News Continuous Bureau | Mumbai
Bhuj Railway Station: પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.
જનરલ મેનેજર શ્રી મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Veer Bal Diwas: પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને રિડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી હતી.
આ દરમિયાન જનરલ મેનેજર ની સાથે એઆરએમ ગાંધીધામ, શ્રી આશિષ ધાનિયા સહિત અન્ય રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.