Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો

Gold and Silver Prices Skyrocket Amid Middle East Tensions: 24K Gold Hits ₹1,58,240; Silver Touches ₹2.5 Lakh Mark
Gold and Silver Prices Skyrocket Amid Middle East Tensions: 24K Gold Hits ₹1,58,240; Silver Touches ₹2.5 Lakh Mark

News Continuous Bureau | Mumbai

Gold and Silver Prices Skyrocket Amid Iran-US War પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે માત્ર રાજકીય અસ્થિરતા જ નથી આવી, પરંતુ આર્થિક જગતમાં પણ હાહાકાર મચી ગયો છે. 4 માર્ચ, 2026 ના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. વિશ્વભરમાં યુદ્ધના વાદળો અને અશાંતિના વાતાવરણને કારણે રોકાણકારો હવે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે સોના તરફ વળ્યા છે, જેના કારણે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં કિંમતો સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.

સોનાના ભાવમાં મોટો ભડકો

આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1.1 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,63,510 રૂપિયા થઈ ગયો છે. એટલે કે માત્ર એક ગ્રામ સોનું ખરીદવા માટે હવે તમારે 16,351 રૂપિયા ચૂકવવા પડશે. એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 89.47 ટકાનો તોતિંગ વધારો થયો છે. યુદ્ધની સ્થિતિ જો વધુ વણસશે તો આગામી દિવસોમાં સોનું હજુ પણ મોંઘું થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ચાંદીની કિંમતોએ પણ તોડ્યા તમામ રેકોર્ડ

ચાંદીના ભાવમાં પણ સોનાની જેમ જ તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ હવે 2,67,690 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ચાંદીમાં રોકાણ કરનારાઓને છેલ્લા એક વર્ષમાં 177.95 ટકા જેટલું જંગી વળતર મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીનું પ્રતિબિંબ ભારતીય બજાર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે એક ગ્રામ ચાંદીની કિંમત 268 રૂપિયા અને 100 ગ્રામ ચાંદીની કિંમત 26,769 રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો : Trump Iran War Cost: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો આંધળો ખર્ચ, તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર? જુઓ વિગતવાર અહેવાલ

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ

વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, યુએસ કોમેક્સ એક્સચેન્જ પર સોનાનો ભાવ પ્રતિ ઓંસ 5174.90 ડોલર પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઓંસ 84.52 ડોલર છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ સોનું અને ચાંદી મજબૂત સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થવાની કોઈ આશા નથી. સામાન્ય લોકો માટે હવે સોનું ખરીદવું એ એક મોટું સપનું બની ગયું છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!