PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?

PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?

 

News Continuous Bureau | Mumbai

PM Modi Gold Purchase Appeal। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી લગ્નપ્રસંગો માટે સોનાની ખરીદી (Gold Purchase) ટાળવાની અને પેટ્રોલડીઝલનો વપરાશ ઘટાડવાની કરેલી અપીલ બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. પીએમની આ જાહેરાતથી ખાસ કરીને જ્વેલરી ઉદ્યોગના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) એ આશંકા વ્યક્ત કરી છે કે જો સોનાની માંગમાં આ પ્રકારે ઘટાડો થશે તો આ ઉદ્યોગ સાથે જોડાયેલા ૧ કરોડથી વધુ લોકોના રોજગાર પર સીધી અસર પડી શકે છે.

જ્વેલરી ઉદ્યોગની ઉથલપાથલ અને આર્થિક નુકસાન

GJC ના જણાવ્યા અનુસાર, દેશમાં જ્વેલરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા છે. પીએમ મોદીની અપીલ બાદ આ ઉલાઢાલમાં સીધો ૩૦ ટકા એટલે કે આશરે ૩ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ માને છે કે સોનાની ખરીદી એ ભારતીય સંસ્કૃતિ અને લગ્નોનો અભિન્ન ભાગ છે, અને તેના પરનો પ્રતિબંધ કે આવી અપીલ લાખો પરિવારોની આજીવિકા છીનવી શકે છે. આ મુદ્દે આજે જ્વેલરી એસોસિએશનના પદાધિકારીઓ વડાપ્રધાન કાર્યાલય (PMO) ના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની ચિંતા રજૂ કરશે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ

પીએમ મોદીની આ અપીલ પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક પરિસ્થિતિ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં તણાવ યથાવત છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની (Crude Oil) કિંમતોમાં ૩.૩૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જેનાથી તેલ ૧૦૪ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ભારત તેલ, ગેસ અને સોનાની આયાત ડોલરમાં કરે છે, જેના કારણે વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પર ભારે દબાણ આવી રહ્યું છે.

પીએમ મોદી દ્વારા આપવામાં આવેલો સાવચેતીનો મંત્ર

વડાપ્રધાને દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટે સાત મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. જેમાં સોનાની ખરીદી ટાળવી, પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ, વર્ક ફ્રોમ હોમને (WFH) પ્રાથમિકતા, વિદેશ પ્રવાસ ટાળવો અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવાનો સમાવેશ થાય છે. આ આર્થિક મંત્રનો હેતુ ડોલરની બચત કરવાનો અને રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવાનો છે. સરકારના આ પગલાંને ભવિષ્યના સંભવિત આર્થિક આંચકાઓ સામે રક્ષણ મેળવવા માટેના ‘સાવચેતીના ઉપાય’ તરીકે જોવામાં આવી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Heatwave Alert। આકરી ગરમી અને હીટવેવની આગાહી, બપોરે ૧૨ થી ૪ લૂ લાગવાનું જોખમ! હવામાન વિભાગે જાહેર કરી કડક માર્ગદર્શિકા

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!