Site icon

ચા કરતા કીટલી ગરમ : સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો. સારાએ આ પગલું લીધું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

સારા અલી ખાન બોલિવૂડની યુવા, પ્રતિભાશાળી અને ઉમદા દિલની એક્ટ્રેસ પૈકી એક છે. તે જ્યાં પણ જાય છે, તે તેના વર્તનથી દરેકનું દિલ જીતી લે છે. હવે સોમવારે સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના ગીત ચકા ચકના  રિલીઝ ઈવેન્ટમાં ગઈ હતી. આ ઈવેન્ટમાં સારાએ સફેદ કુર્તો અને શરારા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં સારાએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જાે કે એક વીડિયો છે જે સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. સારાએ આ વીડિયોમાં જે કર્યું તે જાેઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. ખરેખર જ્યારે સારા ઈવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેના એક બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો હતો. આ જાેઈને સારાને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે માફી માંગી હતી. સારા તેના બોડીગાર્ડને કહે છે, ‘સોરી બોલો પ્લીઝ. તમે કોઈ ધક્કા-મુક્કી ના કરો. તમને આમ કરવાનો કોઈ અધિકાર નથી. વાંધો નહીં.’ આ પછી સારા કેમેરામેનને સોરી કહે છે.

Join Our WhatsApp Community

લગ્ન છે કે પછી એક રુકા હુઆ ફૈસલા? રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા. જાણો વિગતે…

 

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version