245
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જૂન ૨૦૨૧
બુધવાર
બૉલિવુડ સિંગર મિકા સિંહ અને કમાલ આર. ખાન (KRK) વચ્ચે વિવાદ હજુ સુધી ખતમ નથી થયો. હાલમાં જ KRKએ મિકા સિંહના " KRK કુત્તા"ના જવાબમાં પોતાની યુટ્યુબ ચૅનલ ઉપર ગીત લૉન્ચ કર્યું હતું, પરંતુ આ ગીત માટે તેને અને યુટ્યુબ ચૅનલને નુકસાન ભોગવવું પડ્યું છે. યુટ્યુબે એના ગીત પર યુટ્યુબના નિયમોના ઉલ્લંઘન બતાવ્યું છે
ગીતમાં હેરેસમેન્ટ અને બુલીને આધાર બનાવીને KRKના આ ગીતને યુટ્યુબ ના પ્લૅટફૉર્મ પરથી હટાવવામાં આવ્યું છે. એટલું જ નહીં યુટ્યુબે એક અઠવાડિયા સુધી KRK ની ચૅનલને બ્લૉક કરી દીધી છે. KRKએ આ ગીત સોમવારે યુટ્યુબ પર લૉન્ચ કર્યું હતું. ગીતનું ટાઇટલ હતું ‘સુવર’.
યુટ્યુબની આ કાર્યવાહી ઉપર KRKએ વાંધો ઉઠાવ્યો છે અને એના ઉપર પક્ષપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
You Might Be Interested In