Tag: vaccination

  • કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે

    કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 16 ડિસેમ્બર 2021

    ગુરુવાર

     

    વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે ૫૩ લાખ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૨૭ કરોડ લોકો ચેપની પકડમાં આવી ગયા છે. જાેકે, ૨૪ કરોડ લોકો આ મહામારીને હરાવવામાં સફળ થયા છે.છેલ્લા ૨ વર્ષના સમયગાળાથી દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે. કોરોના સામેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. દુનિયાભરમાં વેક્સિન ની કામગીરી ઝડપે ચાલી રહી છે તો અમુક દેશમાં બુસ્ટર ડોઝને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે ગૂગલે કર્મચારીને ઝટકો આપ્યો છે. જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમને ૩૦ દિવસની રજા પર મોકલી દેવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમને પૈસા મળી જશે. આ પછી તેમને ૬ મહિનાની રજા પર મોકલવામાં આવશે અને તેમને આ કાર્યકાળ માટે પગાર નહીં મળે. આ સમય દરમિયાન પણ જાે તેઓ નિયમોનું પાલન ન કરી શક્યા તો તે પછી તેમને નોકરી ગુમાવવી પડશે. ગૂગલે સીધી ટિપ્પણી કરી નથી, પરંતુ કહ્યું હતું કે, ‘અમે અમારા કર્મચારીઓને રસી અપાવી શકે તે માટે અમે શક્ય તેટલું બધું કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી રસીકરણ નીતિ તેમની પાછળ મજબૂતપણે ઊભી છે. કોરોના વેક્સિનેશનના નિયમોનું પાલન ન કરવા બદલ ય્ર્ર્ખ્તઙ્મી કર્મચારીઓને તેમની નોકરી ગુમાવી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આલ્ફાબેટ ઇન્ક.ના ગૂગલે તેના કર્મચારીઓને કહ્યું છે કે જાે તેઓ કોરોના રસીકરણના નિયમોનું પાલન નહીં કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેઓનો પગાર પણ જપ્ત કરી લેવામાં આવશે. ગૂગલના ટોચના મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને તેમની રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને પુરાવા દર્શાવતા દસ્તાવેજાે અપલોડ કરવા અથવા તબીબી અને ધાર્મિક છૂટ માટે અરજી કરવા માટે ૩ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ગૂગલે કહ્યું કે તે એવા કર્મચારીઓનો સંપર્ક કરવાનું શરૂ કરશે જેમણે ૩ ડિસેમ્બર સુધીમાં તેમની રસીકરણ સ્થિતિ અપલોડ કરી નથી. ય્ર્ર્ખ્તઙ્મી દ્વારા આ તે કર્મચારીઓ માટે કહેવામાં આવ્યું છે જેમને રસી આપવામાં આવી ન હતી અને જેમની મુક્તિની વિનંતીઓ મંજૂર કરવામાં આવી ન હતી. જે કર્મચારીઓએ ૧૮ જાન્યુઆરી સુધીમાં રસીકરણના નિયમોનું પાલન ન કર્યું હોય તેઓને ૩૦ દિવસ માટે “પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ” પર મૂકવામાં આવશે. ત્યારબાદ તેમને છ મહિના માટે ‘અનવેતન વ્યક્તિગત રજા’ પર મૂકવામાં આવશે અને તે પછી તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.

    કોરોનાના ભરડામાં આવ્યો વિશ્વનો આ શક્તિશાળી દેશ, અત્યાર સુધી 8 લાખ લોકોના મોત; ઓમિક્રોનને લઈ નિષ્ણાંતોએ આપી ચેતવણી
     

  • ઓમીક્રોનનો ભય, ગુજરાતના શહેરમાં હવે રાત સુધી વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે ; જાણો વિગતે 

    ઓમીક્રોનનો ભય, ગુજરાતના શહેરમાં હવે રાત સુધી વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 15 ડિસેમ્બર 2021

    બુધવાર.

    સુરત શહેરમાં વધુ ૦૨ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે કુલ ૦૨ નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૧૪૨ થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૦૬ દર્દીઓ અને જિલ્લામાંથી ૦૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧,૪૧,૯૭૫ થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૦ થઈ છે. પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના બીજા ડોઝ માટે ૩૧૬ સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે ૧૧ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં કુલ ૩૨૭ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.સુરતના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોધાતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે. જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. સાથે જ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,આ એક જ કેસ છે. તેમના પરિવારના ટેસ્ટ કરાયા છે. શાળાના પણ કરાયા છે. જાે કે,બીજા કોઈ પોઝિટિવ આવ્યાં નથી. હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે ૩૨૭ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. જે રાત સુધી ચાલશે. આરોગ્ય વિભાગના અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ માટે ૧૧૨ ટકાની કામગીરી થઇ છે. જ્યારે બીજા ડોઝ માટે ૭૭ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. ૫.૬૦ લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓનો બીજાે ડોઝ બાકી છે. ત્યારે તંત્ર દ્વારા આ તમામ લોકો પણ વેક્સિન લઇ લે તે માટે આજે સવારથી જ મેગા વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. આજે મેગા ડ્રાઈવમાં સવારથી રાતના નવ વાગ્યાથી સુધી વેક્સિનેશન ચાલશે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી.

    ઘરવાપસી : આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, વૈદિક વિધિથી હિંદુ ધર્મ સ્વીકાર્યો

  • મહારાષ્ટ્રમાં વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારા પર આવી શકે છે પ્રતિબંધોઃ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે આ આપ્યા સંકેત. જાણો વિગત

    મહારાષ્ટ્રમાં વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારા પર આવી શકે છે પ્રતિબંધોઃ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે આ આપ્યા સંકેત. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021    

    ગુરુવાર.

    મહારાષ્ટ્રમાં અનેક લોકો એવા છે જેણે વેક્સિનનો બીજો ડોઝ હજી સુધી લીધો નથી. તેથી તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારાઓ પર પ્રતિબંધ આવી શકે છે એવી આડકતરી ચેતવણી આપી છે.

    મહારાષ્ટ્રમાં કોરોના તો નિયંત્રણમાં આવી ગયો છે. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર ઝડપભેર વેક્સિનેશન અભિયાન પૂરું કરવામાં માગે છે. જોકે અનેક લોકો વેક્સિનનો ડોઝ લેવાનું ટાળી રહ્યા છે. તેથી વેક્સિનનો બીજો ડોઝ લેવાનું ટાળનારાઓ પર અમુક પ્રતિબંધ મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી છે. 

    મુખ્યપ્રધાનની આ તે કેવી બેદરકારી? CM રિલિફ ફંડમાંથી આટલી રકમ વપરાયા વગર પડી રહી. જાણો વિગત

    રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે  કહ્યું હતું કે રાજયમાં અનેક નાગરિકો એવા છે, જેમણે પહેલો ડોઝ લઈ લીધો છે. પરંતુ 84 દિવસ થઈ ગયા હોવા છતા બીજો ડોઝ નથી લીધો એવા લોકોની સંખ્યા જ લગભગ દોઢથી પોણા બે કરોડ છે. રાજ્ય પાસે વેકિસન હોવા છતાં લોકો વેકિસન લેવાનું ટાળી રહ્યા છે, તેથી આવા લોકો પર અમુક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

  • લોકોને રસીનો બીજો ડોઝ લેવાનું સમજાવવા માટે આ રાજ્ય સરકારે અજમાવ્યો કીમિયો, તમામ જિલ્લામાં શરૂ કરાશે કોલ સેન્ટર; જાણો વિગતે 

    લોકોને રસીનો બીજો ડોઝ લેવાનું સમજાવવા માટે આ રાજ્ય સરકારે અજમાવ્યો કીમિયો, તમામ જિલ્લામાં શરૂ કરાશે કોલ સેન્ટર; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 8 ડિસેમ્બર 2021

    બુધવાર.

    કોરોના રસીનો બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા હોય તેવા લાભાર્થીઓને સંપૂર્ણ રસીકરણ કરાવી લેવા માટે મહારાષ્ટ્ર સરકારે એક નવી યોજના બનાવી છે. 

    પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્ય સરકારે 'દસ્તક ઓન ફોન' કાર્યક્રમ હેઠળ તમામ જિલ્લામાં કોલ સેન્ટરો શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

    વેક્સિન લેવાને યોગ્ય કુલ વસતિના માત્ર 46.49 ટકા (4.25 કરોડ) લોકોનું જ પૂર્ણપણે વેક્સિનેશન કરાયું છે. જે 51 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું છે.

    ડિસેમ્બર સુધીમાં કોવિશિલ્ડનો પહેલો ડોઝ લેનારા 4,85,46,626 લાભાર્થીઓએ હજુ સુધી બીજો ડોઝ લીધો નથી. જ્યારે અન્ય 12,66,261 લોકો બીજો ડોઝ ચૂકી ગયા છે.

    પ્રત્યેક જિલ્લામાં કોવિન પોર્ટલ દ્વારા લાભાર્થીઓની મોબાઇલ ફોન નંબર સહિતની માહિતી ઉપલબ્ધ છે. તેથી કોલ સેન્ટરો તથા અન્ય વ્યવસ્થા દ્વારા લાભાર્થીઓનો તેમના ફોન પર સંપર્ક કરી બીજો ડોઝ લેવા જણાવી શકાય છે.

    નવી મુંબઈના આ વિસ્તારમાં આવેલા BMWના શોરૂમમાં લાગી ભીષણ આગ, પાર્કિંગમાં પાર્ક કરેલી 40 કાર બળીને ખાખ, પોલીસે હાથ ધરી તપાસ; જુઓ વિડીયો
     

  • શિવસેનાએ ફરી તાક્યું ભાજપ પર નિશાન. કહ્યું અમે બિન ભાજપી એટલે ઓછી વેક્સિન આપી. સંસદ માં હોબાળો…

    શિવસેનાએ ફરી તાક્યું ભાજપ પર નિશાન. કહ્યું અમે બિન ભાજપી એટલે ઓછી વેક્સિન આપી. સંસદ માં હોબાળો…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 3 ડિસેમ્બર 2021

    શુક્રવાર.

    જે રાજ્યમાં ભાજપની સત્તા છે, તે રાજયોને કોરોનાની વેક્સિનનો મોટી માત્રામાં સ્ટોક પૂરો પાડવામાં આવે છે, જયારે બિનભાજપી રાજયમાં વેક્સિન આપવામાં કેન્દ્ર બાંધછોડ કરતી હોવાનો આરોપ લોકભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે કર્યો છે.

    ગુરુવારે સાંસદની સભાગૃહમાં કોરોનાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી એ દરિમયાન લોકસભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે દેશમાં અત્યાર સુધી ફક્ત 38 ટકા નાગરિકોને વેકિસનના બંને ડોઝ મળી ચૂકયા છે. પંરતુ દેશના હજી 100 કરોડ નાગરિકોને વેકિસન મળવાની બાકી છે, ત્યારે આ નાગિરકોનુ વેક્સિનેશન સરકાર કયારે પૂરું કરવાની છે? એવો કટાક્ષ કરતો સવાલ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે, ત્યારે તેનું ઉત્પાદન વધારવામા કેમ આવતું નથી એ બાબતે પણ સવાલ કર્યો હતો.

     

    સાવધાન, હેલ્મેટ નહીં પહેરી તો સીધું લાયસન્સ થશે રદ, બેદરકાર વાહનચાલકો સામે લેવાશે આકરા પગલાં જાણો વિગત

    સરકારે બહાર પાડેલા આકંડા મુજબ દેશમાં 100 કરોડ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. બે ડિસેમ્બરના આંકડા મુજબ બે ડોઝ લેનારાની સંખ્યા 45,82,75,988 છે. 

  • ઓટોરિક્ષા-ટેક્સીમાં પ્રવાસ કરવો છે તો આ કરવું ફરજિયાત રહેશે, આરટીઓ કમિશનરનું ફરમાન; જાણો વિગત

    ઓટોરિક્ષા-ટેક્સીમાં પ્રવાસ કરવો છે તો આ કરવું ફરજિયાત રહેશે, આરટીઓ કમિશનરનું ફરમાન; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
    મુંબઈ. 3 ડિસેમ્બર 2021
    શુક્રવાર.

    મુંબઈમાં હવેથી કોરોનાની વૅક્સિન નહીં લેનારાઓને સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પ્રવાસ કરવું મુશ્કેલ થવાનું છે. ઓટોરિક્ષા અને ટેક્સીમાં પ્રવાસ કરવા માટે હવે ફરજિયાત રીતે વૅક્સિનના બંને ડોઝ લેવું આવશ્યક રહેશે. વેક્સિનનું બીજા ડોઝનુ સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ પ્રવાસીઓને ઓટોરિક્ષા અને ટેક્સીમાં પ્રવાસ કરવા મળશે.

     

    વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ડર પેદા કરી દીધો છે. એવામાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવેલા મહારાષ્ટ્ર માટે વધુ સતર્ક રહેવું આવશ્યક છે. તેથી જ મહારાષ્ટ્ર સરકારે નવી નિયમાવલી જાહેર કરી છે. તેને ધ્યાનમાં રાખીને હવે વૅક્સિનેશન નહીં લેનારાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ હવે ટ્રાન્સપોર્ટેશન કમિશનરની ઓફિસે મુંબઈ સહિત તમામ જિલ્લાઓ માટે નવો સર્ક્યુલર બહાર પાડયો છે, તે મુજબ રીક્ષા, ટેક્સી અને બસમાં ફરજિયાત રીતે વૅક્સિનના બંને ડોઝ લેનારાઓ જ પ્રવેશ મળશે.

    હેં! ગુરુવારે એરપોર્ટ પર આવેલા 485 આંતરરાષ્ટ્રીય પ્રવાસીમાંથી આટલા કોવિડ પોઝિટિવ મળ્યા. જાણો વિગત

    બેસ્ટની બસમા વેકસિન બંને ડોઝ લેનારા અથવા યુનિવર્સલ પાસ હશે, તેને જ પ્રવાસ કરવા મળશે. આ જ નિયમ રિક્ષા-ટેક્સીને પણ લાગુ પડશે. નિયમનું પાલન નહીં કરનારા પ્રવાસીઓની સાથે જ ડ્રાઈવરે પણ દંડ ભરવો પડશે. તેથી ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

  • મુંબઈમાં હજી આટલી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોનું રસીકરણ થયું નથી; પાલિકાએ આપ્યું આ કારણ; જાણો આંકડા

    મુંબઈમાં હજી આટલી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોનું રસીકરણ થયું નથી; પાલિકાએ આપ્યું આ કારણ; જાણો આંકડા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 29 નવેમ્બર, 2021

    સોમવાર

    દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયા પછી 16 જાન્યુઆરીએ મુંબઈની કૂપર હોસ્પિટલમાં રસીકરણ અભિયાન શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કાર્યકરોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. રસીકરણ ઝુંબેશ શરૂ થયા પછીના પ્રથમ 15 દિવસમાં 75,751 લોકોને રસી આપવામાં આવી હતી અને બીજા તબક્કાના ફ્રન્ટ લાઇન કામદારોમાંથી 3,363 લોકોને રસી આપવામાં આવી હતી. તેથી જાન્યુઆરીમાં શરૂ થયેલ રસીકરણ અભિયાનનો પ્રથમ અને બીજો તબક્કો અત્યાર સુધી સફળ થવો જોઈતો હતો, પરંતુ, આ અભિયાન હજુ પૂરું થયું નથી. કારણ કે આમાંથી લગભગ એક લાખ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોએ બીજો ડોઝ લીધો નથી. 

     

    મુંબઈમાં 27 નવેમ્બર 2021 સુધીના ​​રસીકરણના પ્રાપ્ત ડેટા મુજબ કુલ 7 લાખ 56 હજાર 539 આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કાર્યકરોને રસી આપવામાં આવી છે. 4 લાખ 25 હજાર 464 કર્મચારીઓએ પ્રથમ ડોઝ લીધો છે. 3 લાખ 31 હજાર 075 કર્મચારીઓએ બીજો ડોઝ લીધો છે. પરિણામે આરોગ્ય વિભાગના માત્ર 3 લાખ 31 હજાર 075 કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોએ બંને ડોઝ લીધા છે. પરંતુ હજુ પણ 94,000 કર્મચારીઓએ બીજો ડોઝ લીધો નથી. તેથી જ્યાં સામાન્ય જનતાને રસીકરણ કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો દ્વારા બીજો ડોઝ ન મળવાને કારણે પ્રથમ અને બીજા તબક્કાની રસીકરણ ઝુંબેશ અટકી પડી છે.

    જંગલના આહલાદક વાતાવરણની વચ્ચે સાસણ ગીર એક નવા જ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભર્યુ

    જોકે, રસીકરણની નોંધણીની ટેકનિકલ સમસ્યાઓના કારણે બીજો ડોઝ લીધા પછી પણ લેવામાં ન આવ્યો હોવાનું જોવા મળે છે. તેવું પાલિકાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું. શરૂઆતમાં, BMC કર્મચારીઓનું રસીકરણ તેમના ઓળખ કાર્ડના આધારે નોંધવામાં આવતું હતું, ત્યારબાદ નોંધણી આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી તેથી નગરપાલિકાના ઘણા કર્મચારીઓએ બીજો ડોઝ લીધા પછી પણ ડોઝ લીધો ન હોવાનું જોવા મળે છે. પરિણામે આ કર્મચારીઓને હજુ સુધી યુનિવર્સલ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. કસ્તુરબા સહિત અનેક હોસ્પિટલોમાં હવે ખોટા રજીસ્ટ્રેશનને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિણામે, સમય જતાં બીજા ડોઝ લેનારા લોકોની સંખ્યામાં વધારો થશે. જોકે જે કર્મચારીઓને રસી આપવામાં આવી નથી તેમને બીજી રસી લેવા વિનંતી કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

  • અરે વાહ! મહારાષ્ટ્રના આ શહેરમાં હવે પેટ્રોલ પંપ પર પણ મળશે કોવિડની વેક્સિન. જાણો વિગત,

    અરે વાહ! મહારાષ્ટ્રના આ શહેરમાં હવે પેટ્રોલ પંપ પર પણ મળશે કોવિડની વેક્સિન. જાણો વિગત,

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 26 નવેમ્બર  2021    
    શુક્રવાર.

    મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમા આવી છે. કોરોના નિયંત્રણમાં આવવા માટે કોવિડ-19ની વેક્સિનને પણ જવાબદાર માનવામા આવે છે. મુંબઈ મહારાષ્ટ્ર વેક્સિનેશનમાં આગળ છે. જોકે  રાજયના હજી પણ અનેક જિલ્લામાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે, ત્યારે વેક્સિનેશન વધારવા માટે આૌરંગાબાદમાં એક નવો પ્રયોગ અમલમા મૂકવામાં આવ્યો છે, જેમાં હવે ઔરંગાબાદ શહેરના પેટ્રોલ પંપ પર રસીકરણની સુવિધા આપવામાં આવી રહી છે.

    સુરતમાં પ્રાથમિક શાળાઓ શરૂ, કોરોનાકાળમાં શાંત બની ગયેલા વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી રહ્યાનું શિક્ષકોનું તારણ

    થોડા દિવસો પહેલા, સ્થાનિક પ્રશાસને ઔરંગાબાદ જિલ્લામાં રસીકરણની ટકાવારી વધારવા માટે 'નો વેક્સિન, નો પેટ્રોલ' આદેશ જારી કર્યો હતો. તેથી પેટ્રોલ આપવા પહેલા દરેક ગ્રાહકને રસી અપાઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમને પેટ્રોલ આપવામાં આવતું હતું. જેમણે રસી લીધી ન હોય તેને પેટ્રોલ આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે વેક્સિનેશનની સુવિધા સીધી પેટ્રોલ પંપ પર જ ઉપલબ્ધ કરી આપવામા આવી છે. પેટ્રોલ પંપો પર આવનારા નાગરિકોને તેનો ફાયદો થઈ રહ્યો છે.ઔરંગાબાદ પેટ્રોલ પંપ એસોસિએશન અને ઔરંગાબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારથી શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગ્રાહકોને પેટ્રોલની રસી આપવામાં આવી નથી તેઓનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવતું હોવાથી લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

  • સિનિયર સિટઝનોને બુસ્ટર ડોઝ અને નાના બાળકોને વેક્સિન કયારે મળશે? મુંબઈ મનપાએ કહી આ વાત. જાણો વિગત

    સિનિયર સિટઝનોને બુસ્ટર ડોઝ અને નાના બાળકોને વેક્સિન કયારે મળશે? મુંબઈ મનપાએ કહી આ વાત. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 25 નવેમ્બર  2021    
    ગુરુવાર.

    મુંબઈમાં 100 લાભાર્થીઓ વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 70 ટકા લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે બુસ્ટર ડોઝ અને બાળકોના વેક્સિનેશનને લઈને મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે. ફક્ત કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોવામાં આવી રહી હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

    કોરોનાને ફેલાતો રોકવા મુંબઈ સહિત દેશભરમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામા આવી હતી. 16 જાન્યુઆરી 2022મા વેક્સિનેશન ઝુંબેશને એક વર્ષ પૂરું થશે. તેથી જેમને જાન્યુઆરીમાં વેક્સિન આપવામાં આવ્યા હતા, તેમને હવે એક વર્ષ પૂરું થશે. આ દરમિયાન લાંબા સમયથી એવું ચર્ચાઈ રહ્યું હતુ કે સિનિયર સિટિઝન અને જેમને આરોગ્યની સમસ્યા હોય એવા લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

     

    મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની મળી ભાળ, અહીં છુપાયેલા છે પરમબીર સિંહ; જાણો વિગતે 

    કેન્દ્ર સરકારે બુસ્ટર ડોઝને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ પાલિકાએ ટાસ્ક ફોર્સ સાથે આ બાબતે ચર્ચા કરી રાખી છે. નાના બાળકોના વેક્સિનને લઈને પણ હજી સુધી સરકારે કોઈ જાહેરાત કરી નથી. નાના બાળકો પર હાલ નાયર હોસ્પિટલમાં ટ્રાયલ ચાલી રહી છે. અત્યાર સુધી 35 બાળકો પર સફળતાપૂર્વક ટ્રાયલ થઈ ચૂકી છે. ફક્ત કેન્દ્ર સરકારની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. સરકારનો આદેશ તેમ જ માર્ગદર્શક સૂચના આવવાની સાથે જ પાલિકા કર્મચારીઓને ટ્રેનિંગ આપશે અને બાળકોને પણ વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે.

  • મુંબઈ પાલિકાની સરાહનીય કામગીરી, શહેરમાં આટલા ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

    મુંબઈ પાલિકાની સરાહનીય કામગીરી, શહેરમાં આટલા ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 25 નવેમ્બર  2021 

    ગુરુવાર

    કોવિડ વેક્સિન લેનારી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધ્યાનું આરોગ્ય ખાતાને જણાયું છે. રેકોર્ડઝ દર્શાવે છે કે નવેમ્બરની શરૃઆત સુધીમાં આવી ૩૨૫૩૭ સ્ત્રીઓએ એકડોઝ લીધો હતો. ડોઝ લેનારી સગર્ભા મહિલાઓની સંખ્યાની છેલ્લામાં છેલ્લી માહિતી એકત્રીત કરવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં તેમની સંખ્યા બે ગણી અર્થાત ૬૮,૯૯૧ થઇ હતી. આ મહિનાની શરૃઆતમાં બંને ડોઝ લીધી હોય તેવી ૧૦૨૬ ગર્ભવતી મહિલાઓ હતી પણ હવે તેમની સંખ્યા ૩૪૭૧ના આંકે પહોંચી છે.મહારાષ્ટ્રની તેની ૪૦ ટકા વસતિનું પૂર્ણપણે કોવિડ રસીકરણ (બંને ડોઝનું) કરવાની ત્યારે મુંબઇ ૭૦ ટકા લોકોને બંને ડોઝ આપવાની કામગીરી પૂરી કરવાની નજીકમાં છે. આ સાથે કોવિડ રસી લીધી હોય તેવી ગર્ભવતી મહિલાઓની સંખ્યા બમણી થયાનું આરોગ્ય ખાતાની માહિતીમાં જણાવાયું હતું. વધુમાં જણાવાયા મુજબ સમગ્ર રાજ્યના ૯૦ લાખથી પણ અધિક લાભાર્થીઓએ તેમનો બીજાે ડોઝ લીધો નથી. આમાંના ૭૫ લાખ લોકો કોવિશિલ્ડનો તો ૧૫ લાખ કોવાક્સિનનો બીજાે ડોઝ ચૂકી ગયા છે. રાજ્યમાં ૧૦.૮ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હતા. આમાંના બે ડોઝ ૩.૬ કરોડ લોકોને તો ૭.૨ કરોડ લાભાર્થીઓને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્‌ યો હતો. ઓક્ટોબરમાં તહેવારોની મોસમ શરૃ થતા બીજાે ડોઝ આપવાની કામગીરી ધીમી પડી હતી. હાલમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતથી આઠ લાખ લોકોને રસી આપવામાં આવે છે. પૂર્ણરૃપ (બંને ડોઝ)ના વેક્સિનેશનમાં ૨૦થી પણ અધિક જિલ્લા રાજ્યની સરેરાશથી પાછળ છે. રાજ્યની ૪૦ ટકા વસતિને બંને ડોઝ અપાયા છે ત્યારે ૧૬ જિલ્લામાં તેમની વસતિના ૩૦ ટકા લોકોનું પૂર્ણરૃપે રસીકરણ કરવામાં આવ્યું છે. આવા જિલ્લામાં સોલાપુર સાવ છેક છેલ્લે છે. આ જિલ્લાના માત્ર ૨૩.૫ ટકા લાભાર્થીઓને જ બે ડોઝ અપાયા છે.

     દિલ્હીમાં સાધુ-સંતોએ આંદોલનની તૈયારી કરી, દિલ્હીમાં ધરણા પર બેસવાની સંત સમાજની ચીમકી