FASTag Update: 1 ઓગસ્ટથી લાગૂ થશે ફાસ્ટેગને લગતા આ નવા નિયમો, શું થશે ફેરફાર.. જાણો વિગતે..

FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..
FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..

News Continuous Bureau | Mumbai 

FASTag Update: જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટથી કેટલાક નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંનો એક ફેરફાર FASTag સંબંધિત છે. જો તમે કાર ચલાવો છો તો તમને ફાસ્ટેગ વિશે ખબર જ હશે.  પરંતુ NPCIએ ફાસ્ટેગને લઈને કેટલીક  નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આ નિયમો પહેલાથી જ અમલમાં છે, પરંતુ ઓક્ટોબરમાં ફાસ્ટેગના કેવાયસી અંગેનો નિયમ નવો છે અને 1 ઓગસ્ટથી તેનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ ટોલ ટેક્સ   પર વાહનોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ટોલ ટેક્સ ( Toll Tax ) પર ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં આવે છે, પરંતુ કેટલાક નિયમો છે, જે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહ્યા છે, જે તમારે જાણવા જોઈએ. 

NPCIની માર્ગદર્શિકા અનુસાર, ફાસ્ટેગ સેવાઓ આપતી કંપનીઓ પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. 31મી ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જૂના તમામ ફાસ્ટેગનું KYC કરાવવું હવે જરૂરી રહેશે. નવીનતમ અપડેટ એ છે કે કંપનીઓએ 1 ઓગસ્ટથી આ માટે KYC ( FASTag  KYC  )  માટેની પ્રક્રિયા શરૂ કરવાના છે. 

FASTag Update: હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે…

હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે. આ દરમિયાન કંપનીઓએ 3-5 વર્ષ જૂના ફાસ્ટેગ માટે KYC કરાવવું પડશે. આ કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. તો ફાસ્ટેગ ધરાવતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેમણે KYC નથી કરાવ્યું તેઓ 1લી ઓગસ્ટથી આ કાર્ય કરી શકશે. 

આ સમાચાર પણ વાંચો : RSS Dharavi: ધારાવીમાં RSS કાર્યકર અરવિંદ વૈશ્યની હત્યા, અંતિમયાત્રા પર પથ્થરમારો થતાં ધારાવીમાં તંગદીલીનું વાતાવરણ.. જાણો વિગતે.

આ નિયમો 1 ઓગસ્ટથી લાગુ થઈ રહ્યા છે

  • -5 વર્ષ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે
  • -3 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી કરવું પડશે
  • -વાહન રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબરને ફાસ્ટેગ સાથે લિંક કરવું પડશે
  • -નવું વાહન ખરીદ્યા પછી 90 દિવસની અંદર નંબર અપડેટ કરવી રહેશે
  • -ફાસ્ટેગ પૂરી પાડતી કંપનીઓના ડેટાબેઝની ચકાસણી કરી રહી છે.
  • -કારની બાજુ અને આગળનો સ્પષ્ટ ફોટો અપલોડ કરવો રહેશે
  • – ફાસ્ટેગ મોબાઈલ નંબર સાથે લિંક કરવું રહેશે
  • -31મી ઑક્ટોબર 2024 સુધીમાં KYC ધોરણો પૂરા કરવા

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!