Mundra Port Postage Stamp: મુન્દ્રા પોર્ટના 25 વર્ષની ઉજવણી, વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે વિકાસયાત્રાના પ્રતીકરૂપે આ ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ.

CM Bhupendra Patel unveils commemorative postage stamp to mark 25 years of Mundra Port's development journey
CM Bhupendra Patel unveils commemorative postage stamp to mark 25 years of Mundra Port's development journey

 News Continuous Bureau | Mumbai

Mundra Port Postage Stamp: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાના 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું.   

દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસે ઇન્ડિયા પોસ્ટ દ્વારા આ સ્મારક ટપાલ ટિકિટ ( Postage Stamp ) જારી કરવામાં આવી છે. 

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી આ સ્મારક સ્ટેમ્પનું ( World Post Day ) શીર્ષક ” પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” છે અને 12 સ્ટેમ્પ ધરાવતી સ્ટેમ્પની શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. હૈદરાબાદના સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. એટલું જ નહિ, સ્ટેમ્પ શીટની નકલ નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.

આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ( India Post ) ઈ-પોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આ મુન્દ્રા પોર્ટ સ્મારક સ્ટેમ્પ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ દ્વારા વિશેષ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ રજૂ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Ratan Tata bollywood: ઓટો થી લઈને સ્ટીલ સુધીના વ્યવસાય સાથે સંકળાયેલા ટાટા ગ્રુપ એ બોલિવૂડ ફિલ્મમાં પણ કર્યું હતું નિર્માણ, આ હતી રતન ટાટા ની પહેલી અને છેલ્લી ફિલ્મ

કચ્છ અખાતના ઉત્તર કિનારે આવેલું મુન્દ્રા ( Mundra Port ) મહત્વનું પોર્ટ છે. આ પોર્ટ પર ગુજરાત મેરિટાઈ બોર્ડ દ્વારા 1994માં કેપ્ટિવ જેટી તરીકે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આ પોર્ટનો વિકાસ થયો છે, એટલું જ નહિ, 2001થી મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક સેઝ (MPSEZ) કાર્યરત છે. 

આ વિશેષ સ્મારક ટપાલ ટિકિટ ( Commemorative postage stamp ) વિમોચન વેળાએ ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મનોજકુમાર દાસ તેમજ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી અને ઈન્ડિયા પોસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!