Droupadi Murmu Armenia: આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું, ‘આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને બનાવશે વધુ મજબૂત’

Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu
Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu

News Continuous Bureau | Mumbai 

Droupadi Murmu Armenia:  આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં આજે (16 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.  

પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા ( Armenia ) વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને યાદ કર્યા હતા.

Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu
Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu

રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu Armenia ) વૈશ્વિક બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચેના ગાઢ સહકારની પણ નોંધ લીધી અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં આર્મેનિયાના સભ્યપદની અને ત્રણેય વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં તેની ભાગીદારીની પ્રશંસા કરી.

રાષ્ટ્રપતિએ વિવિધ વિકાસ ભાગીદારી કાર્યક્રમો દ્વારા આર્મેનિયામાં ( Armenia Parliamentary Delegation ) ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખવાની ભારતની ( India Armenia ) ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણીએ દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવાની અને બંને દેશો વચ્ચે ભૌતિક અને નાણાકીય જોડાણ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu
Parliamentary delegation of Armenia met with the President Droupadi Murmu

આ સમાચાર પણ વાંચો : Suvali Beach Festival 2024: સુરતના સુવાલી દરિયા કિનારે યોજાશે ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’, કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ તારીખ કરશે ઉદ્ઘાટન.

રાષ્ટ્રપતિએ નોંધ્યું કે નિયમિત સંસદીય સંવાદ એકબીજાની શાસન પ્રણાલી અને કાયદાઓની સમજ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કહ્યું કે આર્મેનિયન સંસદીય પ્રતિનિધિમંડળની આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને (  Bilateral relations ) વધુ મજબૂત બનાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!