Tag: Bhupendra Patel

  • Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

    Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

    News Continuous Bureau | Mumbai

    • નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાજનક માર્ગો મળશે- ઈઝ ઓફ લિવિંગ વધશે

    • મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં ૧૩૦૭ કરોડ રૂપિયા સાંકડા પૂલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા તથા જુના અને નબળા પૂલોના સ્થાને મેજર-માઈનોર પૂલોના પુનઃ બાંધકામ અને મરામત જેવા ૨૬૫ કામો માટે ફાળવ્યા છે

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Mission Olympic Cell :કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ એલએ 2028 ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરવા માટે 152મી એમઓસી બેઠકની અધ્યક્ષતા કરી

    એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા ૧૩૦૭ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.

    માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રીશ્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની ૭૭૮.૭૪ કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.

    આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ ૨૯૭ કામો માટે કુલ ૨૦૮૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

    મુખ્યમંત્રીશ્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • BIS: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

    BIS: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

    News Continuous Bureau | Mumbai

    • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઇફેક્ટ-ઝિરો ડીફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
    • સરકાર દ્વારા નાગરિકોને મળતી સેવા – સુવિધાઓમાં પણ ગુણવત્તા – સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરવાનું વર્ક કલ્ચર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં વિકસ્યું છે.
    •  મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001- 2015 સર્ટીફીકેસન ક્વોલિટી પબ્લિક સર્વિસ ડિલિવરી માટે મળેલું છે.
    •  રાજ્ય સરકારે પ્રોક્યોરમેન્ટ પોલીસી ૨૦૨૪માં BIS પ્રોડક્ટને ખરીદીમાં પ્રેફરન્સ આપવાની નેમ રાખી છે.
    • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે.

    BIS:  ભારતીય માનક બ્યુરો – બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Goat vs komodo dragon:  બકરીએ કોમોડો ડ્રેગનને શીખવ્યો પાઠ, આ રીતે શિકારીને હરાવ્યો,   લોકો જોતા રહી ગયા; જુઓ વિડીયો.. 

    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ની ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અર્પણ કરીને સન્માન પણ કર્યું હતું.

    BIS: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા તરફ ગતિ કરી રહ્યું છે. આ માટે આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટસ બધું જ વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરે તેવું સક્ષમ બનાવવામાં ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે.

    તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ક્વોલિટી અને સસ્ટેઈનેબલિટીને જે મહત્વ અપાયું છે તેના પરિણામે આજે ઇન્ડિયન પ્રોડક્ટસની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડની અગાઉ જે ઇમેજ હતી તેમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, એક વ્યક્તિથી દેશ, દેશના ઉત્પાદનો, સેવાઓની ગુણવત્તા બધામાં કેટલો મોટો ક્વોલિટેટીવ બદલાવ આવી શકે તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે .

    તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2016 માં જે નવા BIS અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશને વેગ મળ્યો છે.

    BIS: મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોની માંગ અને અપેક્ષા બેય વધ્યા છે અને ક્વોલિટી પ્રોડક્ટ સાથે ગુજરાતે પબ્લિક ડિલિવરી સિસ્ટમ પણ ગુણવત્તા યુક્ત અને ઝડપી બનાવી છે.

    Anil Ambani Share : અનિલ અંબાણીની આ કંપનીના યુનિટે ચૂકવી મોટી લોન, શેરમાં આવી તોફાની તેજી; રોકાણકારો થયા માલામાલ…

    ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં એવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે કે લોકોને સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓમાં પણ ગુણવત્તા અને માનક જળવાય છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૨૦૦૯માં ગુજરાત સી.એમ. ઓફિસે ISO 9001 ક્વોલિટી સર્ટીફીકેશન મેળવવાનું ગૌરવ મેળવેલું છે.

    BIS: મુખ્યમંત્રી કાર્યાલયે આ પરંપરાને હાલ પણ આગળ ધપાવતા ૨૦૨૪ થી ૨૦૨૬ ના સમયગાળા માટે ISO 9001-2015 સર્ટીફીકેશન ક્વોલિટી પબ્લિક ડિલિવરી સિસ્ટમ માટે મેળવ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

    તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા અને માનકને મહત્તા આપતાં પ્રોક્યોરમેન્ટ પોલિસી ૨૦૨૪માં પણ BIS સર્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટસ વસ્તુઓની ખરીદીને પ્રેફરન્સ આપવામાં આવે છે.

    ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં આ કોન્કલેવના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે BIS અને ગુજરાત સરકારે સાથે મળીને રાજ્યમાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વિવિધ પહેલો કરી છે તેની વિગતો આપી હતી.

    આ સમાચાર પણ વાંચો : Bijapur Blast: બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનમાં બ્લાસ્ટ કર્યો, આટલા જવાનો થયા શહીદ…

    BIS:  BIS દ્વારા સમગ્ર દેશમાં ૧૦ હજાર સ્ટાન્ડર્ડ ક્લબ્સ ઉભી કરવામાં આવી છે તેમાંથી ૧૨૦૦ ક્લબ ગુજરાતમાં કાર્યરત છે. આવી ક્લબનો ઉદેશ્ય માનક અને ગુણવત્તા વિશે વિદ્યર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.
    દેશમાં આપવામાં આવતા BIS લાયસન્સના ૧૨ ટકા ગુજરાતમાં અપાય છે તેની પણ વિગતો શ્રી સુમિત સેંગરે આપી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ભારતીય માનક બ્યુરો પોતાની ભૂમિકાનું નિર્વહન હિત ધારકો સાથે મળીને કરવા પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી સંદીપ એન્જિનિયરે આ ઉજવણીમાં GCCIને સહભાગી થવાની મળેલી તક માટે આભાર વ્યક્ત કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

    આ કોન્કલેવમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગકારો ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું

    News Continuous Bureau | Mumbai

    • એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે નિયુક્તિ થશે.
    • મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞા ચક્ષુ ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ તરીકે નિયુક્તિ મળશે.

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓ ની વિશેષ સિદ્ધિ ને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

    રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

    તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  : Rushikesh Patel: કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

    આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુશ્રી હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે.

    મુખ્યમંત્રીશ્રીએ પ્રજ્ઞા ચક્ષુ યુવાન શ્રી દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.

    આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ સુશ્રી. હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.
    મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકાર માં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમ ને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦ નો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાશે

    Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦ નો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાશે

    • વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે

    • ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે

    • દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ

    News Continuous Bureau | Mumbai

    Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦નો ઉદ્દઘાટન સમારંભ આવતી કાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

    રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે. વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેવા જઇ રહ્યા છે.

    Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

    તેવી જ રીતે ખેલ મહાકુંભ ૨.૦ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ૩ જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

    તે ઉપરાંત ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

    Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ ૭૧,૩૦,૮૩૪ રજિસ્ટ્રેશન થયા છે. અંડર-૯ કેટેગરીથી માંડીને અબોવ-૬૦ કેટેગરી સુધી મળીને વિવિધ ૭ વયજુથના ખેલાડીઓ વિવિધ ૩૯ રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ. ૫ લાખથી માંડીને રૂ.૧૦ હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪૫ કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.

    દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોના ઇ-ઑક્શન માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યાના 3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં ₹36.97 લાખથી વધુ રકમ જમા થઈ

    Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોના ઇ-ઑક્શન માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યાના 3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં ₹36.97 લાખથી વધુ રકમ જમા થઈ

    Bhupendra Patel: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ રાજ્યની દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વર્ષ દરમિયાન મળતી અને તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોની હરાજી કરીને, તેના વેચાણમાંથી મળતી આવકને કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાની પરંપરા શરૂ કરી હતી. 
    મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે એ જ પરંપરાને ટેક્નોલોજી સાથે જોડી છે.
     મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે  તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ગત વર્ષે 2 ઓક્ટોબર, 2024ના રોજ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું  છે.
    આ પોર્ટલ પર ઑક્શનના માધ્યમથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવામાં આવે છે, જે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 
    નોંધનીય બાબત એ છે કે, આ પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી લઇને ડિસેમ્બર મહિના સુધીના  ફક્ત 3 મહિનાના સમયગાળામાં 400થી પણ વધુ વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 181 વસ્તુઓના વેચાણ થકી ₹36.97 લાખથી વધુની રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવી છે.
    Bhupendra Patel: ઇ-પોર્ટલના માધ્યમથી દેશની કોઈપણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકે છે
    મુખ્યમંત્રીશ્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમિયાન મળતી ભેટ-સોગાદોનું પારદર્શક રીતે વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરંપરાને વધુ વ્યાપક બનાવવા માટે ગત વર્ષે રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું હતું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઇ-ઑક્શનથી ઓનલાઈન ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે-તે જિલ્લામાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું. 
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં  નાણાં વિભાગે તેને ડિજિટલ સ્વરૂપ આપતાં ઠરાવમાં જરૂરી સુધારા કર્યા  હતા.
    Bhupendra Patel: ઇ-ઑક્શનથી ભેટ-સોગાદ ખરીદવાની પ્રક્રિયા શું હોય છે?
    ઇ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની હોય છે અને ત્યારબાદ બિડ સબમિટ કરવાની હોય છે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારને ડિજિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં પેમેન્ટ કરવાનું હોય છે. ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી) મારફતે સંબંધિત વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવે છે.
    N-Code GNFC દ્વારા તૈયાર કરાયેલ આ પોર્ટલમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી)એ NIFTની મદદથી ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સહિત વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ તથા તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપ્યું છે.
    Bhupendra Patel: ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં ₹36 લાખ 97 હજારથી વધુ કન્યા કેળવણી નિધિમાં જમા થયા
    તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર ₹74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી ₹36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.
    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
  • Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન

    News Continuous Bureau | Mumbai

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA (અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન) ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સપોનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એકસાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે.

      આ સમાચાર પણ વાંચો  :PM Modi: પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

    Bhupendra Patel: આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો, ACMA નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ ક્રિયા- પ્રતિક્રિયાઓ માટે સ્પીડ વેન્ડિંગ સેશન્સ, ACMA સ્ટાર્ટઅપ સમિટ, CIO કોંકલેવ સાઇબર ગેમિંગ ચેમ્પિયનશિપ, સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે. સાથે જ અવેરનેસ ડ્રાઈવ, ACMA નેટવર્કિંગ ડિનર અને ઈ – વેસ્ટ કલેક્શન ડ્રાઇવનો હેતુ ટેકનોલોજી ઇકો સિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી કરવાનો અને બિઝનેસ નેટવર્કિંગ તેમજ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.

    આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, ACMAના પ્રેસિડેન્ટ શ્રી ગૌરાંગ શેઠ, GTUનાં વાઈસ ચાન્સેલર શ્રીમતી રાજુલ ગજ્જર, ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના ડાયરેક્ટર શ્રી સુધીર પટેલ, ACMAના સેક્રેટરી શ્રી પુરવ શાહ તેમજ અન્ય સભ્યો અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા ટેક પ્રદર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Bhupendra Patel: નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

    Bhupendra Patel: નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

    News Continuous Bureau | Mumbai
    Bhupendra Patel:  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે.

    નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે.

    આ સમાચાર પણ વાંચો  :PM Modi: પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

    તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Municipalities:  ‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર

    Gujarat Municipalities: ‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર

    • રાજ્યમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી
    • હવે હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં બમણી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશેઃ રાજ્યમાં ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૪૯ નગરપાલિકાઓ
    • નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
    • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે.

    News Continuous Bureau | Mumbai

    Gujarat Municipalities: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જે કહેવું તે કરવું’ના અપનાવેલા કાર્યમંત્રને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ ૯ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.

    રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે.

    Gujarat Municipalities:  ‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે.

    આ સમાચાર પણ વાંચો Gujarat Police: ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૪૦ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી

    ત્યારબાદ લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે ૧૭ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીશ્રીએ કર્યો હતો.

    નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

    આ સંદર્ભમાં આ ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે.

    Gujarat Municipalities:  રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.

    ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.

    આ સમાચાર પણ વાંચો :  Republic Day: પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

    મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
    વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.

    આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.

    મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

    Gujarat Municipalities:  સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.

    પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.

    આ સમાચાર પણ વાંચો : Fertilizer Subsidy : વર્ષ 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારની ખેડૂતોને ભેટ, આ મહત્વના પ્રસ્તાવોને આપી મંજૂરી… 

    નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.

    Gujarat Municipalities:  પ્રવક્તા મંત્રીશ્રીએ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, નગરપાલિકા/ગ્રામપંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે.

    આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.

    મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાંકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે અને આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં અનેકગણો વધારો થાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની નેમ છે.

    Gujarat Municipalities: પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહાનગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે.

    મહાનગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારોમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે.

    એટલું જ નહિ, સમયાંતરે નવી મહાનગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને રાજ્ય સરકારની “સૌનો સાથ, સૌનો વિકાસ”ની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Gunotsav 2.0: રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૩૫ હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું

    Gujarat Gunotsav 2.0: રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૩૫ હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું

    •  ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ગુણોત્સવ ૨.૦નો રાજ્યવ્યાપી પ્રારંભ
    • આ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશે

    News Continuous Bureau | Mumbai

    Gujarat Gunotsav 2.0: વિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે.

    વર્ષ ૨૦૦૯થી ચાલતા ગુણોત્સવમાં શિક્ષણમાં બદલાતા પ્રવાહોનો સમાવેશ કરી વર્ષ ૨૦૧૯થી ગુણોત્સવ ૨.૦ એટલે કે સ્કૂલ એક્રેડિટેશનનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન સરેરાશ ૩૫ હજારથી વધુ શાળાઓમાં એક્રેડિટેશન કરવામાં આવ્યું છે. જેના થકી શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

    Gujarat Gunotsav 2.0: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ માટે નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજાશે. જેમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ આશ્રમશાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ ૨.૦ માટે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શિકા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં કુલ ચાર ક્ષેત્રમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ઘરાશે.

    આ સમાચાર પણ વાંચો :  CBI: સીબીઆઈ કોર્ટે બનાવટી વીમા દાવા સંબંધિત કેસમાં પાંચ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ અને કુલ રૂ. 23.5 લાખના દંડની સજા ફટકારી  

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્કૂલ એક્રેડિટેશનના ત્રીજા સોપાનમાં સુઘારો કરવામાં આવ્યો છે. જેમાં હાજરી, સામયિક કસોટી, સત્રાંત કસોટી, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CET), મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) જેવી નવી બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે, ચોથા સોપાનમાં રાજ્યમાં સ્કૂલ એક્રેડિટેશન થયેલ શાળાઓ પૈકીની મહત્તમ 33 ટકા સુધીની શાળાઓનું વેરિફાયર્સ (સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ) દ્વારા ક્રોસ વેરિફિકેશન બાદ શાળાઓના રિપોર્ટ કાર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે.

    Gujarat Gunotsav 2.0: આ ઉપરાંત જિલ્લાના આચાર્યો, મુખ્ય શિક્ષકો તેમજ સી.આર.સી કોઓર્ડીનેટરને સ્કૂલ અક્રેડીટેશન ફ્રેમ વર્ક સંબંધે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા શુભાશયથી DIKSHA Portal પર ઓનલાઇન કોર્સિસ પણ મુકવામાં આવ્યા છે, જે રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને ઝડપી માર્ગદર્શન આપવામાં મદદરૂપ સાબિત થશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Bhupendra Patel: નગરો – મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

    Bhupendra Patel: નગરો – મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

    News Continuous Bureau | Mumbai

    • મહાનગરો – શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પણ શહેરી જન સુવિધા સુખાકારી માટે નાણાં ફાળવણીથી ઈઝ ઓફ લિવિંગ વધારવાનો ધ્યેય

    * ૧૭ નગરપાલિકાઓ રાધનપુર, ઊંઝા, કડી, નડીયાદ, માણસા, ધાનેરા, દહેગામ, ભરૂચ, પાલનપુર, ડભોઈ, મુન્દ્રા-બારોઈ, ચોટીલા, થરા, વિરમગામ, દ્વારકા, આણંદ અને વાઘોડિયા
    * ૭ મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર
    * ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરને મળશે લાભ

    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે

    * મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૧૪૧.૩૭ કરોડ
    * આંતર માળખાકીય સુવિધાના વિકાસ કામો માટે રૂ. ૫૦૦.૪૩ કરોડ
    * ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂ. ૩૬.૩૮ કરોડ
    * આઉટ ગ્રોથ એરિયાના વિકાસ કામો માટે રૂ. ૧૪૮.૧૧ કરોડ

    Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. ૧૦૦૦.૮૬ કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલોપમેન્ટને પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગને કારણે વધી રહેલા શહેરીકરણ અને શહેરોમાં ઉત્તરોત્તર વધતી જન સંખ્યાની સુવિધા સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો  :Sarangpur Bridge: કાલુપુર રિડેવલપમેન્ટ માટે આ તારીખથી દોઢ વર્ષ માટે રહેશે બંધ સારંગપુર બ્રિજ, જાણો વૈકલ્પિક રૂટ…

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ યોજનાની સફળતાને પગલે ૨૦૨૬-૨૭ સુધી તેને ચાલુ રાખી છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ ૧૦૦૦.૮૬ કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧.૩૭ કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ તેમજ ૩ મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. ૨૫ કરોડ, જામનગરને રૂ. ૪૭.૫૩ કરોડ તથા ભાવનગરને રૂ. ૫૪.૮૮ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં ૭૦:૨૦:૧૦ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે.

    આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૧.૬૦ કરોડ ઉપરાંત ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓ ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા માટે કુલ ૩૪.૭૮ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો  :CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને ૧૪૮.૧૧ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

    નગરો-મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટીઝ – આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રોડ રસ્તા, ગાર્ડન, સ્કૂલ-કોલેજ બિલ્ડીંગ્સ, સ્લમ વિસ્તારના કામો, ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થાના કામો, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સહિતના કામો હાથ ધરવામાં આવે છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ અન્વયે સમગ્રતયા ૬૧૧.૩૯ કરોડના વિવિધ કામો મંજૂર કર્યા છે. આ કામોમાં અમદાવાદ મહાનગરપાલિકાને ૩૬.૨૭ કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ૧૮.૨૭ કરોડ અને ઊંઝા નગર પાલિકાને ૪.૭૦ કરોડ મંજુર થયા છે.

    વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૫૧.૭૨ કરોડ તથા જામનગર, ભાવનગર મહાનગરપાલિકાને અનુક્રમે રૂ. ૨૪૫.૪૮ કરોડ અને ૨૪૬.૬૦ કરોડ તથા જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રૂ. ૮.૩૫ કરોડ મંજુર થયા છે તથા રાધનપુરમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.૪૧.૩૪ કરોડને અનુમતિ આપી છે.
    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો મહાનગરોની આગવી ઓળખના કામોમાં હેરિટેજ એન્ડ ટુરીઝમ, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ, વોટર બોડી એન્ડ સ્કેપિંગ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક જેવા કામો માટે નાણા ફાળવણી કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  :Ration Card Rules: જલ્દી કરો, આજે અંતિમ દિવસ, આવતીકાલથી બદલાઈ જશે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ …

    તદઅનુસાર થરા નગરપાલિકાને ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક માટે ૪ કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજુર કર્યા છે.

    આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૧,૯૭૭ કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.

    આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના ૬૭,૩૬૦ કામો મંજૂર કરીને રૂ. ૩૨,૬૪૭ કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે .

    મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ ૬૪૬૨ કામો માટે રૂ. ૩૧૧૦.૩૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના ૧૨૧૪ કામો માટે રૂ. ૧૮૮૭.૫૬ કરોડ ચૂકવવામાં આવેલા છે.

    એટલું જ નહીં, આગવી ઓળખના ૨૦૧ કામો માટે રૂ. ૧૫૯૧.૧૧ કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે. નગરો, મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના ૪૩,૮૦૪ કામોને મંજૂરી આપીને રૂ. ૨૪૩૧.૫૧ કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.