Stock Market: ભારતીય શેરબજારમાં આવી જબદસ્ત તેજી…. આ દેશને પાછળ છોડીને ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

Such a strong boom in the Indian stock market... India has become the fourth largest stock market in the world,
Such a strong boom in the Indian stock market... India has become the fourth largest stock market in the world,

News Continuous Bureau | Mumbai

Stock Market: ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા  ( Indian Economy ) બની ગઈ છે, ત્યારે સ્થાનિક શેરબજાર પણ પાછળ નથી. તાજેતરમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે અને આ તેજીના કારણે ભારતીય બજાર હવે વિશ્વના મોટા શેરબજારોની હરોળમાં આગળ વધી રહ્યું છે. ભારતીય શેરબજારે ફરી એકવાર વૈશ્વિક શેરબજારમાં તેની સ્થિતિ મજબૂત કરી છે અને હોંગકોંગ ( Hong Kong ) શેરબજારને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ ( Equity market ) બની ગયું છે. 

આમ, ભારતીય શેરબજાર ( Indian Stock Market )  હવે યુએસ, ચીન અને જાપાન પછી વૈશ્વિક બજારોમાં માર્કેટ કેપની ( market cap ) દ્રષ્ટિએ  ચોથા ક્રમે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય બજારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી છે અને ટૂંકા ગાળામાં નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

મિડીયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક રીતે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે હોંગકોંગ શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 29 ટ્રિલિયન ડોલરે પહોચ્યું છે. એટલે કે બંને શેરબજાર વચ્ચે બહુ ફરક નથી. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા વર્ષે 5 ડિસેમ્બરે પ્રથમ વખત રૂ. 4 ટ્રિલિયનના આંકને વટાવી ગયું હતું. સતત વધતા છૂટક રોકાણકારોનો આધાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII), મજબૂત કોર્પોરેટ કમાણી અને મજબૂત રોકાણને કારણે ભારતીય શેરબજારમાં હાલ તેજી આવી છે.

છેલ્લા ચાર વર્ષમાં સ્થાનિક બજારમાં બે ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે.

એક અહેવાલ મુજબ, ગયા વર્ષે ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરમાં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળતા રોકાણકારોને ઘણો ફાયદો થયો હતો. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં સ્થાનિક બજારમાં બે ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને આર્થિક સુધારાઓએ પણ દેશને વિશ્વભરના રોકાણકારોનો પ્રિય બનાવ્યો છે. હાલમાં યુએસ માર્કેટ 50.86 ટ્રિલિયન ડોલરના મૂલ્ય સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. તે પછી 8.44 ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા સ્થાને અને 6.36 ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા સ્થાને છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના દર્શનથી લઈને રોકાવવાની વ્યવસ્થા કેવી રહેશે તે બાબતે ઉઠી રહ્યા છે મનમાં પ્રશ્નો.. તો જાણો અહીં તમામના જવાબો..

યુએસ: $50.68 ટ્રિલિયન

ચીન: $8.44 ટ્રિલિયન

જાપાન: $6.36 ટ્રિલિયન

ભારત: $4.33 ટ્રિલિયન

હોંગકોંગ: $4.29 ટ્રિલિયન

અહેવાલમાં વધુ જણાવતા, ભારતીય શેરોએ ગયા વર્ષે ઘણી વૃદ્ધિ નોંધાવી છે અને નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને ભારતીય બજારને વેગ મળશે. રોકાણકારો 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે. જો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણી જીતે તો દેશની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળવાની શક્યતા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!