
Bhagavat: દુર્વાસાઋષિનું ( Durvasarishi ) રાજા સ્વાગત કરે છે. દુર્વાસાએ અનુમાનથી સમજી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. દુર્વાસાએ કહ્યું:- રાજન! તમે મને આમંત્રણ આપ્યું પણ તમે ભોજન કરી લીધું તે યોગ્ય નથી. મને અતિથિને આમંત્રણ આપી, મને જમાડયા વગર તમે જમી લીધું. આ તમારી વિષ્ણુભક્તિ કેવી? રાજા કહે:- મેં કેવળ જળપાન કર્યું છે. દુર્વાસાએ ક્રોધમાં કાંઈ સાંભળ્યું નહીં.
દુર્વાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી ક્રોધ છૂટશે નહી. કેશમાંથી કૃત્યા ઉત્પન્ન કરી છે. કૃત્યાને કહ્યું, રાજાને માર.
કૃત્યા અંબરીષને મારવા આવી. ત્યાં સુદર્શન ચક્ર આવ્યું. જે દેવની સેવા-સ્મરણ કરશો તે દેવ દર્શન ન આપે પણ ગુપ્ત
રૂપે રક્ષણ કરશે. કૃત્યાને મારી નાખી. અને સુદર્શન ચક્ર દુર્વાસા પાછળ તેને મારવા દોડયું. દુર્વાસા સર્વલોક ફરી વળ્યા. પણ ચક્ર
પીછો છોડતું નથી. દુર્વાસાને ( Durvasa ) કોઈ રક્ષણ આપી શક્યું નહીં. દુર્વાસા દોડતા, દોડતા વૈકુંઠમાં ગયા. નારાયણ કહે:- મહારાજ
આવો, આવો, દુર્વાસા:-શું આવું? તમારું ચક્ર મારી પાછળ પડેલું છે. મારી રક્ષા કરો. ભગવાન કહે છે:- વૈષ્ણવો ( Vaishnavas )
અનન્યભાવથી મારી નિત્ય સેવા કરે છે.પોતાનું સર્વસ્વ મને આપે છે તેથી મારું સર્વસ્વ હું વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે
અંબરીષની આજ્ઞામાં છે. હું પણ ભક્તાધીન છું.
અહં ભક્તપરાધીનો હ્યસ્વતન્ત્ર ઈવ દ્વિજ ।
સાધુભિર્ગ્રસ્તહ્રદયો ભક્તૈર્ભક્તજનપ્રિય: ।।
દુર્વાસાજી! હું સર્વથા ભકતોને આધીન છું. મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ, મારું
હ્રદય પોતાના હાથમાં રાખ્યું છે. ભક્તજન મને પ્રેમ કરે છે. અને હું તેમને.
ભકતો આગળ હું મારી પોતાની કે લક્ષ્મીની પરવા કરતો નથી. ભકતો સઘળું છોડીને કેવળ મારા શરણમાં આવે છે.
ભકતો મારે માટે, સર્વસ્વને ત્યજે છે. મારા ભકતોને મારા શિવાય બીજા કોઇનો આશરો નથી. તેવા ભકતોને છોડવાનો સંકલ્પ
પણ હું કેમ કરી શકું?
ભકતોએ મારા હ્રદયને વશ કર્યું છે. ભકતજનો મને પ્રિય છે. મારા ભકતો મારા સિવાય કોઈ પ્રકારની મુકિતની ઇચ્છા
કરતા નથી. ભકતો મારું હ્રદય અને હું ભકતોનું હ્રદય, એમ કહી ભગવાને ભકતોને બિરદાવ્યા છે.
યે દારાગારપુત્રાપ્તાન્ પ્રાણાન્વિત્તમિમં પરમ્ ।
હિત્વા માં શરણં યાતા: કથં તાંસ્ત્યક્તુમુત્સહે ।।
જેઓ પોતાની સ્ત્રી, ઘર, પુત્રો, સ્વજનો, પ્રાણ, ધન, આલોક તથા પરલોક ત્યજીને માત્ર મારાજ શરણમાં આવ્યાં છે,
તેઓને હું કેમ ત્યજી શકું? ન જ ત્યજી શકું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૬
મયિ નિર્બદ્ધહ્રદયા: સાધવ: સમદર્શના: ।
વશીકુર્વન્તિ માં ભક્ત્યા સત્સ્ત્રિય: સત્પતિં યથા ।।
ભકતો ભક્તિથી મને વશ કરે છે.
સાધવો હ્રદયં મહ્યં સાઘૂનાં હ્રદયં ત્વહમ્ ।
મારા ભકતો એ જ મારું હ્રદય છે, અને ભકતોનું હ્રદય હું છું.
તપો વિધા ચ વિપ્રાણાં નિઃશ્રેયસકરે ઉભે।
તે એવ દુર્વિનીતસ્ય કલ્પેતે કર્તુરન્યથા।।
ભગવાન કહે છે:-ત૫ અને વિદ્યા અતિશય ઉત્તમ છે. પણ તેને વિનય વિવેકનો સાથ ન હોય તો તે વ્યર્થ છે. આપ
તપસ્વી છો. તમારી પાસે અનંત શક્તિ છે પણ તેનો તમે દુરુપયોગ કર્યો. અંબરીષે કાંઇ ભૂલ કરી નથી. કેવળ વ્રતનું પાલન કરવા
જળપાન કર્યું છે. આપ ત્યાં જાવ અને અંબરીષ રાજાને વિનંતી કરો. તમે ભકતરાજ અંબરીષની ક્ષમા માંગો, તો આ સુદર્શન ચક્રનો
વેગ શાંત થશે.
દુર્વાસા અંબરીષ પાસે આવ્યા. વંદન કરવા જાય છે ત્યાં અંબરીષ કહે છે, ના, ના, મહારાજ, તમે મને વંદન કરો, એ
મને શોભે નહીં. અંબરીષ સુદર્શન ચક્રને કહે છે:- શાંત થઈ જાવ. શાંત થઈ જાવ.
યદ્યસ્તિ દત્તમિષ્ટં વા સ્વધર્મો વા સ્વનુષ્ઠિત: ।
કુલં નો વિપ્રદૈવં ચેદ્ દ્વિજો ભવતુ વિજવર: ।।
યદિ નો ભગવાન્પ્રીત એક: સર્વગુણાશ્રય: ।
સર્વભૂતાત્મભાવેન દ્વિજો ભવતુ વિજવર: ।।
આજદિન સુધી જો મેં કંઈ પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યોં હોય. સેવા કરી હોય, તો તે પુણ્યપ્રતાપે તમારો વેગ શાંત થાવ.
સુદર્શન ચક્ર શાંત થયું.
અંબરીષની ( Ambarish ) કથા પાછળ થોડું રહસ્ય છે. અંબરીષ એ શુદ્ધ ભક્તિ સ્વરૂપ છે. તેથી ચરિત્રના આરંભમાં એક એક
ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે. અંબરીષનું ચરિત્ર એ ભક્તિનું ચરિત્ર છે.
ભક્તિમાં દુર્વાસ=દુર્વાસના વિઘ્ન કરવા આવે છે. હું મોટો અને બીજા નાના હલકા એ જ દુર્વાસના. હું જ સુખ
ભોગવીશ, એજ દુર્વાસના. બીજાને દુ:ખ આપવાની દુર્વાસના ભક્તિમાં વિઘ્ન કરવા આવે છે.