News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ( passengers ) માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ( Ahmedabad ) અને ગુવાહાટી ( Guwahati ) વચ્ચે 20 ઓક્ટોબર, 2023ના રોજ વન વે સ્પેશિયલ ટ્રેન ( One way special train ) વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09413 અમદાવાદ-ગુવાહાટી વન વે સ્પેશિયલ ( Ahmedabad-Guwahati One Way Special )
ટ્રેન નંબર 09413 અમદાવાદ-ગુવાહાટી સ્પેશિયલ 20 ઓક્ટોબર 2023 શુક્રવારના રોજ 18.30 કલાકે અમદાવાદથી ઉપડશે અને 23 ઓક્ટોબર 2023 સોમવારના રોજ 01.30 કલાકે ગુવાહાટી પહોંચશે.આ ટ્રેન માર્ગમાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ,ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા કેન્ટ, અકબરપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર., પટના, બખ્તિયારપુર, મોકામા, ન્યૂ બરૌની, ખાગડિયા, નવગછિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કોચબિહાર, ન્યૂ અલીપુરદ્વાર, ન્યૂ બંગાઈગાંવ અને રંગિયા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસના કોચ હશે.
આ સમાચાર પણ વાંચો : India vs Bangladesh : Hardik Pandya Injury: ભારતીય ટીમને લાગ્યો ઝટકો, મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો આ ઓલરાઉન્ડર ખેલાડી, છોડવું પડ્યું મેદાન..
ટ્રેન નંબર 09413 નું બુકિંગ તત્કાલ અસર થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે, ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.