Natural Farming: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર અગ્રેસર, અમદાવાદ ખાતે રાજ્યપાલે કરી મિલેટ ફૂડ સ્ટોલ્સ અને પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલ્સની મુલાકાત

Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming
Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming

News Continuous Bureau | Mumbai

  • અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
  • સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી-નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે
  • ખેડૂત પ્રાકૃતિક અને મિલેટની ખેતી કરે અને શહેરી તંત્ર માર્કેટની વ્યવસ્થા ઉભી કરે તો પોષક આહારને જનજન સુધી પહોંચાડી શકાય
  • જાડાધનની ખેતી કરતા ખેડૂતોએ ભારતની ધાન્ય ખેતપરંપરાને જાળવી રાખી

Natural Farming: રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે. પ્રાકૃતિક ખેત પેદાશો અને જાડાધનનો આહારમાં ઉપયોગ સહુએ વધુમાં વધુ કરવો જોઈએ. સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી- નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ છે.

Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming
Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ પણ સાથે સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. રાજપાલશ્રીએ રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના સમાપન પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. ખેડૂત, જમીન અને ઉપભોક્તા; ત્રણેયના સુસ્વાસ્થ્ય માટે મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેઓ સક્રિય છે. તેમણે ઉમેર્યું કે, શહેરના લોકો મિલેટની ઉપયોગીતા સમજે તે જરૂરી છે. ખેડૂત પ્રાકૃતિક અને મિલેટની ખેતી કરે અને શહેરી તંત્ર માર્કેટની વ્યવસ્થા ઉભી કરે તો પોષક આહારને જનજન સુધી પહોંચાડી શકાય. પાણી અને પર્યાવરણ બંનેની બચત શ્રીઅન્નની ખેતીથી થાય છે.

Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming

આ સમાચાર પણ વાંચો: Draupadi Murmu MahaKumbh Visit : મહાકુંભની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી..

Natural Farming: રાજ્યપાલશ્રીએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક અહેવાલનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ચોખા અને ઘઉંની ઘણી જાતોમાં પોષક તત્વોની ઉણપ ૪૫% સુધી જોવા મળી છે. હાઇબ્રીડ બીજ, યુરિયા ખાતર અને ડીએપીનો વપરાશ આ ઉણપ પાછળ કારણભૂત છે. આવા અનાજમાં કેન્સર પ્રેરતા તત્વો હોય છે. આવા ધાન્યો પેટ ભરે છે પણ પોષણ આપતા નથી, તેમ તેમણે ઉમેર્યું હતું. રાસાયણિક ખાતરથી ઉગાડવામાં આવતા અનાજથી માનવ શરીરને થતા નુકસાન સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, અનાજની ગુણવત્તા ઉતરોતર ઘટી રહી છે. શરીરને બળવાન બનાવવા અને રોગ સામે લડવા માટે તૈયાર કરતા પોષક તત્વોવાળો દૈનિક આહાર જરૂરી છે. 

Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મિલેટ-જાડાધનની ખેતી કરતા ખેડૂતોએ ભારતની ધાન્ય ખેતપરંપરાને જાળવી રાખી છે. રાજ્યમાં મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે તેની પાછળ રાજ્ય સરકારના સઘન પ્રયાસો રહેલા છે, તેવો સ્પષ્ટ મત રાજપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો. મિનિટ મહોત્સવની પ્રશંસા કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સ્વાદની સાથે પોષણ પૂરું પાડવાની જહેમત મિલેટ મહોત્સવના ફૂડ સ્ટોલ્સ ધારકોએ ઉઠાવી છે. રાજપાલશ્રીએ કૃષિ સખી બહેનોને પ્રાકૃતિક ખેતીને ગ્રાસ રૂટ લેવલ સુધી લઈ જવા માટે અપીલ કરી હતી. તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ વ્યવસ્થાનો ચિતાર પણ આપ્યો હતો.

Natural Farming Gujarat government is taking the lead in expanding the scope of natural farming

આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક સચિવ શ્રીમતી અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

By khushali ladva

Khushali Ladva is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!