Natasa Stankovic Hardik Pandya: છૂટાછેડાના સમાચાર વચ્ચે, નતાશાનાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાની તસ્વીર સાથે કરી ફરી વાપસી..

Natasa Stankovic Hardik Pandya Amid divorce news, Natasha returns to Instagram with a picture of Hardik Pandya.
Natasa Stankovic Hardik Pandya Amid divorce news, Natasha returns to Instagram with a picture of Hardik Pandya.

News Continuous Bureau | Mumbai 

Natasa Stankovic Hardik Pandya: બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ( Divorce rumours )  છેલ્લા કેટલાક સમયથી હાલ ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપલના લગ્નજીવન બરાબર ચાલી રહ્યું ન હતું. જોકે, નતાશા અને હાર્દિકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. નતાશા અને હાર્દિકના મૌનથી આ અટકળોને વધુ વેગ મળ્યો હતો. આ બધાની વચ્ચે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કંઈક એવું પોસ્ટ કર્યું છે જેનાથી ફેન્સ હવે ચોંકી ગયા છે. 

હકીકતમાં, છૂટાછેડાની અફવાઓ વચ્ચે, નતાશાએ હાર્દિક ( Hardik Pandya ) સાથેની તેની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પુનઃસ્થાપિત કરી છે. જેમાં વેલેન્ટાઈન ડે અને તેમના લગ્ન જેવી ખાસ પળોના ફોટા સામેલ છે. તે જ સમયે, કપલની ફરીથી એકસાથે તસવીરો જોઈને ચાહકો હવે રાહત અનુભવી રહ્યા છે. જો કે, નતાશાએ ફોટા ડિલીટ અને રિસ્ટોર ( Photo Restore )   કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Natasa Stankovic Hardik Pandya: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું…

ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું. જ્યારે અભિનેત્રીએ તેના  સોશિયલ મિડીયા પ્રોફાઈલના નામમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી અને તેના લગ્નના ફોટા ( Wedding Photos ) ‘ડિલીટ’ કરી દીધા હતા. દરમિયાન, હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્દિક અને નતાશાના પુત્ર અગસ્ત્ય સાથે રમતા તેની હૃદયસ્પર્શી તસવીર શેર કરી હતી. આ પછી એવી અફવા ફેલાઈ હતી કે નતાશા અને હાર્દિકના લગ્નજીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું અને નતાશા તેના પુત્રને તેના સાળા અને ભાભી સાથે છોડીને ચાલી ગઈ છે. અલગ ( Natasa Stankovic Hardik Pandya Divorce ) થવાની અફવાઓ વચ્ચે, નતાશા સતત ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી રહી હતી. જેના કારણે તેના અને હાર્દિક વચ્ચે છૂટાછેડાની અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો:  UPI Transaction Record: UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, લોકોનો એક મહિનામાં 14 બિલિયનથી વધુ વ્યવહારો કરી રચ્યો ઈતિહાસ, આટલો બિઝનેસ થયો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન, મે 2020માં લોકડાઉન દરમિયાન થયા હતા. લગ્નના માત્ર બે મહિના પછી, દંપતીએ તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું હતું. જે બાદ ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ આ કપલે ફરી ખ્રિસ્તી પદ્ધતિ દ્વારા લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તેમના 3 વર્ષના પુત્રએ પણ તેમના પુનઃલગ્નમાં હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!