Government revises SAED| તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં ડીઝલએટીએફ પર એક્સપોર્ટ ડ્યુટીમાં મોટો કાપ, પેટ્રોલે વધાર્યું ટેન્શન; જાણી લો સરકારના આ ‘માસ્ટરપ્લાન’ પાછળનું અસલી કારણ

Government revises SAED Export duty on Diesel and ATF cut, Petrol brought under tax net for the first time
Government revises SAED Export duty on Diesel and ATF cut, Petrol brought under tax net for the first time

 

News Continuous Bureau | Mumbai

Government revises SAED| મિડલ ઈસ્ટ સંકટ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ચાલી રહેલી ભારે વધઘટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF વિમાન ઇંધણ) ની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ના દરોમાં મોટો ફેરફાર કર્યો છે. ૧૫ મે ૨૦૨૬ ના રોજ આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ નવા દરો ૧૬ મે ૨૦૨૬ એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે.

શું છે નિકાસ વેરાના નવા દરો?

નવા જાહેરનામા અનુસાર, હવેથી પેટ્રોલની નિકાસ પર ૩ પ્રતિ લીટર SAED લાગશે. જ્યારે ડીઝલ પર આ દર ઘટાડીને ૧૬.૫ પ્રતિ લીટર અને ATF એટલે કે વિમાન ઇંધણ પર ૧૬ પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આ ત્રણેય કિસ્સાઓમાં રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) શૂન્ય રાખવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર નિકાસ (Export) થતા ઇંધણ પર જ લાગુ હોવાથી ભારતના ઘરેલું બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર આની કોઈ અસર થશે નહીં.

પેટ્રોલ પર ઇતિહાસમાં પહેલીવાર લાગ્યો ટેક્સ

આ વખતના રિવિઝનનું સૌથી મોટું અને આશ્ચર્યજનક પાસું એ છે કે પેટ્રોલમાં પહેલીવાર નિકાસ વેરો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી પેટ્રોલની નિકાસ પર કોઈ પણ પ્રકારની ડ્યુટી લાગતી નહોતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ થોડા નરમ પડ્યા હોવા છતાં રિફાઈનરીઓ માટે પેટ્રોલની નિકાસ હજુ પણ ખૂબ નફાકારક સોદો સાબિત થઈ રહી છે. આથી દેશમાં પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે પેટ્રોલ પર પહેલીવાર ૩ પ્રતિ લીટર SAED લગાવવાનો નિર્ણય કર્યો છે.

ક્રૂડ ઓઈલ $120 ને પાર થતાં લેવાયો હતો નિર્ણય

નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $120 ને પાર થઈ ગયા હતા. તે સમયે સરકારે સ્થાનિક સપ્લાય સુરક્ષિત કરવા માટે ડીઝલ પર SAED વધારીને ૫૫.૫ અને ATF પર ૪૨ પ્રતિ લીટર કરી દીધી હતી. ત્યારબાદ ૧ મેના રોજ કિંમતો થોડી ઘટતાં આ દરો અનુક્રમે ૨૩ અને ૩૩ કરાયા હતા, જેમાં આજે ૧૬ મેથી ફરી મોટો ઘટાડો કરીને ડીઝલ પર ૧૬.૫ અને ATF પર ૧૬ કરી દેવાયા છે.

શું છે આ SAED ટેક્સ અને તે કેવી રીતે કામ કરે છે?

સરકાર દ્વારા આ ટેક્સ દર દર પખવાડિયે (દર બે અઠવાડિયે) વૈશ્વિક બજારમાં કાચા તેલ અને ઇંધણની સરેરાશ કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે વૈશ્વિક કિંમતો વધે છે, ત્યારે ભારતીય રિફાઇનરીઓ દેશમાં ઇંધણ વેચવાને બદલે વધુ નફા માટે વિદેશમાં નિકાસ કરવા લાગે છે. આનાથી ભારતમાં ઇંધણની અછત સર્જાઈ શકે છે. SAED ટેક્સ નિકાસને મોંઘી બનાવીને આ પ્રક્રિયાને રોકે છે. આ વ્યવસ્થા ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે દેશની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં જ પીએમ મોદીએ પણ વિદેશ પ્રવાસ પર કોઈ નવો ટેક્સ નહીં લાગે તેવી સ્પષ્ટતા કરી હતી, તેવા સમયે ઉર્જા ક્ષેત્રે સરકારનો આ નવો આર્થિક નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
PM Modi Tweet On Foreign Travel Tax। શું વિદેશ જવા પર સરકારે નવો ટેક્સ લગાવ્યો છે? સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ સામે આવીને કહી દીધી આ મોટી વાત

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!