Petrol Diesel CNG Price Hike। પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNG પણ થયું મોંઘુ, ૧૦ દિવસમાં ત્રીજી વખત ઝીંકાયો મોટો ભાવવધારો

Petrol Diesel CNG Price Hike।  પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNG પણ થયું મોંઘુ, ૧૦ દિવસમાં ત્રીજી વખત ઝીંકાયો મોટો ભાવવધારો
Petrol Diesel CNG Price Hike। પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNG પણ થયું મોંઘુ, ૧૦ દિવસમાં ત્રીજી વખત ઝીંકાયો મોટો ભાવવધારો

 

News Continuous Bureau | Mumbai

Petrol Diesel CNG Price Hike। મધ્યપૂર્વના (મિડલઈસ્ટ) દેશોમાં ચાલી રહેલા ભૌગોલિકરાજકીય તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકો પર જોવા મળી રહી છે. દેશમાં આમ જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. શનિવારે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવાની સાથેસાથે સીએનજી (CNG) વાહનચાલકોને પણ મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલમાં ૮૭ પૈસા પ્રતિ લીટર, ડીઝલમાં ૧ ઓગસ્ટ ૯૧ પૈસા પ્રતિ લીટર અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પરિવહન ખર્ચ વધવાની આશંકા સેવાઈ રહી છે.

મે મહિનામાં અત્યાર સુધીમાં ઇંધણના ભાવમાં ૫ નો વધારો ઝીંકાયો

સામાન્ય નાગરિકો માટે ચિંતાની વાત એ છે કે, છેલ્લા ૧૦ દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. આ પૂર્વે ગત ૧૫ મેના રોજ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ત્રણેયની કિંમતોમાં એકસાથે ૩-૩ રૂપિયાનો મોટો વધારો કરાયો હતો. ત્યારબાદ ૧૯ મેના રોજ ફરી પેટ્રોલ ૮૭ પૈસા અને ડીઝલ ૯૧ પૈસા મોંઘું થયું હતું. ચાલુ મે મહિનાની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં આશરે ૫ રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાઈ ચૂક્યો છે, જ્યારે સીએનજીમાં આ મહિનાનો આ બીજો મોટો ભાવવધારો છે.

મુંબઈમાં પેટ્રોલ ₹૧૦૮.૪૯ અને કોલકાતામાં ₹૧૧૦ ને પાર, વાહનચાલકો પરેશાન

આ નવીનતમ ભાવવધારા બાદ દેશના ચારેય પ્રમુખ મેટ્રો સિટીઝમાં ઈંધણના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૧૦૮.૪૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ ૯૫.૦૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. આ ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ ૧૧૦.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૭.૦૨ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલ ૧૦૫.૩૧ રૂપિયા અને ડીઝલ ૯૬.૯૮ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. દિલ્હીમાં સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લાખો મધ્યમવર્ગીય પરિવારો અને ઓટો-ટેક્સી ચાલકો આ આકસ્મિક ભાવવધારાથી ભારે ચિંતામાં મુકાયા છે.

રાજસ્થાનના જયપુરમાં પણ પેટ્રોલનો પારો ૧૦૯ રૂપિયાની ઉપર ગયો

મેટ્રો શહેરો સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ ગંભીર બની છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં નવીનતમ વધારા બાદ પેટ્રોલ ૧૦૯.૭૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમત ૯૫.૩ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની સપ્લાયમાં ઉભા થયેલા અવરોધો અને ભૌગોલિક-રાજકીય તણાવને (જિયોપોલિટિકલ ક્રાઈસિસ) કારણે આગામી દિવસોમાં પણ તેલના ભાવ હજુ વધી શકે તેવી આશંકા ટ્રેડ એક્સપર્ટ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ભાડા અને મોંઘવારી પર પડશે.

👉 આ સમાચાર વાચો:
US Foreign Minister India Visit| ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી કોલકાતામાં, જાણો પીએમ મોદી સાથે મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!