Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ

Middle East War Escalates: Saudi Arabia & UAE Prepare to Join Conflict Against Iran; US Granted Access to King Fahd Air Base
Middle East War Escalates: Saudi Arabia & UAE Prepare to Join Conflict Against Iran; US Granted Access to King Fahd Air Base

News Continuous Bureau | Mumbai

Middle East War Escalates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) એ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં સામેલ થવા માટે મહત્વના પગલાં ભર્યા છે. જો આ દેશો સીધી રીતે યુદ્ધમાં જોડાશે, તો સમગ્ર મધ્ય પૂર્વમાં ભીષણ સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા છે.

 સાઉદીનો યુ-ટર્ન: અમેરિકાને એર બેઝની મંજૂરી

લાંબા સમયથી પોતાના એર બેઝનો ઉપયોગ ઈરાન પર હુમલા માટે ન કરવા દેવાની જીદ રાખનાર સાઉદી અરેબિયાએ હવે નમતું જોખ્યું છે. સાઉદીએ અમેરિકાને તેના મહત્વના ‘કિંગ ફાહદ એર બેઝ’ સુધી પહોંચવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી ઈરાન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી અમેરિકાને ઈરાની લક્ષ્યાંકો પર હુમલો કરવામાં સરળતા રહેશે.

આ સમાચાર પણ વાંચો : LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.

 રાજદ્વારી મોરચે ઈરાન અલગ-થલગ

કૂટનીતિક સ્તરે પણ ઈરાન ઘેરાઈ રહ્યું છે:
સાઉદી અરેબિયા: ઈરાનના સૈન્ય એટેચી અને દૂતાવાસના ૪ કર્મચારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
UAE: ઈરાનની માલિકીની એક હોસ્પિટલ અને ક્લબને બંધ કરી દીધી છે, જે તેહરાન માટે વ્યુહાત્મક રીતે મહત્વના હતા.
બહેરીન: રિપોર્ટ્સ મુજબ, ઈરાન પરના તાજેતરના હુમલામાં બહેરીનથી મિસાઈલો છોડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ટ્રમ્પનો ‘૫-દિવસીય’ વિરામ અને ગુપ્ત મંત્રણા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરના હુમલાઓને ૫ દિવસ માટે મોકૂફ રાખ્યા છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર એક ‘સન્માનિત’ ઈરાની નેતા સાથે મંત્રણા કરી રહ્યા છે. જોકે, ઈરાની સત્તાવાળાઓએ સત્તાવાર રીતે આવી કોઈ વાતચીતનો ઈનકાર કર્યો છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન હવે ‘સમજૂતી કરવા માંગે છે’, પરંતુ મેદાનમાં તણાવ હજુ ઓછો થયો નથી.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!