રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’માં નારાયણ કાંબલેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેતા વીરા સાથીદારનું કોરોનાને કારણે નિધન થયું છે.
ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને નાગપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વીરા સાથીદાર એક ઉત્તમ અભિનેતા ઉપરાંત લેખક, કવિ, વિચારક, સામાજિક કાર્યકર અને પત્રકાર પણ હતા.
આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.
