Stock Market Crash:શેરબજાર અપડેટ: યુદ્ધના ભણકારા વચ્ચે સેન્સેક્સમાં મોટી ઉથલપાથલ, 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી ગ્રીન ઝોનમાં પહોંચ્યું માર્કેટ.

Stock Market Crash: Sensex Plunges 800 Points on Trump’s Iran Threat; Recovery Seen After Initial Jolt
Stock Market Crash: Sensex Plunges 800 Points on Trump’s Iran Threat; Recovery Seen After Initial Jolt

News Continuous Bureau | Mumbai

Stock Market Crash:ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપતા જ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. મંગળવારે ટ્રેડિંગની શરૂઆતમાં જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ગગડીને 73,282 ના સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ તૂટીને 22,919 પર આવી ગયો હતો. યુદ્ધના ભયને કારણે રોકાણકારોએ શરૂઆતમાં સાવચેતીનું વલણ અપનાવીને મોટા પાયે વેચવાલી કરી હતી.

શરૂઆતી કડાકા બાદ બજારમાં ‘યુ-ટર્ન’

શેરબજારમાં શરૂઆતી અડધા કલાકમાં જબરી અફરાતફરી મચી હતી. જોકે, નીચલા સ્તરેથી ખરીદી નીકળતા સેન્સેક્સની 800 પોઈન્ટની આસપાસની ગિરાવટ ઘટીને 350 પોઈન્ટ પર આવી ગઈ હતી. બજારમાં આવેલી આ અચાનક રિકવરીએ ફરી એકવાર ટ્રેડર્સને હેરાન કરી દીધા છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જેની અસર ભારતીય સેન્ટિમેન્ટ પર પડી હતી.

આ સમાચાર પણ વાંચો : Iran Crisis: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે બીમાર, હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની આશંકા.

આ શેરોમાં જોવા મળ્યો સૌથી વધુ ઘટાડો

બજારમાં મંગળવારે લાર્જકેપ કેટેગરીના લગભગ તમામ 30 શેરો લાલ નિશાનમાં ખુલ્યા હતા. સૌથી વધુ નુકસાન ઉઠાવનારા શેરોમાં IndiGo (2.20%), Eternal (2%), અને M&M (1.80%) નો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીની કંપની Reliance ના શેરમાં પણ 1 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ટાટા કન્ઝ્યુમર, આઈશર મોટર્સ અને મેક્સ હેલ્થકેરના શેરોમાં પણ કડાકો બોલાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી હતી.

શું છે બજારમાં ગભરાટનું કારણ?

બજારના નિષ્ણાતોના મતે, ટ્રમ્પની ‘એક જ રાતમાં ઈરાનને તબાહ કરવાની’ ધમકીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જે મોંઘવારીમાં વધારો કરી શકે છે. જોકે, બજારમાં આવેલી રિકવરી સૂચવે છે કે રોકાણકારો અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ ની સ્થિતિમાં છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!