• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - drugs - Page 5
Tag:

drugs

મુંબઈ

એનસીબીની મોટી કાર્યવાહી, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3.98 કિલો હેરોઈન સાથે દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત છે અધધ આટલા કરોડ રૂપિયા

by Dr. Mayur Parikh April 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ  મોટી કાર્યવાહી કરી છે.

એનસીબીએ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ(International Airport) ખાતેથી દક્ષિણ આફ્રિકાના (South Africa) નાગરિકની ધરપકડ કરી છે અને તેના પાસે રહેલું 3.98 કિલો હેરોઈન(Drugs) જપ્ત કર્યું છે.

જપ્ત કરાયેલા હેરોઈનની(Herione) આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 24 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. 

NCB મુંબઈ ઝોનની ટીમે બાતમી આધારિત સૂચના પર મંગળવારે આ કાર્યવાહી કરી હતી. 

પકડાયેલો વ્યક્તિ જોહાનિસબર્ગથી(Johannesburg)  આવ્યો હતો અને તે લાલ રંગની ટ્રોલી બેગમાં હેરોઈન લાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2021માં પણ NCBએ દક્ષિણ આફ્રિકાથી આવેલી એક મહિલા પાસેથી 3.9 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : આ શું ચાલી રહ્યું છે? આર્યન ખાન વિરુદ્ધ તપાસ કરનાર અધિકારીઓ જ સસ્પેન્ડ. જાણો પકડદાવ..

April 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 હવે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું. ગોરેગામ અને સાંતાક્રુઝમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. જાણો વિગતે. 

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલ અને દિંડોશી પોલીસે ગોરેગામ અને સાંતાક્રુઝ વિસ્તારથી રૂ. ૧.૪૪ કરોડનું ડ્રગ્સ તેમજ ત્રણ જણની ધરપકડ કરી છે.

પોલીસે અગાઉ મળેલી માહિતીને આધારે છટકું ગોઠવ્યું હતું અને ત્યાં આવેલા બે શખસને શંકાને આધારે તાબામાં લીધા હતા. 

બંને શખ્સોની ઝડતી લેવાતાં રૂ. ૧.૩૦ કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું હતું, જેને પગલે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  

કમાલ કહેવાય આ દેશમાં કોરોનાનો પહેલો કેસ મળતાની સાથે જ, આખા દેશમાં લોકડાઉન. જાણો વિગતે 

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના આ ગુજરાતી બહુમતી ધરાવતા એવા આ વિસ્તાર માં ૩૫ લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો

by Dr. Mayur Parikh March 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એન્ટિ નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ નાલાસોપારા પૂર્વમાં રૂ. ૩૫ લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયનને ઝડપી પાડ્યો છે.

એન્ટિ નાર્કોટિક્સ સેલને મળેલી જાણકારીના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ વેંચવા આવેલા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે દહિસર ચેકનાકા પાસેથી કરોડોનું ડ્રગ્સ પકડાયુ હતું.

આ સમાચાર પણ વાંચો : આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું

March 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આ મુંબઈનું પ્રવેશદ્વાર છે કે પછી ડ્રગ્સનો એન્ટ્રી પોઇંટ? દહિસરમાં આટલા કરોડનું હેરોઈન પકડાયું. 

by Dr. Mayur Parikh March 14, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દહિસર ચેકનાકા પાસે મુંબઈ પોલીસે 6 કીલોથી વધુ ચરસ પકડી પાડ્યું છે.

પકડાયેલા ચરસની કિંમત આશરે 2 કરોડ રુપીયા જેટલી થાય છે. મળતી માહિતી પ્રમાણે આ ચરસ નેપાળથી લાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત મહિને મુંબઈ શહેરમાંથી અલગ-અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયાના કુલ 97 કેસ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 250 થી ઉપર. શું ભારતમાં પણ ભાવ ગમે ત્યારે વધશે?

March 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી, આ વિસ્તારમાંથી આટલા લાખની કિંમતના કોકેઈન સાથે વિદેશી નાગરિકની કરી ધરપકડ.

by Dr. Mayur Parikh February 24, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,         

ગુરુવાર,

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરી છે.

એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મુંબઈના મલાડ વિસ્તારમાંથી 192 ગ્રામ કોકેઈન સાથે નાઈજિરિયનની ધરપકડ કરી છે

ઝડપાયેલા કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 57 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

વિદેશી નાગરિક મુંબઈ અને તેના ઉપનગરોમાં સ્થાનિક દાણચોરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

એએનસીના કાંદિવલી યુનિટનો સ્ટાફને મલાડ પૂર્વમાં રાણીસતી માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન નાઇજીરિયનની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને તાબામાં લીધો હતો. તેની તલાશી લેવાતાં 57 લાખનું કોકેઇન મળી આવ્યું.

ઉનાળો આવી રહ્યો છે! મુંબઇ સહિત અન્ય સ્થળો પર ગરમીનું ધીમા પગલે આગમન, અહીં તાપમાનનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો

February 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સ પકડવાની ઘટનાઓમાં જંગી વધારો, નશીલી દવાઓની જપ્તીમાં આટલા ટકા સુધીનો આવ્યો ઉછાળો; જાણો વિગતે 

by Dr. Mayur Parikh February 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

ગુરુવાર, 

ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સ પકડવાની ઘટનાઓમાં ભયાનક રીતે વધારો થયો છે. વિદેશથી વિવિધ માર્ગો દ્વારા આ નશીલી દવાઓ ભારતમાં ઘૂસાડવામાં આવે છે, પરંતુ ભારતીય એજન્સીઓની સતર્કતાને કારણે આ નશીલી દવાઓ પકડવામાં સફળતા મળે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશમાંથી પકડાયેલા ડ્રગ્સના પ્રમાણમાં મોટો ઉછાળો નોંધાયો છે.

NCBના ડિરેક્ટર જનરલ એસ એન પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે, ડ્રગની હેરફેર માટે ડાર્કનેટ અને મેરિટાઇમ રૂટ પસંદગીના માધ્યમ બન્યા છે. ૨૦૧૭માં ૨,૫૫૧ અને ૨૦૨૧માં ૪,૩૮૬ કિલો અફીણ જપ્ત કર્યું હતું, જે ૧૭૨%નો વધારો દર્શાવે છે. એવી જ રીતે, ૨૦૧૭માં ૩,૫૭,૫૩૯ કિલો અને ૨૦૨૧માં ૬,૭૫,૬૩૧ કિલો ગાંજાે જપ્ત કરાયો હતો, જે ૧૯૧%નો વધારો દર્શાવે છે. 

ડ્રગ ટ્રાફિકિંગનો સામનો કરવાના હેતુથી શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં પ્રધાને કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી માટે ઈન્ટરનેટ પર ડાર્કનેટનો ઉપયોગ કરાય છે. ડાર્કનેટ ઈન્ટરનેટ પરનું એક છુપું માધ્યમ છે, જેનું એક્સેસ ફક્ત ચોક્કસ પ્રકારના સોફ્ટવેર થકી જ મેળવી શકાય છે. તેમાં અગાઉથી તૈયાર કરાયેલા નેટવર્કમાં છુપાઈને સંવાદ કરી શકાય છે. કાયદાનો અમલ કરાવતી એજન્સીઓથી બચવા માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકો તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે.

February 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ એરપોર્ટ પરથી આટલી કિંમતનું ડ્રગ્સ જપ્તઃ ઝિમ્બાબ્વેથી મહિલા પ્રવાસી આવી હતી; જાણો વિગત

by Dr. Mayur Parikh February 14, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022  

સોમવાર.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મહિલા પ્રવાસી પાસેથી 60 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર કાર્યવાહી કરનારા અધિકારીના કહેવા મુજબ ડ્રગ સ્મગલરો વિરુદ્ધ કાર્યવાહી હેઠળ આ એકશન લેવામા આવી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU) અધિકારીઓ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ઝિમ્બાબ્વેની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ઝિમ્બાબ્વેની હતી. તે શનિવારે એરપોર્ટ પર ઉતરી હતી, તેણે પોતાના સામાનમાં હેરોઈન અને એમડી છુપાવી હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 60 કરોડ રૂપિયા છે. તેની ટ્રોલી બેગ અને બે ફાઇલ ફોલ્ડર માં ડ્રગ્સ છુપાવ્યું હતું. મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભાયખલાના રાણીબાગમાં એક જ દિવસમાં આટલા પર્યટકો ઉમટી પડયાઃ પાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં લાખો જમા; જાણો વિગત

કસ્ટમ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાનું કામ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. આ ડ્રગ્સ મુંબઈ એરપોર્ટની બહાર પહેલેથી જ ઉભેલા વ્યક્તિને આપવાનું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ એરપોર્ટની બહાર ઊભેલી વ્યક્તિ ત્યાંથી નીકળી ગઈ હશે કારણ કે મહિલાને એરપોર્ટથી નીકળવામાં મોડું થયું હતું.

February 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ગજબ કહેવાય!! મહિલાના કપડામાં છુપાવવામાં આવેલો આટલા કિલો ડ્રગ્સનો જથ્થો જપ્તઃ NCBએ માર્યો છાપો જાણો વિગત

by Dr. Mayur Parikh January 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022

 શનિવાર.

મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 3.90 કિલો એફેડ્રિનનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત સ્ટોક વિદેશમાં મોકલવાનો હતો. એફેડ્રિનનો સ્ટોક મહિલાએ કપડામાં છુપાવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) લગભગ એક મહિના બાદ પ્રતિબંધિત ડ્રગ્સ સામે કાર્યવાહી કરી છે.

NCB ને મળેલી ટીપને આધારે આ છાપો મારવામાં આવ્યો હતો. NCB ના અધિકારીના કહેવા મુજબ  તેઓએ અંધેરીમાં એક કુરિયર કંપનીની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે જાણ થઈ હતી કે આ જ્થથો મહિલાઓના કપડાના બોક્સમાં સંતાડવામાં આવ્યો હતો. આ જથ્થો પુણેથી મંગાવવામાં આવ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવવાનો હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.

ગ્રાન્ટ રોડની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અગ્નિ તાંડવ, અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ; જાણો લેટેસ્ટ અપડેટ અહીં

 NCB ની ગયા વર્ષે ઓક્ટોબર સુધી સતત ડ્રગ્સ વિરોધી ટોળકી સામે કાર્યવાહી ચાલી રહી હતી. વર્ષ દરમિયાન 25 થી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NCB  મુંબઈના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ઓક્ટોબરમાં આર્યન ખાનની ધરપકડ બાદથી વાનખેડે શંકાના દાયરામાં આવી ગયા બાદ NCBની તમામ કાર્યવાહી અટકી પડી હતી. હવે જોકે NCB ફરી સક્રિય થઈ ગયું છે.

January 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં દરિયામાં તરતુ મળ્યું ડ્રગ્સ, બજારમાં છે આટલા કરોડની કિંમત. જાણો વિગત

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021    

સોમવાર.    

અમેરિકામાં દરિયા કિનારા પર તરતુ સાડા સાત કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો એક યુવકને મળી આવ્યો છે. જોકે ઈનામદારી દેખાડતા આ યુવકે તરત તેની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.

એક અખબારમાં આવેલા અહેવાલ મુજબ આ યુવક ફ્લોરિડાના દરિયા કિનારા પર રજા માણવા ગયો હતો. એ સમયે તેને દરિયાના પાણીમાં તરી રહેલા પેકેટસ દેખાયા હતા. તેણે તુરંત તે પેકેટસને  ભેગા કર્યા હતા. કિનારા પર લાવીને તેણે જોયા તો તે સીલ પેક હતા, તેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી. 

પોલીસે આ લાવારિસ હાલતમાં રહેલા પેકેટસ જોયા તો તેમના હોશ ઊડી ગયા હતા. આ પેકેટમાં ડ્રગ્સ હતા. કુલ મળીને 30 કિલોગ્રામ ડ્રગ્સ આ પેકેટમાંથી મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયા છે. પોલીસે આ ડ્રગ્સ જપ્ત કરીને તપાસ ચાલુ કરી હતી. સાથે જ આ યુવકની હિંમત અને ઈમાનદારીને પણ બિરદાવી હતી.

મોટા સમાચાર : જમીન આપવામાં આ લોકોએ કરી મદદ, LOC નજીક શારદાપીઠ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં પણ આ રીતે જ ફ્લોરિડામાં દરિયા કિનારામાં 11 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અમુક લોકોએ પોલીસને જાણ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

શનિવાર.

છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે મુંબઈમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. 

આ દરોડામાં મુંબઈ એરપોર્ટ પરથી MD ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું છે. 

પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે મુજબ ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું.

આ કાર્યવાહીમાં એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં NCBની ટીમ વધુ તપાસ કરી રહી છે.

દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક; આ છે કારણો

December 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક