દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે અને લોકોએ આગામી સમયમાં વધુ ઉંચા ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેન્ક ઓફ અમેરિકાએ ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને 100 ડોલર પ્રતિ બેરલને વટાવી જવાની આગાહી કરી છે. જો આવુ થયુ તો ભારતમાં ઇંધણના ભાવ વધુ ઉંચે જશે.
બેન્ક ઓફ અમેરિકાએ એક રિસર્ચ અહેવાલ જારી કર્યો છે. તેમાં આગાહી કરી છે કે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો ચાલુ વર્ષે અને આગામી વર્ષે વધુ ઉંચે જશે.

