Bhupendra Patel: 100થી વધારે સુરતના વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા, પરત લાવવા ગુજરાત સરકાર એક્શન મોડમાં..

CM Bhupendra Patel gave instructions to the Chief Secretary Mr. Rajkumar regarding the consultation with the MEA for the safety of young students of Gujarat in Kyrgyzstan
CM Bhupendra Patel gave instructions to the Chief Secretary Mr. Rajkumar regarding the consultation with the MEA for the safety of young students of Gujarat in Kyrgyzstan

News Continuous Bureau | Mumbai 

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ( Gujarat ) ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે.

 કર્ગિસ્તાનમાં ( Kyrgyzstan ) ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત ( Surat
) શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના ( Students ) માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

 મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય ( Ministry of External Affairs ) અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.

 આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.

 કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ( Indian Embassy ) ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો:  Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં કેમિકલ કંપનીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટ, આટલા લોકો જીવતા દાઝ્યા..

 એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

 ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.

 રાજ્ય સરકારે ( Gujarat Government ) ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!