Gold Silver Import Duty Hike। કેન્દ્ર સરકારની ‘ગોલ્ડ સ્ટ્રાઈક’! ઈમ્પોર્ટ ડ્યુટી ૧૫% કરી, સોનાચાંદીના ભાવમાં ભડકો થવાના સંકેત; અત્યારે જ જાણી લો નવા નિયમો

Gold Silver Import Duty Hike। કેન્દ્ર સરકારની ‘ગોલ્ડ સ્ટ્રાઈક’! ઈમ્પોર્ટ ડ્યુટી ૧૫% કરી, સોનાચાંદીના ભાવમાં ભડકો થવાના સંકેત; અત્યારે જ જાણી લો નવા નિયમો
Gold Silver Import Duty Hike। કેન્દ્ર સરકારની ‘ગોલ્ડ સ્ટ્રાઈક’! ઈમ્પોર્ટ ડ્યુટી ૧૫% કરી, સોનાચાંદીના ભાવમાં ભડકો થવાના સંકેત; અત્યારે જ જાણી લો નવા નિયમો

 

News Continuous Bureau | Mumbai

Gold Silver Import Duty Hike। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કરેલી અપીલ બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટી (આયાત શુલ્ક) માં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી હવે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

આયાત શુલ્કમાં ૯ ટકાનો સીધો વધારો

અત્યાર સુધી સોના અને ચાંદી પર આયાત શુલ્ક ૬ ટકા હતો, જેને સરકારે વધારીને હવે ૧૫ ટકા કરી દીધો છે. આ અંગેના સત્તાવાર આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. આ આકરા પગલા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ્ય સોનાની આયાત ઘટાડવાનો અને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પર વધી રહેલા દબાણને ઓછું કરવાનો છે. આ ડ્યુટી વધારાથી આયાત મોંઘી થશે, જેની સીધી અસર સ્થાનિક રિટેલ ભાવ પર પડશે.

પીએમ મોદીની અપીલ બાદ સરકારનું આકરૂં પગલું

પીએમ મોદીએ તાજેતરમાં જ ૨૪ કલાકની અંદર બે વાર દેશવાસીઓને વિનંતી કરી હતી કે દેશના અર્થતંત્રના હિતમાં એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ. આ અપીલના તુરંત બાદ સરકારે ટેક્સ માળખામાં ફેરફાર કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકાર બિનજરૂરી આયાત રોકવા માટે મક્કમ છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવ અને શેરબજારની અસ્થિરતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અર્થતંત્ર અને રૂપિયા પર શું થશે અસર?

ભારત વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકારોમાંનો એક દેશ છે. સોનાની વધુ પડતી આયાતને કારણે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આયાત શુલ્કમાં વધારો થવાથી સોનાની માંગમાં ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશના ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) ઘટાડવામાં મદદ મળશે. જોકે, આ નિર્ણયથી જ્વેલરી ઉદ્યોગમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!