News Continuous Bureau | Mumbai
YRKKH Samridhii shukla: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં લીપ આવ્યા બાદ સમૃદ્ધિ શુકલા અક્ષરા ની પુત્રી અભીરા ની ભૂમિકા ભજવી રહી છે. આ સિરિયલ માં લોકો ને અભીરા નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જાણી ને નવાઈ લાગશે કે અભિનેત્રી હોવા ની સાથે સાથે સમૃદ્ધિ એક વોઇસ આર્ટિસ્ટ પણ છે. સમૃદ્ધિ શુક્લાએ પોતાની કારકિર્દી ડબિંગ ક્ષેત્રે શરૂ કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે આલિયા ભટ્ટ ની ફિલ્મ માટે પોતાનો અવાજ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે શાહરુખ ખાન, પુત્ર આર્યન અને અબરામ સાથે કરી રહ્યો છે આ કામ, જુઓ વિડીયો
સમૃદ્ધિ શુકલા એ આપ્યો બ્રહ્માસ્ત્ર ના ઓટીટી વરઝ્ન માં પોતાનો અવાજ
મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં સમૃદ્ધિ એ ખુલાસો કર્યો કે તે એક વોઇસ આર્ટિસ્ટ છે. સમૃદ્ધિ શુક્લાએ જણાવ્યું કે તે હજુ પણ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરે છે અને ઘણા પ્રોજેક્ટ્સમાં પોતાનો અવાજ આપી ચૂકી છે. સમૃદ્ધિ શુક્લાએ જણાવ્યું કે તેણે બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ડિઝની વર્ઝનમાં આલિયા ભટ્ટને પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિવાય સમૃદ્ધિ શુક્લાએ ઘણા મોટા પ્રોજેક્ટ્સ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે. અભિનેત્રીએ ફિલ્મ ‘કિસિંગ બૂથ 2’ના હિન્દી સંસ્કરણ અને ‘ગુંજન સક્સેના’ના અંગ્રેજી સંસ્કરણ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે.
