Kutch Express: ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા આ ત્રણ એવોર્ડ, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન..

Gujarati film Kutch Express received these three awards in 70th National Film Awards-2024, Gujarat CM Bhupendra Patel congratulated.
Gujarati film Kutch Express received these three awards in 70th National Film Awards-2024, Gujarat CM Bhupendra Patel congratulated.

News Continuous Bureau | Mumbai

Kutch Express: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.

 વિરલ શાહ ( Viral Shah ) દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ ( Mansi Parekh ) દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો ( National Film Awards-2024 ) એવોર્ડ. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.

 ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ ( Gujarati Film ) આધારિત છે. ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ-૨૦૨૪માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

  આ સમાચાર પણ વાંચો :  RINL Garbham Manganese Mine: આરઆઈએનએલના CMD અતુલ ભટ્ટે RINLની આ ખાણની લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો માન્યો આભાર.

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!