• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - inflation - Page 10
Tag:

inflation

વેપાર-વાણિજ્ય

મોંઘવારીથી ત્રસ્ત જનતાને મોટી રાહત.. મોદી સરકાર ગેસ સિલિન્ડર પર આપશે આટલા રૂપિયાની સબસિડી.. 

by Dr. Mayur Parikh May 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રમાં રહેલી મોદી સરકારે(Modi government) મોંઘવારીથી(Inflation) ત્રસ્ત જનતાને મોટી રાહત આપી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં(petrol and diesel price) કેન્દ્ર સરકારે(Central Government) જનતાને મોટી રાહત આપી છે.

આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર(Gas cylinder) પર (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસીડી(Subsidy) આપવાની જાહેરાત કરી છે. 

આ સુવિધાનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.

આ  સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પરની આટલા રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, જાણો કેટલું સસ્તું થશે ઇંધણ..

May 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ફરી ડોલર સામે રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં અર્થતંત્રને ઝટકો.. 

by Dr. Mayur Parikh May 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય રૂપિયો (Indian Rupee) ગુરૂવારના સત્રના અંતે ફરી નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યો છે. 

ભારતીય ચલણ(Indian currency) ડોલરની(Dollar) સામે આજના સેશનના(Session) અંતે 77.73 પર બંધ આવ્યો છે. 

મોંઘવારીની(Inflation) વિકરાળ બનતી સમસ્યા અને વ્યાજદરમાં(Interest rate) વધારાને કારણે વૈશ્વિક શેરબજારમાં(Sharemarket) મંદીની સાથે ભારતમાંથી આઉટફ્લો વધતા રૂપિયામાં દબાણ વધતું જઈ રહ્યું છે.

ભારતીય ચલણ છેલ્લા 10 દિવસમાં સતત પાંચમા સત્રમાં નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યું છે. 

નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારમાં(Indian share market) વિદેશી રોકાણકારોની(Foreign investors) અવિરત વેચવાલી ચાલુ રહેતા રૂપિયામાં દબાણ વધી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  સર્વોચ્ચ અદાલતનો આ કેસમાં મોટો ચુકાદો, GST કાઉન્સિલની ભલામણો માનવા બંધાયેલી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો.. જાણો વિગતે.. 

May 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે

by Dr. Mayur Parikh May 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અનેક આંદોલન(Protest) થકી સરકારને હચમચાવી મૂકનાર વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા(Senior social worker) અણ્ણા હજારે(Anna Hazare) સામે જ આંદોલન કરવામાં આવવાનું છે. તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં(Ralegan Siddhi) સામાજિક કાર્યકર્તા સોમનાથ કાશીદ(Social worker Somnath Kashid) તેમની સામે  આંદોલન કરવાના છે.  

આંદોલન અને ભૂખ હડતાલ(Hunger Strike) દ્વારા લોકોના પ્રશ્નોના જવાબ સરકાર પાસે માગનારા અણ્ણા હઝારેના વિરોધમાં તેમના ગામ જ આંદોલન કરવાની જાહેરાતને પગલે ખળભળાટ મચી ગયો છે. આંદોલનકારીએ(Protesters) તેમને ચેતવણી આપી છે કે તેઓ રાલેગણ સિદ્ધિ ખાતે વધતી મોંઘવારી(Inflation) સામે સૂતેલા અણ્ણા હજારેને જગાડવા માટે પહેલી જૂને આંદોલન કરવાના છે.

ભાજપ સરકારે(BJP govt) છેલ્લી બે લોકસભા ચૂંટણી(Elections) દરમિયાન આપેલા વચનો પાળ્યાં નથી. આ ઉપરાંત મોંઘવારી ઝડપથી વધી રહી છે. અણ્ણા હજારેએ સરકાર સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. સામાન્ય માણસને તકલીફ પડી રહી છે એવો દાવના સામે સોમનાથ કાશિદે અણ્ણા હજારે વિરુદ્ધ રાલેગણ સિદ્ધિ ખાતે 'અન્ના ઉઠાવો' આંદોલન કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

સ્થાનિક સ્તરે એલપીજીના(LPG price) વધતા ભાવ, બળતણ અને ખાદ્યતેલની(Food Oil) વધતી કિંમતો તેમજ ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મોંઘવારી સામે વ્યાપક આક્રોશ અને સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.  ત્યારે અણ્ણા હજારે કેવી રીતે શાંત છે જ્યારે લોકો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે.  જો અણ્ણા હજારે ઊંઘતા હોય તો તેમણે જાગવાની જરૂર છે  એવી નારાજગી સોમનાથ કાશીદે વ્યક્ત કરી હતી. 

અહીં ઉલ્લેખીય છે કે વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાજ્યમાં મહાવિકાસ અઘાડીને(Mahavikas aghadi) લોકાયુક્તના(Lokayukta) મુદ્દે આંદોલન કરવાની ચેતવણી આપી છે. અણ્ણા હજારેએ ઠાકરે સરકારને(Thackeray Govt) ચેતવણી આપી છે કે તેઓ કાં તો કાયદો ઘડે અથવા સરકારમાંથી રાજીનામું આપે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav thackeray) લોકાયુક્ત કાયદો બનાવવાની લેખિત ખાતરી આપી હતી. જો કે, અઢી વર્ષ પછી પણ કંઈ થઈ રહ્યું ન હોવાનો અફસોસ અણ્ણા હજારેએ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : થાણેવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો, MMRDA એ લીધો આ મોટો આ નિર્ણય.. જાણો વિગતે
 

May 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ.. ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ..

by Dr. Mayur Parikh May 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જો તમે પણ ટીવી, વોશિંગ મશીન કે રેફ્રિજરેટર(electronic appliances) જેવી કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કામ જલ્દી પતાવી દો. કારણ કે હોમ એપ્લાયન્સીસ(Home appliances) અને કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની(consumer electronics company)ઓ ટૂંક સમયમાં જ તેમના ઉત્પાદનોની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીઓનું કહેવું છે કે, તેમના ખર્ચમાં અનેક કારણોસર વધારો થયો છે. તેથી તેમની સામે દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.

અમેરિકી ડોલર(US dollar)સામે રૂપિયા(Indian rupee)ની નબળાઈ અને ચીનના શાંઘાઈમાં લોકડાઉન(shanghai lockdown)ના કારણે પણ કંપનીઓ પર દબાણ વધ્યું છે. રૂપિયો નબળો પડવાને કારણે આયાતી માલ(Imprort) મોંઘો થયો છે. એટલા માટે કંપનીઓ હવે તેમની પ્રોડક્ટ્‌સ ૩ થી ૫ ટકા મોંઘી કરવાનું વિચારી રહી છે. 

કોરોના મહામારી(covid pandemic)ના કારણે ચીનના શાંઘાઈ શહેરમાં કડક લોકડાઉન છે. આવી સ્થિતિમાં શાંઘાઇ પોર્ટ (Shanghai port)પર કન્ટેનર જમા થઈ રહ્યા છે. આ પોર્ટ પરથી માલસામાન ન મળવાને કારણે ઘણી કંપનીઓને પાર્ટ્‌સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ઉત્પાદકોની ઇન્વેન્ટરી પર દબાણ વધી રહ્યું છે. આયાત પર ર્નિભર કેટલાક ટોચના ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ નથી. 

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર, હવે ફ્લેટ રજિસ્ટ્રેશન સાથે જ ડીમ્ડ કન્વેયન્સ પણ થઈ જશે. જાણો મહારાષ્ટ્ર સરકારના મોટા નિર્ણય વિશે. જાણો વિગતે.

કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(Consumer Electronics and Appliances Manufacturers Association) (સીઈએએમએ)ના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયાની નબળાઈએ ઈન્ડસ્ટ્રી માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. કાચા માલની કિંમતો પહેલેથી જ વધી રહી છે અને હવે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે આયાતી સામાન પણ મોંઘો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, હવે કંપનીઓ નફા માટે આવતા મહિના એટલે કે જૂનથી તેમના ઉત્પાદનોની કિંમતોમાં ૩-૫ ટકાનો વધારો કરી શકે છે. એરિકનું કહેવું છે કે, જાે આગામી બે સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૫ રૂપિયાના સ્તરે પહોંચશે તો કિંમતો વધી શકશે નહીં. 

પેનાસોનિક ઇન્ડિયા(Panasonic India) અને સાઉથ એશિયા(South Asia)ના સીઇઓ મનીષ શર્માનું કહેવું છે કે, ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે. કંપનીએ છેલ્લી વખત જાન્યુઆરી ૨૦૨૨માં તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે કોમોડિટીના વધતા ભાવને કારણે રેફ્રિજરેટર(Refrigerator), વોશિંગ મશીન(Washing Machine), માઇક્રોવેવ ઓવન(Microwave oven) અને અન્ય ઉપકરણોના ભાવમાં ૪-૫ ટકાનો વધારો થઈ શકે છે. હેર એપ્લાયન્સીસ ઇન્ડિયાના પ્રમુખ સતીશ એનએસ કહે છે કે, શાંઘાઈ લોકડાઉનને કારણે ઘટકોનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેની અસર જૂનમાં જોવા મળશે. સૌથી વધુ અસર એર કંડિશનર (Air conditioner)અને ફ્લેટ પેનલ ટીવી (Flat panel TV)પર પડશે. ફ્રીજ પર તેની ઓછી અસર પડશે. જો કે આ કારણે ભાવમાં મોટો વધારો થવાની શક્યતા તેમણે નકારી કાઢી છે.

આ સમાચાર પણ વાંચો: ઉદયપુરમાં 'ચિંતન શિબિર' વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, FB પર 'ગુડલક-ગુડબાય' કહીને આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી.. જાણો વિગતે 

May 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોંધવારીનો ફટકોઃ ખાદ્ય તેલના ભાવ આસમાને. આ દેશ પામતેલ પરનો એક્સપોર્ટ પરનો પ્રતિબંધ નહીં હટાવ્યો ભાવમાં હજી થશે ભડકો જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પહેલાથી  મોંધવારીનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોને હવે ખાદ્ય તેલના ભાવ આંખે પાણી લાવી રહ્યા છે. હાલ તમામ ખાદ્ય તેલ(Food oil) ઓલ ટાઈમ હાઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના દિનપ્રતિદિન મુશ્કેલીઓ વધતી જોવા મળી છે. ત્યારે આગામી દિવસોમાં જ ઈન્ડોનેશિયાએ(Indonesia) પામતેલના(Palm Oil) નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવ્યો તો ખાદ્ય તેલના ભાવમાં હજી ભડકો થવાનો ભય વેપારી આલમે વ્યક્ત કર્યો છે.

પેટ્રોલ-ડીઝલ, સીએનજી સહિતના તમામ ભાવ આસમાને છે, તેમાં હવે ખાદ્ય તેલ ના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના રોજ મુશ્કેલીઓ વધતી જોવા મળી. રાજકોટ સીંગતેલ નો ડબ્બો પહેલી વખત  રૂપિયા 2800 ની ઉપર પહોંચી ગયા છે. સીંગતેલના ભાવમાં  20ર રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલનો(Peanut oil) ભાવ 2810 રૂપિયા થયો છે. પામતેલના 2 દિવસમાં 80રૂપિયાનો ભાવ વધતા પામતેલનો ભાવ ડબ્બે 2570 થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ વધીને 2750 થયો છે. 

આ સમાચાર પણ વાંચો :  RBIનો ચોંકાવનારો અહેવાલઃ કોરોનાના ઝટકાથી દેશની અર્થવ્યવસ્થાને બહાર આવતા આટલા વર્ષો નીકળી શકે છે.  જાણો વિગતે.

પામતેલના ભાવ ઊંચકાતા સીંગતેલ અને કપાસિયા તેલમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડોનેશિયા પામતેલની નિકાસ બંધ કરતા સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. અખિલ ભારતી. ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ના(CAIT) મહાનગર મુંબઈ પ્રાંતના અધ્યક્ષ શંકર ઠક્કરે(Shankar thakkar) ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ, ડિઝલ, સીએનજી જેવા ઇંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે. રો મટિરિયિલના(raw Material) ભાવમાં વધારો થયો છે. ઈંધણ અને ક્રુડ ઓઈલના ભાવ વધતા ટીનની કોસ્ટિંગ વધી ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનનો(Transportation) ખર્ચ વધી ગયો છે.તેમાં પાછું ઈંડોનેશિયાથી આવતું પાલ તેલ પણ બંધ થઈ ગયું છે. આ તમામ બાબતો અસર ખાદ્ય તેલના ભાવને થઈ છે.

જો ઈંડોનેશિયાએ પામઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ પાછો નહીં ખેંચે તો ભાવ હજી વધી શકે છે એવુ જણાવતા શંકર ઠક્કરે કહ્યું હતું કે ઈદ પછી ઈન્ડોનેશિયામાં મીટીંગ થવાની છે. જો એ મિટિંગમાં તેઓ પામ તેલની નિકાસની પોલિસીમાં ફેરફાર કરવામાં આવે છે અને જોકે પામતેલની નિકાસ ફરી ચાલુ થાય છે. તો કદાચ ભારતમાં ખાદ્ય તેલ ના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

લો બોલો!!! પામતેલના ઉછળતા ભાવે હવે વેફર, ચેવડા ફરસાણો પણ કર્યા મોંધા.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોંઘવારીએ(Inflation) સામાન્ય માણસોના ખિસ્સા પર બરોબરની કાતર ફેરવી નાખી છે. તેમાં ઓછું હતું તે હવે રશિયા-યુક્રેન યુદ્ધના(Russia ukraine war) પગલે પામતેલની(Palm oil) આયાતને પડેલા ફટકાની અસર વેફર(Waffers), ચેવડા (Snacks)સહિતના ફરસાણ ને પણ પડી છે. વેફર સહિતના ફરસાણના ભાવ માં(Price) આગામી દિવસમાં હજી વધારો થવાનો છે. તેથી ફરસાણ ના શોખીનો વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડવાની છે. 

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત કયારે આવશે તેની ખબર નથી. પંરતુ યુદ્ધને કારણે પામતેલના વ્યવસાયને બરોબરની અસર થઈ છે. ઈન્ડોનેશિયાએ(Indonesia) પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈન્ડોનેશિયા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ભારતમાં ખાદ્ય તેલની(Food oil) અછત સર્જાઈ છે. એક મહિનામાં પામતેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. ખાદ્યતેલોના ભાવમાં વધારો થવાથી ફરસાણ, વેફર, નૂડલ્સ, સાબુ અને શેમ્પૂના ભાવમાં પણ વધારો થવાની શક્યતા બજારના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. 

આ સમાચાર પણ વાંચો : GSTની અઘરી પ્રોસેસથી વેપારી સમાજ ત્રસ્ત નાના વેપારીઓનો એકડો નીકળી ગયો હોવાની FAMની ફાઇનૅન્સ મિનિસ્ટરને રજૂઆત. જાણો વિગતે.

ચીન(China) અને ભારત(India) ઈન્ડોનેશિયા માંથી ખાદ્ય તેલના મુખ્ય આયાતકારો છે. ભારતમાં લગભગ 65% પામ ઓઈલ ઈન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધ થી આયાત પર અસર થઈ છે અને બજાર ભાવમાં વધારો થયો છે. તેથી પામ ઓઇલ પર નિર્ભર રહેલા વેફર્સ સહિતના ફરસાણના ભાવને પણ જબરજસ્ત અસર થવાની શક્યતા છે.

હજી એક મહિના પહેલા પામતેલ 170 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું. હવે પામતેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. જેથી હવે પામતેલ રૂ.195 પર પહોંચી ગયું છે. પામતેલના ભાવ બે વર્ષમાં બમણા થઈ ગયા છે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધને કારણે તેને મલેશિયા થી આયાત થતા તેલ પર નિર્ભર રહેવાની ફરજ પડી છે.

 

April 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

આ 143 વસ્તુઓની વધી શકે છે કિંમતો, GST કાઉન્સિલે ટેક્સ રેટમાં વૃદ્ધિ માટે રાજ્યોની સલાહ માંગી; જાણો શુ છે સરકારનો પ્લાન

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai  

સામાન્ય માણસને મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.
 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે GST કાઉન્સિલે(GST council) રાજ્યો પાસેથી 143 આઈટમ્સ પર ટેક્સ GST સ્લેબ(GST slab) વધારવાને લઈને સહેમતી માંગી છે. 

GST કાઉન્સિલે ભલામણ કરી છે કે આમાંથી લગભગ 92 ટકા આઈટમ્સનાં ભાવ 18 ટકા GST ટેક્સ સ્લેબમાંથી હટાવી દઈને 28 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવે.

જો રાજ્યો પાસેથી પણ આ સજેશન્સ પર સહેમતિ મળી જાય છે, તો આગામી મહિનાથી પાપડ, ગોળ(Jaggery) સહીત 143 ચીજ વસ્તુઓ માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે આગામી મહીને GST કાઉન્સિલની બેઠક(Meetiong) યોજાવાની છે.

 આ સમાચાર પણ વાંચો :  પ્રથમ ગ્રાસે મક્ષિકા.. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો, માર્કેટ લાલ નિશાનમાં બંધ; સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા
 

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

એક અઠવાડિયા પછી હોટલની ડીશના ભાવ વધશે. આ છે કારણ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  
વીકએન્ડ અને રજાઓમાં હોટલો(hotels)માં ફેમિલી સાથે ખાવા જવાના શોખીનો માટે માઠા સમાચાર છે. પહેલી મેથી(1st May) હોટલોમાં જમવા માટે મોટું બિલ (hotel bill)ચૂકવવાની તૈયારી રાખવાની છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ(Ukraine Russia War)ને લીધે ઈંધણ(fuel rate hike)ના ભાવની સાથે જ મોંઘવારીની(inflation) અસર હોટલ અને રેસ્ટોરાં(hotel and restaurant)ના ખાદ્યપદાર્થના ભાવને પડવાની છે.

કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણ (covid restriction)હટી ગયા બાદ હોટલ અને રેસ્ટોરાં પૂર્વવત ભીડ ઊમટી રહી છે. લોકોએ ફરી પરિવાર સાથે રેસ્ટોરાંમાં જમવાનું ચાલુ કરી દીધું છે. હોટલના માલિકો પણ તેનાથી ખુશ હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારમાં કડાકો, બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા; સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ડાઉન

ઈંધણના ભાવ વધતા શાકભાજી (vegetable and raw material price hike)સહિતના અન્ય કાચામાલના ભાવમાં તેને કારણે વધારો થયો છે. મોંઘવારીએ પણ માઝા મૂકી છે. આ બધાની અસરને કારણે દરેક વસ્તુઓના ભાવ વધી જતા  હોટલ અને રેસ્ટોરાંમાં મળતા ખાદ્ય પર્દાથ પણ મોંધા થવાના  છે.

આવતા અઠવાડિયાથી હોટલ રેસ્ટોરાની સાથે જ બહાર વેચાતા વડા-પાવં, ઈડલી જેવા અન્ય ખાદ્યપર્દાથની કિંમતમાં પણ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. હોટલવાળાએ તો પોતાના મેન્યુમાં ભાવ વધારો કરવાની તૈયારી પણ કરી લીધી છે.

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો બોલો!! મોંધવારીનો માર, પહેલી મેથી વાળ કાપવા પણ મોંધા થશે. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

સામાન્ય નાગરિકો(Common people)ને મોંઘવારી(Inflation)ની વધુ માર પડવાનો છે. પહેલી મે(1st May)થી સામાન્ય નાગરિકોને વાળ કાપવા (hair cutting) પણ મોંઘા થઈ જવાના છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પહેલી મેથી સલૂન અને પાર્લર(Salon and parlour)ના દર(rate)માં વધારો કરવામાં આવવાનો છે.

આગામી મેથી પાલર્ર અને સલૂનમાં જઈને વાળ કપાવવા અને દાઢી કરાવવું (hair cutting and shaving) મોંઘું પડવાનું છે. સલૂન અને બ્યુટી પાર્લર (Salon and Beauty parlour) પ્રોફેશનલ્સે દરોમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં મળેલી ઓનલાઈન બેઠકમાં(Online meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમાં વધારો માત્ર શહેરી જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં(rural rea) પણ લાગુ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : તો શું મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત કરાશે? કેન્દ્રએ લખ્યો પત્ર. જાણો વિગતે

છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારી ઝડપથી વધી છે. કાચા માલના ભાવની સાથે ઈંધણના ભાવમાં(fuel rates) પણ વધારો થયો છે. મોંઘવારી વધવાના કારણે સલૂનના સાથે જોડાયેલા લોકો ભાવ વધારવાની માંગ કરી રહ્યા હતા. એસોસિએશન માં 52000 સલૂન અને બ્યુટી પાર્લર ડ્રાઇવર સભ્યો છે. સલૂન અને બ્યુટી પાર્લર પ્રોફેશનલ્સની ઓનલાઈન મીટિંગમાં 30 ટકા ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. આ વધારો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડશે. આ વધારો પહેલી મે, મહારાષ્ટ્ર દિવસથી લાગુ થશે.

આ વધારો વિવિધ પ્રકારની વધતા જતા ફુગાવાના કારણે થયો હોવાનું કહેવાય છે. સલૂન અને બ્યુટીપાર્લર માટે જરૂરી સામગ્રીની કિંમત વધી છે. તે સિવાય, અન્ય પરિબળો પણ ભાવ વધારા તરફ દોરી જાય છે.
 

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..

by Dr. Mayur Parikh April 15, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મોંઘવારીની(Inflation) ચક્કીમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકો માટે હવે સાદુ લીંબુ શરબત (Lemon juice)પીવું પણ મોંઘુ થઈ ગયું છે. ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમી(Summer heat)માં રાહત આપનારું લીંબુ શરબત પાંચથી દસ રૂપિયામાં વેચાતું હતું, તે હવે સીધું 15ને 20 રૂપિયા થઈ ગયું છે. 

રેલવે સ્ટેશનોની (Railway Station) બહાર અને ખાસ કરીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લીંબુના શરબત પણ વેચાતા બંધ થઈ ગયા હોવાનું જણાય છે. લીંબુ શરબત મોંઘા થતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે અન્ય ઠંડાં પીણાં તરફ વળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….

દિવસભર ગરમીમાં બહાર કામ કરનારા કામદાર અને શ્રમિક વર્ગ મોટા પ્રમાણમાં ઉનાળાની ગરમીમાં લીંબુ પાણીનો સહારો લેતો હોય છે. પરંતુ સામાન્ય રીતે પાંચ રૂપિયામાં મળતા શરબત હવે લીંબુ મોંઘા થયા હોવાના કારણે 15થી 20 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે, તેથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં લીંબુ પાંચથી દસ રૂપિયામાં મળતા હતા. ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે, તેના કારણે પરિવહનનો ખર્ચો વધી ગયો છે. તેથી પણ લીંબુના ભાવમાં વધારો થયો છે.

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક