Aditya roy kapoor and Ananya pandey: અફેર ના સમાચાર વચ્ચે ડિનર ડેટ પર રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા આદિત્ય રોય કપૂર ને અનન્યા પાંડે, વિડીયો થયો વાયરલ

aditya roy kapoor and ananya panday go on dinner date

News Continuous Bureau | Mumbai 

Aditya roy kapoor and Ananya pandey: બોલિવૂડ ની ગલિયારો માં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. તેના પરથી લોકો એ અનુમાન લગાવ્યું છે કે, બન્ને વચ્ચે અફેર છે. હવે આ અફેરના સમાચારો વચ્ચે, આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તાજેતરમાં ડિનર ડેટ પર જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.આ દરમિયાન અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

 

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે નો વિડીયો 

બોલિવૂડ માં ઘણા સમય થી આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે વચ્ચે ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. આ કપલ ઘણીવાર સાથે ઇવેન્ટ માં જોવા મળ્યા છે. જે તેમની અફેર ની અફવા ને જોર આપે છે. હવે કપલ નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ડિનર ડેટ પર સાથે જોવા મળી રહ્યા છે. આ ડેર ડેટ માટે  અનન્યાએ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો. તેણીએ તેના વાળ ખુલ્લા રાખીને ન્યૂનતમ મેકઅપ કર્યો હતો. બીજી તરફ આદિત્યએ બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું.બન્ને એ બ્લેક કલર ના આઉટફિટ પહેરી ને એકબીજા સાથે ટ્યુનિંગ કર્યું હતું. 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


આ દરમિયાન આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


જોકે હજુ સુધી આદિત્ય રોય કપૂર કે અનન્યા પાંડે એ તેમના સંબધો ની પુષ્ટિ કરી નથી બન્ને એ આ અંગે મૌન સેવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ