• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - case registered
Tag:

case registered

મનોરંજન

Sunil Pal kidnapping: કોમેડિયન સુનીલ પાલે નોંધાવી અપહરણની ફરિયાદ, અપહરણકારોએ આઠ લાખ રૂપિયા વસૂલ્યા; મુંબઈ પોલીસ તપાસમાં લાગી

by kalpana Verat December 7, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Sunil Pal kidnapping: જાણીતા કોમેડિયન સુનીલ પાલની ફરિયાદ પર મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો કેસ નોંધ્યો છે. સુનીલ પાલની ફરિયાદ પર મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે આ કેસને ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સ્થિત લાલકુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ 138, 140(2), 308(2), 308(5) હેઠળ પાંચ-છ અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.

Sunil Pal kidnapping: સુનીલ પાલે ફરિયાદમાં આ દાવો કર્યો 

સુનીલ પાલની ફરિયાદ અનુસાર, આ ઘટના 2 ડિસેમ્બરની સાંજે 6.30 વાગ્યાથી 3 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાની વચ્ચે બની હતી. કોમેડિયને પોતાની ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે જ્યારે તે કોમેડી શો માટે મેરઠ પહોંચ્યો હતો ત્યારે પાંચ-છ લોકોએ તેનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

મહત્વનું છે કે સુનીલ પાલની પત્ની સરિતાએ મંગળવારે (3 ડિસેમ્બર) મુંબઈ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ થોડા કલાકો પછી તેઓએ જાહેરાત કરી હતી કે તે સુરક્ષિત છે અને ઘરે પહોંચી ગયો છે. સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે તે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યો છે.

Sunil Pal kidnapping:અપહરણ દિલ્હીમાં મેરઠની સરહદ પર થયું 

સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં પાલે કહ્યું હતું કે 2 ડિસેમ્બરે મારું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હું સુરક્ષિત રીતે ઘરે પાછો આવી ગયો છું. મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, હું વધુ વિગતો શેર કરીશ. તેમણે કહ્યું કે અપહરણ દિલ્હીમાં મેરઠની સરહદ પર થયું હતું. તેણે તેના ચાહકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી.

આ સમાચાર પણ વાંચો: Sunil Pal: ગાયબ થયા બાદ ઘરે પરત ફર્યો સુનિલ પાલ, કોમેડિયન એ પોલીસ ને જણાવી હકીકત

જો આપણે સુનીલ પાલની કારકિર્દી પર નજર કરીએ, તો તે વર્ષ 2005માં ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લઈને અને જીત્યા બાદ પ્રખ્યાત થયો હતો. આ પછી, પાલે ‘ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ જેવા શો હોસ્ટ કર્યા અને ‘કોમેડી ચેમ્પિયન્સ’, ‘કોમેડી સર્કસ કે સુપરસ્ટાર્સ’નો પણ ભાગ હતો. પાલે ‘બોમ્બે ટુ ગોવા’, ‘ભાવનાઓ કો સમજો’, ‘મની બેક ગેરંટી’, ‘કિક’, ‘ક્રેઝી 4’, ‘ફિર હેરા ફેરી’, ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

 

December 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan death threat Salman Khan receives fresh death threat from Lawrence Bishnoi gang, case registered
મનોરંજનMain PostTop Post

Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

by kalpana Verat November 8, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Salman Khan death threat : બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ક્રમમાં ફરી એકવાર આજે એટલે કે શુક્રવારે સવારે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ પોલીસના નંબર પર આવી છે. આ પછી, વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી. છેલ્લા એક મહિનામાં સલમાનને મારવાનો આ ચોથો કોલ છે.  જણાવી દઈએ કે, 20 કલાક પહેલા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હતો.

Salman Khan death threat : પોલીસે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીને પકડી લીધો 

આ પહેલા રાજસ્થાનનો એક વ્યક્તિ બુધવારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં પકડાયો હતો અને તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો હતો.  તે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે. હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ) પાસેથી મળેલી માહિતીના આધારે, હાવેરી શહેરમાંથી એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો અને તેને તેમને સોંપવામાં આવ્યો હતો. 6 મહિના પહેલા હાવેરી આવ્યા પહેલા કર્ણાટકના વિવિધ સ્થળોએ રહેતો હતો.

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan death threat: સલમાન બાદ કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા અધધ આટલા લાખ રૂપિયા; મુંબઈ પોલીસ થઇ દોડતી..

Salman Khan death threat : આરોપી લોરેન્સ બિશ્નોઈનો ચાહક 

અહેવાલો અનુસાર આરોપી એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. તે એક દૈનિક વેતન મજૂર છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનો દાવો કરે છે. આ તેનું નિવેદન છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેની સંપૂર્ણ પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.  

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Allu arjun against case registered file due to traffic problem caused by crowd of fans
મનોરંજન

Allu arjun: લોકસભા ચૂંટણી ની વચ્ચે પોતાના મિત્ર ને મળવા જવું અલ્લુ અર્જુન ને પડ્યું ભારે, આ મામલે અભિનેતા વિરુદ્ધ પોલીસે નોંધ્યો કેસ

by Zalak Parikh May 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન સાઉથ નો લોકપ્રિય અભિનેતા છે. અલ્લુ અર્જુન ની ફેનફોલોઇંગ જબરજસ્ત છે. અભિનેતા ની એક ઝલક મેળવવા ચાહકો આતુર હોય છે. હવે અલ્લુ અર્જુન તેના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના ઘર નંદીયાલ પહોંચ્યો હતો. જેવી ચાહકો ને ખબર પડી કે અભિનેતા નંદીયાલ માં છે તો તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Anupama Gaurav sharma: શું અનુપમા માં તોશુ બની ને આવી રહ્યો છે આ અભિનેતા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કરી ચુક્યો છે કામ

અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાયો કેસ 

અલ્લુ અર્જુનને જોવા રવિચંદ્ર ના ઘરે મોટી સંખ્યામાં ચાહકો અને સમર્થકો આવ્યા હતા અને તેના કારણે કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર કિશોર રેડ્ડીની ટીમ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, તેથી અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર રેડ્ડી વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Actor Allu Arjun and YSRCP MLA Ravi Chandra Kishore Reddy are accused of allowing a large public gathering at the MLA’s residence, violating the Model Code of Conduct ahead of the Andhra Pradesh elections.

MLA Reddy allegedly invited Allu Arjun without prior permission from… pic.twitter.com/6z6RYRwMCz

— IndiaToday (@IndiaToday) May 12, 2024


મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન અલ્લુ અર્જુન ની પત્ની સ્નેહા પણ તેની સાથે હાજર હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ukrainian singer uma shanti insulted tricolor indian flag in pune during concert case registered
મનોરંજન

Ukranian Singer : પૂણેમાં યુક્રેનિયન ગાયિકા ઉમા શાંતિ વિરુદ્ધ નોંધાયો કેસ, ત્રિરંગા સાથે જોડાયેલો છે મામલો

by Akash Rajbhar August 16, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ukranian Singer : યુક્રેનની સિંગર ઉમા શાંતિ(uma shanti) પર ત્રિરંગાનું અપમાન(insulted tricolor) કરવાનો આરોપ લાગ્યો છે. પૂણેમાં(pune) તેનો કોન્સર્ટ હતો. આ લાઈવ પ્રોગ્રામમાં તેના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ છે. પુણે પોલીસે ઉમા શાંતિ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી(Case registered) છે. મંગળવારે એક પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે પુણેના મુંડવા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ-બારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રધ્વજનું કથિત રીતે અનાદર કરવામાં આવ્યું હતું.

યુક્રેન ની સિંગરે કર્યું ત્રિરંગા નું અપમાન

ઉમા શાંતિનું ‘શાંતિ પીપલ’ નામનું બેન્ડ છે. બેન્ડ વૈદિક મંત્રોચ્ચાર સાથે EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) રજૂ કરે છે. ઉમા શાંતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બંને હાથ વડે સ્ટેજ પર બે ધ્વજ લહેરાવે છે. તેની સામે લોકોની ભારે ભીડ છે. આ પછી તે સામેના લોકો તરફ ધ્વજ ફેંકે છે. વાસ્તવમાં આ ઘટના સ્વતંત્રતા દિવસની નથી પરંતુ રવિવારની રાતની છે. જે કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. બાદમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, કથિત અપરાધનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા બાદ બેન્ડ શાંતિ પીપલની મુખ્ય ગાયિકા ઉમા વિરુદ્ધ મુંધવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

Pune : Controversy Erupts As Singer Disrespects National Flag During Performance During A Pre-Independence Day Celebrations In A Musical Concert . Pune Police Files Case Against Singer and Organiser. #Singer #NationalFlag #UmaShanti #Pune #ViralVideo https://t.co/hRd1BtXqLC pic.twitter.com/AcPEcLsXSF

— Pune Pulse (@pulse_pune) August 15, 2023

યુક્રેન ની સિંગર વિરુદ્ધ નોંધાયો કેસ

એક ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, ‘ગાયિકા શાંતિ કોન્સર્ટમાં તિરંગો લહેરાવતી હતી અને અચાનક તેણે દર્શકો તરફ તિરંગો ફેંક્યો. તેમના સિવાય કાર્યક્રમના આયોજક કાર્તિક મોરે વિરુદ્ધ ત્રિરંગાના અપમાનનો કેસ નોંધવામાં આવ્યો છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ગાયક અને કાર્યક્રમના આયોજકને નોટિસ જારી કરવામાં આવી છે અને તેઓને આ મામલાની તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Kashmiri Saffron : કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસર વિશે આ રસપ્રદ વાતો….

August 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shiv Sena MLA and daughter apologized to Sonu Nigam, told what actually happened after the performance that night
મનોરંજન

મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ગાયક સોનુ નિગમ સાથે થઇ ધક્કા મુક્કી, ઉદ્ધવ જૂથના ધારાસભ્યના પુત્ર સામે કેસ દાખલ

by Zalak Parikh February 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

સોનુ નિગમ સાથે મારપીટનો મામલો સામે આવી રહ્યો છે. લાઈવ શો દરમિયાન કેટલાક લોકોએ ગાયક સાથે મારપીટ કરી હતી. જેમાં તેના ગુરુ ના પુત્ર રબ્બાની ખાનને ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને બાદમાં ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, સોનુ નિગમે પણ ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આ મામલાની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને ધક્કા મુક્કી કરનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

 

જાણો શું છે સમગ્ર મામલો 

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગાર ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો. આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક કરી અને પછી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેણે પહેલા ગાયકના બોડીગાર્ડને ધક્કો માર્યો અને પછી સોનુને પણ ધક્કો માર્યો. જોકે, આ ઝપાઝપીમાં સોનુ નિગમ ના ગુરુ નો પુત્ર રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી.મીડિયા એ આ મામલે  સોનુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતે આ ઘટનાથી આઘાતમાં છે, તેથી તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

સોનુ નિગમે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોડી રાત્રે સોનુ નિગમ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.થોડા સમય પછી ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા.સોનુ નિગમની ફરિયાદના આધારે પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.આ મામલામાં ચેમ્બુર પોલીસે IPCની કલમ 341, 323, 337 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Sonu Nigam Tv9 Bharatvarsh

વિડીયો થયો વાયરલ 

જોકે, સોનુ સાથેની આ ઘટના નો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકોએ સોનુ નિગમ પર સીડીઓ ઉતરતી વખતે હુમલો કર્યો હતો. બોડીગાર્ડ ના બચાવ ના કારણે સોનુ નિગમ તો બચી જાય છે,પરંતુ તેની ટીમના સભ્યો ઘાયલ થાય છે. આ પછી બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Shocking😡
Padma Shri Singer #SonuNigam was attacked by the son of Shiv Sena MLA Prakash Phaterpekar. got some serious injuries & taken to Zen Hospital Chembur. Is this what a Padma Shri & a legend deserves?
Demanding stringent action @Dev_Fadnavis @MumbaiPolice @mieknathshinde pic.twitter.com/4HnEMdTa9p

— Akassh Ashok Gupta (@peepoye_) February 20, 2023

February 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફિલ્મ આદિપુરુષ રિલીઝ પહેલા જ મુકાઈ મુશ્કેલીમાં-ફિલ્મના ડિરેક્ટર સહિત આ કલાકારો સામે નોંધાયો કેસ-જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh October 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'ની (aadipurush)જાહેરાત થઈ ત્યારથી જ ચર્ચામાં છે. પરંતુ જ્યારે આ ફિલ્મનું ટીઝર સામે આવ્યું ત્યારે તેને લઈને વિવાદ(controversy) શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં, લોકો ફિલ્મમાં કલાકારોના લુક સાથે સહમત નથી અને તેનો બહિષ્કાર (boycott)કરવાની માંગ કરી રહ્યા છે. હવે ફિલ્મ 'આદિપુરુષ'ના કલાકારો સામે કેસ નોંધાવા લાગ્યા છે. ફિલ્મના કલાકારો સૈફ અલી ખાન, પ્રભાસ અને કૃતિ સેનન સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મના કલાકારોની સાથે ડિરેક્ટર ઓમ રાઉત અને લેખક મનોજ મુન્તાશીર વિરુદ્ધ પણ કેસ(case registered) નોંધવામાં આવ્યો છે.

ફિલ્મ 'આદિપુરુષ'નો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ ફિલ્મોના લોકો દ્વારા પૂતળા પણ બાળવામાં આવ્યા છે. આ સાથે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે. બિહારના (Bihar)મુઝફ્ફરપુર (Muzaffarpur)જિલ્લામાં ગ્રાહક આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મના નિર્દેશક, લેખક અને કલાકારો તેમજ પ્રોડક્શન કંપની સામે કેસ(case) નોંધવામાં આવ્યો છે. આ મામલાની સુનાવણી 13 ઓક્ટોબરે થશે. ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને દિલ્હી, અયોધ્યા અને વારાણસી સહિત અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શેરશાહ કપલ જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં -જાણો કયા દિવસે અને ક્યાં વાગશે શહનાઈ

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર(Aadipurush teaser) જોયા બાદ લોકોએ સૈફ અલી ખાનના લુકને(Saif ali khan look) લઈને નારાજગી વ્યક્ત કરી છે. આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળી રહેલ સૈફ અલી ખાન કટ વાળ સાથે મૂછ અને દાઢીમાં જોવા મળ્યો હતો. લોકોએ સૈફ અલી ખાનના પાત્રની તુલના અલાઉદ્દીન ખિલજી(Alauddin Khilji) સાથે કરી હતી. જણાવી દઈએ કે ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ રાઘવના રોલમાં, સૈફ અલી ખાન રાવણના રોલમાં, કૃતિ સેનન જાનકીના રોલમાં અને સની સિંહ લક્ષ્મણના રોલમાં છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટી-સિરીઝ આ ફિલ્મનું નિર્માણ કરી રહી છે.

October 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર, POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh February 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022         

શુક્રવાર

ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની મુસીબતો વધવાની છે. એક મરાઠી ફિલ્મમાં સગીર બાળકો સાથે અશ્લીલ દ્રશ્યો બતાવવા બદલ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ  IPC કલમ 292, 34, POCSO કલમ 14 અને IT કલમ 67, 67B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.મહારાષ્ટ્ર પોલીસે આ અંગે સમાચાર એજન્સીને માહિતી આપી હતી. મહેશ માંજરેકરની ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા' ને લઈને વિવાદ ઉભો થયો છે.

મુંબઈની એક વિશેષ અદાલતે પોલીસને મહેશ માંજરેકર વિરુદ્ધ તેમની ફિલ્મમાં વાંધાજનક રીતે બાળકોના દ્રશ્યો શૂટ કરવા બદલ દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ફિલ્મ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલા તેના ટ્રેલરમાં અશ્લીલ સામગ્રી રજૂ કરવામાં આવી છે.મુંબઈ સ્થિત માહિમ પોલીસને સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મહેશ માંજરેકર માત્ર એક્ટર જ નથી પણ લેખક અને દિગ્દર્શક પણ છે, તેમણે ફિલ્મ 'વાસ્તવ'માં ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી મહેશ માંજરેકરે 'અસ્તિત્વ' અને 'કુરુક્ષેત્ર' જેવી ફિલ્મો બનાવી.

'ડિસ્કો કિંગ’ બપ્પી લહેરી ના મોતનું કારણ આવ્યું સામે, ગાયક ના પુત્ર એ જણાવી હકીકત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે માંજરેકરની મરાઠી ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા' નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. તે જ સમયે, તેની સામગ્રી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવેલા બાળકો અને મહિલાઓ સાથેના વાંધાજનક દ્રશ્યોને લઈને ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, એવું પણ સામે આવ્યું છે કે આ કેસ બે સંગઠનોની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો છે. આ સંગઠનો તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.નોંધનીય છે કે, મહેશ માંજરેકરની ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા'નું ટ્રેલર અને ટીઝર 14 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું, જેમાં અભિનેત્રી કશ્મીરા શાહ અને એક બાળકને આપત્તીજનક સ્થિતિમાં બતાવવામાં આવ્યા હતા.

February 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક