શુ તમારો રેલ્વે પાસ લોકડાઉન દરમ્યાન એક્સપાયર થઈ ગયો છે? સાચવી રાખજો, વેલીડિટી વર્ષના અંત સુધી વધી શકે છે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 જુન 2020

જો તમારા રેલવે પાસ લોકડાઉન દરમ્યાન મુસાફરી કરવા માટે વેલીડ હતો અને લોકડાઉન ને કારણે તમે મુસાફરી ના કરી શક્યા તો વાંધો નહીં લોકલ રેલ્વે તમારા પાસની મુદત આગામી દિવસો સુધી વધારી આપશે..

 એક વરિષ્ઠ રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, રેલ્વે બોર્ડે ભારતીય રેલ્વેના (સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ) સોફ્ટવેર ને અપડેટ કરી તમામ સીઝનની ટિકિટોની વેલીડિટી વધારી આપવાની સૂચના આપી છે.

સીઆરઆઈએસના અધિકારીએ જણાવ્યું હતું કે "અમે અમારી સિસ્ટમમાં પરિવર્તન લાવી રહ્યા છીએ, જેથી મુસાફરો જ્યારે પણ આવશે ત્યારે તેમના પાસ લંબાવાશે (ન વપરાયેલ દિવસો માટે) પરંતુ કોના પાસ લંબાવાશે અને કોના નહીં તે નક્કી કરવાનું કામ રેલ્વેનું છે".

હાલ ખાસ લોકલ ટ્રેન ચલાવવા માં આવી રહી છે જેમાં જીવન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા મુસાફરને જ  અધિકૃતતા આપવામાં આવી છે. જ્યારે બધી સેવાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે ત્યારે આ પાસ એક્સટેન્શન કરી આપવામાં આવશે "  એમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જેમકે 

1 જાન્યુઆરી,1 ફેબ્રુઆરી, 1માર્ચ 2020 નો પાસ તમે અનુક્રમે 15 સપ્ટેમ્બર, 15 ઓક્ટોબર, 15 નવેમ્બર 2020 સુધી વાપરી શકશો….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More