ફળિયામાં(Bhutiu Phalia) રહેતી 70 વર્ષીય વૃદ્ધાને 3 માસ બાદ મળવા ગયેલા દોહિત્રને(Dohitra) માત્ર હાડપિંજર(skeleton) મળ્યું હતું. નાનપણથી જ 62 ગુંઠા જંગલ જેવી જગ્યામાં એકલી રહેતી આ વૃદ્ધા મોતને ભેંટતા ટાઉન પોલીસે(Town Police) સ્થળ નિરીક્ષણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
વાપી બલીઠા ખાતે નીમ્બુસ કંપનીની(Nimbus Company) પાછળ આવેલ ભૂતિયુ ફળિયામાં રહેતા 70 વર્ષીય રેખાબેન ગોપાળભાઇ નાયકા(Rekhaben Gopalbhai nayak) વર્ષોથી એકલા રહેતા હતા. રવિવારે સવારે તેમના દોહિત્ર જીતુભાઇ નાયકા (Jeetubhai Nayaka) રહે.ચલા ત્રણ માસ બાદ તેમને મળવા જતા ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં મળ્યા બાદ અંદર પ્રવેશતા નાની માની જગ્યાએ માત્ર હાડપિંજર મળ્યું હતું. જેથી તાત્કાલિક બનાવ અંગે ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. વાપી ટાઉન પોલીસના પીઆઇ બી. જે. સરવૈયા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એફએસએલની ટીમને જાણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઇ હતી.
જોકે આ હાડપિંજર વૃદ્ધાનું જ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપી નાયકવાડમાં રહેતા એક સંબંધીએ જણાવ્યું હતું કે, રેખાબેને લગ્ન કર્યા ન હતા અને નાનપણથી મા-બાપની જગ્યામાં તેઓ રહેતા હતા. છેલ્લે 15 જુલાઇએ તેઓ નાનીને મળ્યા હતા. તે દિવસે તેમણે નાની સાથે નાસ્તો પણ કર્યો હતો. જે બાદથી તેઓ નાનીને મળવા ગયા ન હતા.
રેખાબેન 70 વર્ષની ઉંમરે પણ પોતે જ ખાવાનું બનાવતી અને ઘરનું કામ કરતી હતી. સંબંધીઓ તેમને દર 6 મહિને કે વર્ષે રાશન ભરાવી આપતા હતા. નાનપણથી જ પ્યોર વેજીટેરિયન હોવાથી તે સંબંધીઓના ઘરે જતી કે જમતી પણ ન હતી. કોઈ માંદગીના કારણે મોત થવાનું મનાઈ રહ્યું છે. મૃતક રેખાબેને 2 સસલા અને મરઘા પાળી રાખ્યા હતા. જોકે ત્રણ માસ બાદ સંબંધીઓને હાડપિંજર મળ્યા બાદ ઘર તેમજ આજુબાજુના જંગલ વિસ્તારમાં તપાસ કરતા સસલા અને મરઘા મળ્યા ન હતા. જે વૃદ્ધાના મોત બાદ ત્યાંથી પોતે જ નીકળી ગયા હશે તેવું અનુમાન પરિજનો લગાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો