News Continuous Bureau | Mumbai
Postal Department : શ્રાવણ માસમાં ( Shravan Month ) શિવ ઉપાસનાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદ મળે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા ( Speed Post Service ) દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણે ઘરે બેસીને ગુજરાતના જૂનાગઢ જિલ્લાના પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ મેળવી શકશે. આ માટે પોસ્ટલ વિભાગે શ્રાવણ મહિનામાં ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે આપી હતી.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શ્રી સોમનાથ ( Somnath Temple ) ટ્રસ્ટે ભક્તોને તેમના ઘરે બેસીને પ્રસાદ આપવા માટે ભારતીય ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત-362268નો સંપર્ક કરી શકે છે. 270 રૂપિયાનો ઈ-મની ઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનો ( Somnath Mandir Prasad ) ઓર્ડર કરી શકે છે. આ ઈ-મની ઓર્ડર ( E-Money Order ) પર “પ્રસાદ માટે બુકિંગ”નો ઉલ્લેખ કરવાનો રહેશે ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને 400 ગ્રામ પ્રસાદનું પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલશે.
આ સમાચાર પણ વાંચો : Budget 2024: રિયલ એસ્ટેટ રોકાણકારોને મોટો ફટકો, હવે પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે, બજેટમાં થયો આ મોટો ફેરફાર.. જાણો વિગતે…
Postal Department : શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરના પ્રસાદમાં સમાવિષ્ટ વસ્તુઓ
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પ્રસાદમાં ( India Post Mandir Prasad ) 200 ગ્રામ ચણાના લોટના લાડુ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સામેલ હશે. આ પ્રસાદ ઝડપથી સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
