Raj Kapoor 100th Birth Anniversary: રાજ કપૂરની 100મી જન્મજયંતિ, PM મોદીએ હિન્દી સિનેમાના શોમેનને શ્રદ્ધાંજલિ આપતા શેર કરી ‘આ’ પોસ્ટ..

PM Modi paid tribute to legendary actor Raj Kapoor on his 100th birth anniversary
PM Modi paid tribute to legendary actor Raj Kapoor on his 100th birth anniversary

News Continuous Bureau | Mumbai 

Raj Kapoor 100th Birth Anniversary: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની નવી પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે.

Raj Kapoor 100th Birth Anniversary: X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ ( Narendra Modi )  લખ્યું:

“આજે આપણે દિગ્ગજ રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવીએ છીએ! જેઓ એક સ્વપ્નદ્રષ્ટા, ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન હતા. તેમની પ્રતિભા ઘણી આગળ વધી અને ભારતીય અને વૈશ્વિક સિનેમા પર અમીટ છાપ છોડી છે.”

“શ્રી રાજ કપૂરનો (  Raj Kapoor ) સિનેમા પ્રત્યેનો જુસ્સો નાની ઉંમરે શરૂ થયો હતો અને તેમણે એક અગ્રણી વાર્તાકાર તરીકે ઉભરી આવવા માટે સખત મહેનત કરી હતી. તેમની ફિલ્મોમાં કલાત્મકતા, લાગણી અને સામાજિક મુદ્દાઓનું મિશ્રણ જોવા મળતું. તેઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરતા હતા.”

આ સમાચાર પણ વાંચો:  CCPA: CCPAએ નિયમોનું પાલન ન કરતી આ 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને ફટકારી નોટિસ, હાલ 13 એકમોની ચાલી રહી છે તપાસ..

“રાજ કપૂરની ફિલ્મોના ( Raj Kapoor Films ) આઇકોનિક પાત્રો અને અવિસ્મરણીય સંગીત વિશ્વભરના પ્રેક્ષકો વચ્ચે ગુંજતું રહે છે. લોકો તેમની રચનાઓની પ્રશંસા કરે છે કે કેવી રીતે તેઓ વિભિન્ન વિષયોને સરળતા અને શ્રેષ્ઠતાની સાથે રજૂ કરતા હતા. તેમની ફિલ્મોનું સંગીત પણ અત્યંત લોકપ્રિય છે.”

“શ્રી રાજ કપૂર માત્ર એક ફિલ્મ નિર્માતા ન હતા પરંતુ તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત હતા જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા. ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. હું ફરી એકવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને સર્જનાત્મક વિશ્વમાં તેમના યોગદાનને યાદ કરું છું.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!