• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for cattle
Search results for

"cattle"

Gujarat cattle welfare Gujarat CM launches ‘Mukhyamantri Gau Mata Poshan Sahay Yojana’ for cattle welfare
રાજ્ય

Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Gujarat cattle welfare : 

  •  “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
  • * કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે
  • * આ કાયદા હેઠળ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે
  • * સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત
  • * કાયદા હેઠળ કૃત્રિમ તથા કુદરતી સંવર્ધન માટેના સાંઢ-પાડાની નોંધણી અને સઘન મોનીટરીંગ થશે

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી પશુપાલકોની આવક વધારવા રાજ્ય સરકારે પશુ સંવર્ધન, ઓલાદ સુધારણા અને કૃત્રિમ બીજદાન જેવા આયામો ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આ કાયદો અમલમાં આવતા પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પશુની આવનાર પેઢીની ગુણવત્તા જળવાઈ રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વિધેયક અંગે વિગતવાર માહિતી આપતા પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન થકી પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હવામાન પરિવર્તન અનુકૂલન ક્ષમતા વધારવા માટે અનેક વર્ષોથી રાજ્યના પશુપાલકો તેમના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી રહ્યા છે. પરંતુ કૃત્રિમ બીજદાન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના વીર્યની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે હાલમાં કોઈ પર્યાપ્ત નિયમન અમલમાં ન હતું.

પરિણામે અજાણ્યા રોગ ધરાવતા તેમજ ઓછી ગુણવત્તાવાળા નર પશુઓના આડેધડ અને અંધાધૂંધ ઉપયોગ ઉપરાંત કૃત્રિમ બીજદાન ટેક્નિશિયન દ્વારા સીમેન સ્ટ્રોનો દુરુપયોગ એ પશુ સંવર્ધનની ગુણવત્તા માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો હતો. જેથી પશુસંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની વ્યવસ્થા ઉભી કરવાની અનિવાર્યતાના ધ્યાને લઈને આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫”ના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે. આ નિયમન થકી રાજ્યમાં પશુ સંવર્ધન સાથે સંકળાયેલ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત કરવામાં આવશે. સાથે જ, સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત કરવામાં આવશે.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, આ કાયદામાં ગો-વંશ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવા વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વીર્યના ઉત્પાદન, પ્રક્રિયા, સંગ્રહ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓ, પશુ સંવર્ધનમાં સાંઢ-પાડાનો ઉપયોગ, કૃત્રિમ ગર્ભાધાન અને તેની સાથે સંકળાયેલી આનુષંગિક તમામ બાબતોનું નિયમન કરીને ગો-વંશ અને અન્ય પશુઓની ઓલાદ સુધારણા માટેની બાબતોને આવરી લેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Animal husbandry Business : સુરતના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ, પશુપાલન થકી મહિને મેળવી રહ્યો છે રૂ.૩૦ હજારની આવક

કાયદાની જરૂરિયાત અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ કૃત્રિમ ગર્ભાધાન તથા કુદરતી સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ કે પાડાની પણ નોંધણી કરવામાં આવશે. જેથી પશુ સંવર્ધન માટે ઉપયોગ થતા આવા સાંઢ-પાડાનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત આનુવંશિક અને જાતીય રોગો ધરાવવા સાંઢ-પાડા દ્વારા સંવર્ધન પર પ્રતિબંધ લગાવીને પશુઓમાં આવા રોગોનો ફેલાવો અટકાવી શકાશે.

આ કાયદાના અમલથી ગો-વંશના સંવર્ધન માટે ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા સાંઢ-પાડા ઉપલબ્ધ થશે. રાજ્યમાં ફ્રોજન સીમેન સ્ટેશન અને સીમેન બેંકના નિયંત્રણથી પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાની ખાતરીવાળા સીમેન ડોઝ ઉપલબ્ધ થશે. સાથે જ, ગુણવત્તાયુક્ત કૃત્રિમ બીજદાન સેવાઓ પશુપાલકના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવી શકાશે. જેના પરિણામે પશુઓમાં વ્યંધત્વનું પ્રમાણ ઘટશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ કાયદાના અમલીકરણથી IVF, એમ્બ્રીયો ટ્રાન્સફર અને સેક્સ્ડ સીમેન ટેક્નોલોજી જેવી પશુસંવર્ધન માટેની અદ્યતન ટેક્નોલોજીના વધુ કાર્યક્ષમ ઉપયોગથી રાજ્યના દૂધાળા પશુઓમાં ઓલાદ સુધારણા ઝડપી શક્ય બનશે. પશુ સંવર્ધનને લગતી તમામ બાબતોને કાયદા હેઠળ આવરી લેવાથી રાજ્યના પશુઓ અને પશુપાલકોને પશુ સંવર્ધનની વૈશ્વિક કક્ષાની સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે જ પશુઓની ઉત્પાદકતામાં વધારો થતા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ પણ ચોક્કસ રીતે વધશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ વિધેયકની ચર્ચામાં સહભાગી થઈ ધારાસભ્ય સર્વ શ્રી ડી. કે. સ્વામી, શ્રી અમિત ચાવડા, શ્રી કિરીટભાઈ પટેલ તેમજ શ્રી ઉમેશ મકવાણાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચના અંતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને વધુ એક ઝટકો, વેપાર કરારની ચર્ચા અટકાવી કર્યું આવું કામ
આંતરરાષ્ટ્રીય

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને વધુ એક ઝટકો, વેપાર કરારની ચર્ચા અટકાવી કર્યું આવું કામ

by Dr. Mayur Parikh August 18, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Donald Trump અમેરિકા (America) અને ભારત (India) વચ્ચેના વેપાર સંબંધો (Trade relations) માં ફરી એકવાર તણાવ (Tension) જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ (Tariff) લાદવાનો નિર્ણય લીધો છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ બંને દેશો વચ્ચેના વેપાર કરાર (Trade Agreement) પર ના છઠ્ઠા રાઉન્ડ (Round)ની વાટાઘાટો સ્થગિત (Postponed) કરી દીધી છે, જે 25 થી 29 ઓગસ્ટ (August) દરમિયાન દિલ્હી (Delhi) માં યોજાવાની હતી. આ નિર્ણયથી ભારતના અર્થતંત્ર (Economy) અને નિકાસ (Export) પર સીધી અસર પડશે.

ભારતને મોટો ફટકો

અમેરિકા અને ભારત વચ્ચે અત્યાર સુધી દ્વિપક્ષીય (Bilateral) વેપાર કરાર (Trade Agreement) માટે પાંચ રાઉન્ડ (Round)ની વાટાઘાટો (Negotiations) પૂર્ણ થઈ છે. છઠ્ઠી બેઠક 25 ઓગસ્ટ (August)ના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે મોકૂફ (Postponed) રાખવામાં આવી છે. આ મોકૂફી (Postponement)થી વેપાર કરાર (Trade Deal) લાંબો ખેંચાશે અને ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ ભારત પર લાદેલા 25 ટકાનો વધારાનો ટેરિફ (Tariff) 27 ઓગસ્ટ (August)થી લાગુ થવા જઈ રહ્યો છે. આ ટેરિફની સીધી અસર (Direct Impact) ભારતીય અર્થતંત્ર (Indian Economy) પર થશે.

ટેરિફ લાદવાનું કારણ

અમેરિકાએ ભારત પર પહેલા 25 ટકાનો ટેરિફ (Tariff) લાદ્યો હતો, પરંતુ તાજેતરમાં રશિયા (Russia) પાસેથી ક્રૂડ ઓઇલ (Crude Oil) અને સૈન્ય ઉપકરણો (Military Equipment) ખરીદવા બદલ વધુ 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. આ વધારાનો ટેરિફ (Additional Tariff) 27 ઓગસ્ટ (August)થી લાગુ થશે. આ પગલાથી અમેરિકામાં નિકાસ (Export) થતી ભારતીય ચીજવસ્તુઓના વેપાર પર સીધી અસર પડશે. ખાસ કરીને જેમ્સ (Gems), જ્વેલરી (Jewellery), ટેક્સટાઈલ (Textile) અને ઓટો પાર્ટ્સ (Auto parts) જેવા ક્ષેત્રોને મોટો ફટકો પડવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Bajirao Peshwa Jayanti: ૪૦ વર્ષની ઉંમરે અધધ આટલા યુદ્ધ… અનોખા રણકૌશલથી અજય રહ્યા બાજીરાવ પ્રથમ, રહસ્યમય સંજોગોમાં થયું નિધન

ભારત-અમેરિકા વેપાર અને આગળનો માર્ગ

વાણિજ્ય મંત્રાલય (Ministry of Commerce)ના આંકડા મુજબ, એપ્રિલથી જુલાઈ 2025ના સમયગાળામાં ભારતથી અમેરિકામાં નિકાસ (Export) 21.6 ટકા વધીને 33.53 અબજ ડોલર (Billion Dollars) થઈ છે. આ જ સમયગાળામાં, અમેરિકાથી ભારતમાં આયાત (Import) 12.33 ટકા વધીને 17.41 અબજ ડોલર (Billion Dollars) થઈ હતી. જોકે, નવા ટેરિફ (Tariff)ને કારણે આ વેપાર પર સીધી અસર થવાની સંભાવના છે. એક તરફ જ્યાં અમેરિકા ભારતને રશિયા સાથેના વેપાર માટે સજા આપી રહ્યું છે, ત્યાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિત (National Interest) સાથે સમાધાન (Compromise) કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પણ ખેડૂતો (Farmers) અને પશુપાલકો (Cattle Rearers)ના હિતોનું રક્ષણ કરવાની વાત કરી છે, જે વેપાર વાટાઘાટોમાં મુખ્ય મુદ્દો છે. આ સ્થિતિમાં, ભારતે વૈકલ્પિક બજારો (Alternative Markets) શોધવા અને તેના નિકાસકારો (Exporters)ને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે.

August 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
અમદાવાદ

BIS Raid : બીઆઈએસના એમેઝોનના વેરહાઉસ પર દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

BIS Raid : બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, અમદાવાદના અધિકારીઓની ટીમ દ્વારા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, સર્વે નં. 815,833,814,816,817,818,819,820,821,822,828,831,832, ગૅલોપ્સ ઔદ્યોગિક પાર્ક-1, ગામ-રાજોડા, બાવલા, અમદાવાદ 27.03.2025ના રોજ BIS અધિનિયમ 2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ.બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરના નિર્દેશન હેઠળ એન્ફોર્સમેન્ટ દરોડા હાથ ધરવામાં આવ્યા હતાં.

BIS Seizes More Substandard Goods In Raids On Amazon And Flipkart Warehouses

 

દરોડા દરમિયાન, ઘરેલું ઉપયોગ માટે 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યૂમ ફ્લાસ્ક/બોટલ, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડાં અને 191 નોન-ઇલેક્ટ્રિક રમકડાં સહિત કુલ 5834 કન્ઝ્યુમર ગૂડ્ઝ ફરજિયાત બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉત્પાદનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગુણવત્તા નિયંત્રણ આદેશો (ક્યુસીઓ) ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ભારત સરકાર દ્વારા અને આ આદેશો અનુસાર, આ ઉત્પાદનોને જરૂરી બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત, વેચી અથવા વિતરિત કરી શકાતા નથી. જપ્ત કરાયેલ ઉત્પાદનો, જે જરૂરી બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના વેચવામાં આવી રહ્યા હતા, તેની કિંમત અંદાજે રૂ. 55 લાખ છે.

આ સમાચાર પણ વાંચો: Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..

ફર્મએ બીઆઈએસ એક્ટ 2016ની કલમ 17નું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે, જે યોગ્ય બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના ક્યુસીઓ હેઠળ આવરી લેવામાં આવેલા માલના વેચાણ, સંગ્રહ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદામાં પ્રથમ ઉલ્લંઘન માટે બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. 2 લાખ નો દંડ અથવા બંને, અનુગામી ઉલ્લંઘનો માટે રૂ. 5 લાખ દંડ, જે માલના મૂલ્યના દસ ગણા સુધી વધી શકે છે. આ જોગવાઈ હેઠળનો ગુનો ગુનાહિત છે અને બી. આઈ. એસ. ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

BIS Seizes More Substandard Goods In Raids On Amazon And Flipkart Warehouses

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) જ્યારે-જ્યારે QCOના આવા દુરૂપયોગ/ઉલ્લંઘન વિશેની માહિતી પ્રાપ્ત/એકત્રિત કરવામાં આવે છે ત્યારે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે, જેથી સામાન્ય ગ્રાહકોને આવી છેતરપિંડી અને આવી સામગ્રીના ઉપયોગથી ઉદ્ભવતા સંભવિત સુરક્ષા જોખમોથી બચાવી શકાય. ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવેલા BIS સ્ટાન્ડર્ડ માર્ક્સ વિનાના કોઈપણ ઉત્પાદનો અથવા ઉત્પાદનો પર BIS સ્ટાન્ડર્ડ માર્ક્સના દુરૂપયોગ વિશેની કોઈપણ માહિતી, પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કચેરી, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 380014 (ટેલિફોન 079-27540314) ને લખી શકે છે. આ ઉપરાંત તમે ઈમેલ દ્વારા ahbo@bis.gov.in or complaints@bis.gov.in અને BIS Care App પર પણ ફરિયાદ કરી શકો છો. માહિતી આપનારની ઓળખ કડક રીતે ગુપ્ત રાખવામાં આવશે. બીઆઈએસ તમામ ઉત્પાદકો, આયાતકારો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને બીઆઈએસ એક્ટ 2016ની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરે છે. ગ્રાહકોને BIS કેર એપ દ્વારા અથવા www.bis.gov.in ની મુલાકાત લઈને BIS પ્રમાણિત ઉત્પાદનોની અધિકૃતતાની ચકાસણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Government has implemented a new “Livestock Insurance assistance Scheme” for animal husbandry
રાજ્ય

Pashudhan Vima Sahay Yojana : હવે પશુને વીમા કવચથી કરી શકશે સુરક્ષિત, પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે અમલમાં મૂકી આ યોજના.

by Hiral Meria November 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Pashudhan Vima Sahay Yojana: ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૩ કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવુ પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે, તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.  

અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને ( Cattle breeders ) પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમીયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.

ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન ( National Livestock Mission ) અને રાજ્ય સરકારની ( Gujarat Government ) પશુધન વીમા સહાય યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી  રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વચ્ચે MoU કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પશુપાલન ( Pashudhan Vima Sahay Yojana ) મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આવતીકાલ તા. ૧૪ નવેમ્બરથી આગામી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Digital Life Certificate: રાજકોટમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર.. હવે ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર, જાણો કઈ રીતે?

મંત્રીએ ઉમેર્યું કે, આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. જ્યારે, બાકીની શેષ પ્રીમીયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે ૫૦,૦૦૦ જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

ભવિષ્યમાં ક્લેઇમ રજુ કરવા સમયે પશુપાલકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ અચૂક મેળવી લેવી, તેવો પશુપાલન મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi launched various initiatives related to agriculture and animal husbandry sector worth Rs 23300 crore in Washim
રાજ્ય

PM Modi Maharashtra: PM મોદીએ વાશિમમાં રૂ. 23,300 કરોડના મૂલ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલો કરી શરૂ, આ મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન.

by Hiral Meria October 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi Maharashtra:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પહેલોનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલોમાં પીએમ-કિસાન સન્માન નિધિના 18માં હપ્તાનું વિતરણ, નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાના પાંચમા હપ્તાનો શુભારંભ, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ, 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ, 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા મહારાષ્ટ્રમાં પાંચ સોલાર પાર્ક અને પશુઓ અને સ્વદેશી જાતિ આધારિત વીર્ય ટેકનોલોજી માટે યુનિફાઇડ જિનોમિક ચિપનો શુભારંભ સામેલ છે.  

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) વાશીમની પાવન ભૂમિ પરથી પોહરાદેવી માતાને નમન કર્યા હતા તથા આજે વહેલી સવારે માતા જગદંબાના મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિ પર તેમના આશીર્વાદ લેવાની વાત કરી હતી અને મહાન સંતોને આદર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ગોંડવાનાની મહાન યોદ્ધા રાણી દુર્ગાવતીજીની જન્મજયંતિની પણ નોંધ લીધી હતી અને ગયા વર્ષે તેમની 500મી જન્મજયંતિની ઉજવણી કરી રહેલા રાષ્ટ્રને યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ આજે હરિયાણામાં ચાલી રહેલા મતદાનની નોંધ લીધી હતી અને રાજ્યના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમનો મત હરિયાણાને નવી ઉંચાઈઓ પર લઈ જશે.

महाराष्ट्र के वाशिम की पावन धरती पर कृषि और बंजारा समाज से जुड़े कार्यक्रम का हिस्सा बनकर बेहद उत्साहित हूं। https://t.co/UdHJwrFhkf

— Narendra Modi (@narendramodi) October 5, 2024

પ્રધાનમંત્રીએ આજે આશરે 9.5 કરોડ ખેડૂતોને આશરે રૂ. 20,000 કરોડનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનાં વિતરણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર ( Maharashtra Government ) તેનાં ખેડૂતોને બેવડો લાભ પ્રદાન કરવા આતુર છે. શ્રી મોદીએ નમો શેતકરી મહાસંમન નિધિ યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં મહારાષ્ટ્રનાં આશરે 90 લાખ ખેડૂતોને આશરે રૂ. 1900 કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સાથે સંબંધિત સેંકડો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટને સમર્પિત કરવામાં આવ્યાં છે. લડકી બહિન યોજનાનાં લાભાર્થીઓને આજે સહાય પ્રદાન કરવા પર પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યોજના નારીશક્તિની ક્ષમતાઓને સશક્ત બનાવી રહી છે. શ્રી મોદીએ મહારાષ્ટ્ર ( Washim ) અને ભારતના તમામ નાગરિકોને આજની પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આજે પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમના ( Banjara Heritage Museum ) ઉદઘાટનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવનિર્મિત મ્યુઝિયમ ભવિષ્યની પેઢીઓને પ્રાચીન સંસ્કૃતિ અને બંજારા સમુદાયની વિશાળ વિરાસતનો પરિચય આપશે. પોહરાદેવીમાં બંજારા સમુદાય સાથેની તેમની વાતચીતને યાદ કરીને પ્રધાનમંત્રીએ તેમના ચહેરા પર સંતોષ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી, કારણ કે આ સંગ્રહાલય મારફતે તેમના વારસાને માન્યતા મળી છે. શ્રી મોદીએ બંજારા હેરિટેજ મ્યુઝિયમ માટે સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા બંજારા સમાજે ભારતના સામાજિક જીવન અને વિકાસની સફરમાં મોટી ભૂમિકા ભજવી છે.” તેમણે કળા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતનાં વિકાસમાં સમુદાયની સ્થિતિસ્થાપકતા અને તેની અમૂલ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ રાજા લાખી શાહ બંજારા જેવા બંજારા સમુદાયની કેટલીક આદરણીય હસ્તીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે વિદેશી શાસન હેઠળ ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને પોતાનું જીવન સેવાભાવીને સમર્પિત કર્યું હતું. તેમણે સંત સેવાલાલ મહારાજ, સ્વામી હાથીરામજી, સંત ઈશ્વરસિંહ બાપુજી અને સંત લક્ષ્મણ ચૈતન્ય બાપુજી જેવા અન્ય આધ્યાત્મિક નેતાઓને પણ યાદ કર્યા હતા, જેમના યોગદાને ભારતની આધ્યાત્મિક ચેતનાને અનંત ઊર્જા પ્રદાન કરી છે. તેમણે કહ્યું હતું કે, “આપણા બંજારા સમુદાયે આવા અનેક સંતો આપ્યા છે, જેમણે ભારતની આધ્યાત્મિક ચેતનાને અપાર ઊર્જા પ્રદાન કરી છે.” પ્રધાનમંત્રી મોદીએ સદીઓથી દેશના સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનમાં તેમના અથાક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને જ્યારે બ્રિટીશ શાસને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અન્યાયી રીતે સમગ્ર બંજારા સમુદાયને ગુનેગાર તરીકે ઓળખાવ્યો હતો ત્યારે ઐતિહાસિક અન્યાય પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mukhyamantri Gau Mata Poshan Yojana: ગુજરાતમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ૫૦૦થી વધુ ગૌશાળાને અપાઈ પશુ નિભાવ સહાય, દ્વિતીય તબક્કામાં અરજી માટે iKhedut પોર્ટલ મૂકાયું ખુલ્લું

પ્રધાનમંત્રીએ લોકોને વર્તમાન સરકારનાં પ્રયાસો વચ્ચે અગાઉની સરકારોનાં વલણની યાદ અપાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પોહરાદેવી મંદિર વિકાસ પરિયોજનાનાં કાર્યો શ્રી દેવેન્દ્ર ફડણવીસનાં કાર્યકાળ દરમિયાન શરૂ થયાં હતાં, પણ મહાઅગાધિ સરકારે તેને અટકાવી દીધાં હતાં, જે શ્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રચાયેલી સરકાર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યાં હતાં. તેમણે ઉમેર્યું કે પોહરાદેવી મંદિર વિકાસ પ્રોજેક્ટ પર 700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ પ્રોજેક્ટથી યાત્રાધામને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે તેમજ યાત્રાળુઓની મુસાફરીમાં સરળતા અને નજીકનાં સ્થળોની ઝડપથી પ્રગતિ થશે.

हमारे बंजारा समाज ने भारत के सामाजिक जीवन में, भारत की निर्माण यात्रा में बहुत बड़ी भूमिका निभाई है: PM @narendramodi pic.twitter.com/HSzxLxjunh

— PMO India (@PMOIndia) October 5, 2024

ભારતના વિકાસ અને પ્રગતિ સામે કામ કરી રહેલાં જોખમોની લોકોને યાદ અપાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “લોકોની વચ્ચે એકતા જ દેશને આ પ્રકારનાં પડકારોમાંથી ઉગારી શકે છે.” પ્રધાનમંત્રીએ લોકોને માદક દ્રવ્યોની લત અને તેના જોખમો સામે ચેતવણી પણ આપી હતી અને આ યુદ્ધને એકસાથે જીતવા માટે તેમની મદદ માંગી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “અમારી સરકારનો દરેક નિર્ણય છે, દરેક નીતિ વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે, અને આપણા ખેડૂતો આ વિઝનનો મુખ્ય પાયો છે.” ભારતનાં ખેડૂતોને મજબૂત કરવા માટે લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પગલાંઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ની કટિબદ્ધતા અને કૃષિ ઉત્પાદનોની સંગ્રહ, પ્રક્રિયા અને વ્યવસ્થાપન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે કેટલીક ચાવીરૂપ કૃષિ માળખાગત પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે. શ્રી મોદીએ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની સરકાર દ્વારા ખેડૂતો માટે ઝીરો ઇલેક્ટ્રિસિટી બિલ નીતિની પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે, “મહારાષ્ટ્રમાં હાલની સરકાર હેઠળ ખેડૂતોને બમણો લાભ મળી રહ્યો છે.”

મહારાષ્ટ્ર અને વિદર્ભના ખેડૂતો કે જેમણે ઘણાં દાયકાઓથી ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ ખેડૂતોને દયનીય અને ગરીબ બનાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે મહાગઠબંધનની સરકાર જ્યાં સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં છે ત્યાં સુધી તે માત્ર બે એજન્ડા સાથે કામ કરે છે, એટલે કે ખેડૂતો સાથે સંબંધિત પ્રોજેક્ટ્સને રોકવા અને આ પ્રોજેક્ટ્સના પૈસામાં ભ્રષ્ટાચાર કરવો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારમાંથી જે ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેને લાભાર્થીઓ પાસેથી હસ્તાંતરિત કરવામાં આવી રહ્યું છે. લોકોને યાદ અપાવતા કહ્યું કે, મહારાષ્ટ્રની હાલની મહાયુતિ સરકાર જે ખેડૂતોને કિસાન સન્માન નિધિની સાથે અલગથી પૈસા આપે છે, ભાજપની સરકાર પણ કર્ણાટકમાં આ જ આપતી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે નવી સરકાર સત્તામાં આવતા તેને રોકી દેવામાં આવી છે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, તેલંગાણાનાં ખેડૂતો આજે રાજ્ય સરકાર સામે લોન માફીનાં ચૂંટણીલક્ષી વચનો પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ નાગરિકોને સિંચાઈ યોજનાઓમાં ભૂતકાળની સરકાર દ્વારા થઈ રહેલા વિલંબની યાદ અપાવી હતી અને ધ્યાન દોર્યું હતું કે, વર્તમાન સરકારનાં આગમન પછી જ ઝડપથી કામ શરૂ થયું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વાઈંગંગા-નલગંગા નદીઓને આશરે રૂ. 90,000 કરોડનાં ખર્ચે જોડવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જે અમરાવતી, યવતમાલ, અકોલા, બુલઢાણા, વાશિમ, નાગપુર અને વર્ધામાં પાણીની તંગીની સમસ્યાનું સમાધાન કરશે. તેમણે રાજ્ય સરકાર કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને 10000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરાવતીમાં ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે, જે કપાસના ખેડૂતોને ખૂબ મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, મહારાષ્ટ્રમાં દેશની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવાની અપાર ક્ષમતા છે અને તેમણે કહ્યું હતું કે, જ્યારે ગરીબો, ખેડૂતો, મજૂરો, દલિતો અને વંચિતોનાં સશક્તીકરણનું અભિયાન મજબૂતપણે ચાલુ રહેશે, ત્યારે જ આ વાસ્તવિકતા બની શકશે. આ સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી અજિત પવાર, શ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીનાં કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Indigo down: ઈન્ડિગો એરલાઈનનું નેટવર્ક થયું ઠપ્પ, ચેક ઈનમાં સમસ્યા સર્જાતા એરપોર્ટ પર લાગી મોટી લાઈનો..એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા; જુઓ વિડીયો

પાર્શ્વ ભાગ

ખેડૂતોને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ આશરે 9.4 કરોડ ખેડૂતોને આશરે રૂ. 20,000 કરોડનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનું વિતરણ કર્યું હતું. 18મી હપ્તાની રજૂઆત સાથે પીએમ-કિસાન હેઠળ ખેડૂતોને કુલ રૂ. 3.45 લાખ કરોડનું ભંડોળ રીલિઝ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આશરે રૂ. 2,000 કરોડનું વિતરણ કરતી નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાનાં 5માં હપ્તાનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ રૂ. 1,920 કરોડથી વધારેનાં મૂલ્યનાં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધારે પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા હતાં. મુખ્ય પ્રોજેક્ટ્સમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને લણણી પછીના મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1,300 કરોડનું સંયુક્ત ટર્નઓવર ધરાવતી 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) પણ દેશને અર્પણ કરી હતી.

વધુમાં, પ્રધાનમંત્રીએ પશુઓ માટે યુનિફાઇડ જિનોમિક ચિપ અને સ્વદેશી સેક્સ-સોર્ટેડ વીર્ય ટેકનોલોજી લોંચ કરી હતી. આ પહેલનો હેતુ ખેડૂતોને પોસાય તેવા ભાવે સેક્સ સોર્ટેડ વીર્યની ઉપલબ્ધતામાં વધારો કરવાનો અને ડોઝ દીઠ આશરે 200 રૂપિયાનો ખર્ચ ઘટાડવાનો છે. યુનિફાઇડ જિનોમિક ચિપ, સ્વદેશી પશુઓ માટે ગૌચિપ અને ભેંસો માટે મહિષચિપ, જીનોટાઇપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જીનોમિક પસંદગીના અમલીકરણ સાથે, યુવાન ઉચ્ચ-ગુણવત્તાવાળા આખલાઓને નાની ઉંમરે ઓળખી શકાય છે.

ઉપરાંત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના – 2.0 અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 19 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાંચ સોલર પાર્કનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાના લાભાર્થીઓનું સન્માન પણ કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો : PM Shri Kendriya Vidyalaya Ahmedabad: પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણીમાં સતર્કતા સપ્તાહની ઉજવણી, UBI દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને કરાયા સન્માનિત.

October 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mangal Prabhat Lodha requested to provide 300 crores for the facility of cages and 100 rupees per animal per day to CM eknath shinde.
રાજ્ય

Mangal Prabhat Lodha: મંગલ પ્રભાત લોઢાએ ગૌશાળાઓને સરકારી સહાય રૂપે આટલા કરોડની ફાળવણી કરવા CM એકનાથ શિંદેને કરી વિનંતી

by Hiral Meria June 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના આશરે એક લાખથી વધારે અબોલ પશુઓનો નિભાવ કરી રહેલી ગૌ શાળાઓને ( cowshed ) પશુઓની સ્વાસ્થ્યપ્રદ સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે સરકારી સહાય રૂપે ૩૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરવા રાજ્યના કેબિનેટ મંત્રી અને જૈન સમાજનાં આગેવાન મંગલ પ્રભાત લોઢાએ વિનંતી કરી છે.  મુખ્યમંત્રી એકનાથ શિંદેને ( CM Eknath Shinde ) લખેલા પત્રમાં મંત્રી લોઢાએ જણાવ્યું છે કે હજુ પણ મહારાષ્ટ્રનાં માર્ગો ઉપર રખડતાં પશુઓની સંભાળ થતી નથી જેના નિભાવ માટે પાંજરાપોળોને પશુ દિઠ દૈનિક ૧૦૦ રુપિયાનું રાહત ભંડોળ ફાળવવાની આવશ્યકતા છે. 

મહારાષ્ટ્રમાં ( Maharashtra ) આજે મોટાભાગના કિસ્સાઓમાં નિરાધાર અને અબોલ પશુઓનો ( Cattle ) બચાવ અને નિભાવ જીવદયા પ્રેમીઓ અને દાતાઓની સહાયથી પાંજરાપોળ દ્વારા ચાલતી ગૌ શાળાઓમાં થતો હોય છે. અત્યાર સુધી આ સંસ્થાઓને રાજ્ય સરકાર ( State Government ) તરફથી કોઇ સુવિધા મળતી નથી. રસ્તે રઝળતા પશુઓ અકસ્માતનો ભોગ બનીને, બિમારીના કારણે કે પછી ગેરકાયદે કતલના કારણે જીવ ગુમાવે છે. આ જીવોની સરક્ષા માટે હાલમાં ચાલતી પાંજરાપોળોને સરકારી અનુદાન દ્વારા આર્થિક સહાય કરવાની જરૂર છે. મંત્રી લોઢાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં ચાલતી ૧૦૬૫ જેટલી ગૌ શાળાઓને ઢોર માટે શેડ, કમ્પાઉન્ડની દિવાલ, ચારા રાખવા માટેના ગોદામ તથા સ્ટાફના રહેણાંક જેવી પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ( Infrastructure Fund )  રૂપે ૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જરૂર છે. આ સુવિધાથી પશુઓની સુરક્ષા વધશે તથા દુધ, કુદરતી ખાતર તથા ખેતી માટે જરૂરી સુવિધાઓમાં વધારો થશે. જેના કારણે કૄષિ ક્ષેત્રને પણ મોટો લાભ થઇ શકે છે.  

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir Leakage : રામ મંદિરમાં છત પરથી પાણી ટપકવાના દાવા પર ટ્રસ્ટનો આવ્યો ખુલાસો, જાહેર કર્યું સત્તાવાર નિવેદન.. જાણો શું છે આ સચ્ચાઈ…

આ પત્રમાં  મંત્રી લોઢાએ એનિમલ વેલ્ફેર બોર્ડ અર્થાત ભારત સરકારનાં પશુ કલ્યાણ બોર્ડ દ્વારા ગત ૩ મે ૨૦૧૮ ના રોજ રજૂ કરાયેલી એડવાઇઝરીનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં પશુ દિઠ દૈનિક ૨૦૦ રૂપિયાનો  ઉલ્લેખ કરાયો છે.  નીતિ આયોગે પણ પોતાના અહેવાલમાં ૧૦૦૦ ગાયોની ગૌ શાળા ચલાવવા માટે દૈનિક ૮૨૪૭૫ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જણાવ્યું છે. એમાં વળી જમીનનો ખર્ચ ઉમેરાય તો દૈનિક ૧૧૮૧૮૨ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.  

રાજ્યની પાંજરાપોળોને પશુઓના નિભાવ માટે અને આરોગ્ય માટે અત્યાર સુધી કોઇ સરકારી સહાય ઉપલબ્ધ ન હોવાથી આ દિશામાં નક્કર પગલાં ભરવાની આવશ્યકતા છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Care of Livestock from Heatwave Special care for livestock keepers and farmers
રાજ્ય

Heatwave: હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન, જાણો કેવી રીતે પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી.

by Hiral Meria April 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

 Heatwave: ગુજરાતમાં ( Gujarat ) આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો ( Cattle breeders ) તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ( Farmers ) ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ ( Heatwave ) કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો.

પશુઓને ( Animals and birds ) છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા સફેદ રંગથી રંગો. પશુ રહેઠાણમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો, વધુ ગરમી હોય તેવા સંજોગોમાં પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરો અથવા પશુઓને પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરો. આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો.  પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપો. પશુ આહારમાં  ખનીજદ્ર્વ્ય (મિનરલ મિક્ષ્ચર)નો સમાવેશ કરો. સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.

આ સમાચાર પણ વાંચો :  heatwave : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surendranagar: As many as 170 cattle compete in swimming fair
રાજ્ય

Surendranagar: તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા: ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

by Hiral Meria September 19, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surendranagar: સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લાના થાનગઢ તાલુકાના ( thangadh taluka ) તરણેતર ગામમાં ( Tarnetar ) , ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ( fair ) ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા આજે આ મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ ( cattle compete ) નિહાળી હતી અને પશુપાલકોને ( herdsmen ) પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રી મુળુભાઈએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું પરંપરાગત પૂજન કર્યું હતું. એ પછી તેમણે પશુ પ્રદર્શન ( Animal exhibition ) રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો વગેરે અંગે માહિતગાર કર્યા હતા.

આ પશુ પ્રદર્શનમાં ગીરની ગાય, જાફરાબાદી ભેંસો, પાડા વગેરે મળીને ૧૭૦ જેટલા પશુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરનો રાજનાથ નામનો ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ તકે મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજાય છે. જેમાં પશુપાલકો રાજ્યના ખૂણે-ખૂણેથી ઉચ્ચ ઓલાદનાં લક્ષણો ધરાવતા પશુઓ નિહાળી શકે છે.

પશુઓના નિભાવ અને પરિવહન પાછળ થતા ખર્ચને ધ્યાને રાખી વિજેતા પશુઓ માટે નિભાવ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત પશુના પરિવહનનો ખર્ચ પણ આપવામાં આવે છે.

સમાચાર પણ વાંચો : Morbi: મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાયો, બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ.

આ તકે વઢવાણના ધારાસભ્ય તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર કે.વી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પશુપાલન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૧૧.૩૭ લાખનાં કુલ ૨૨૦ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.૫૧,૦૦૦/- નું ઈનામ આપવામાં આવે છે.

September 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: 43 cows illegally kept inside Versova mangroves rescued
મુંબઈ

Mumbai: વર્સોવા મેન્ગ્રોવ્સમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી આટલી ગાયોને બચાવાય…. જાણો શું છે આ સંપુર્ણ પ્રકરણ. વાંચો વિગતવાર અહીં…

by Akash Rajbhar September 4, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ (Mumbai) સ્થિત પશુ કાર્યકરોએ વર્સોવામાં પ્રતિબંધિત મેન્ગ્રોવ્સ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કામચલાઉ શેડમાં રાખવામાં આવેલી 43 ગાયોને બચાવી છે. આ અંગે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. કરુણા પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાવિન ગઠાણીએ જણાવ્યું હતુ કે: “અમને એવી સૂચના મળી હતી કે વર્સોવા કિનારે મેન્ગ્રોવની અંદર ઘણી દૂધી ગાયોને નબળી, અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવી હતી. ઢોરના પગ પણ આંતર ભરતીના પાણીના સંપૂર્ણ ખુલ્લા હતા. આથી, અમારા કાર્યકર જય શાહે વર્સોવા પોલીસને જાણ કરી જેણે સ્થળ પર દરોડો પાડ્યો અને 43 ગાયોને બચાવી લેવામાં આવી.”

ગઠાણીએ ઉમેર્યું હતું કે, બચાવેલી ગાયોને સિવિલ કેટલ પાઉન્ડ (Civil Cattle Pound) માં મોકલવામાં આવી છે, જ્યારે વધુ તપાસ ચાલુ છે કે વર્સોવા મેન્ગ્રોવ્સ (Mangroves) ને ત્યાં શેડ બનાવવા માટે કેવી રીતે નુકસાન થયું? “એક ગાય એટલી બીમાર હતી કે તે સ્થળ પર દરિયાકાંઠાના પાણીમાં આંશિક રીતે પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુન્ના યાદવ, વ્યવસાયિક કારણોસર આ ગાયોને અહીં ગેરકાયદેસર રીતે રાખવા માટે જવાબદાર છે.” વર્સોવા પોલીસે શનિવારે મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન (સંશોધિત) અધિનિયમ, 1995, અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ , 1960 ની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી છે

આ સમાચાર પણ વાંચો :  Pune: સંસદના વિશેષ સત્ર પહેલા પૂણેમાં RSS સંઘની મહત્વપૂર્ણ બેઠક; આ મહત્ત્વના નેતાઓ આપશે હાજરી…. જાણો શું છે આ મહત્ત્વપુર્ણ બેઠક… વાંચો વિગતે અહીં…

નિયમિત પેટ્રોલિંગ હોવું જોઈએ

“પોલીસ રાજ્યના વન વિભાગને વર્સોવા ખાતેના મેન્ગ્રોવ્સને થયેલા નુકસાન વિશે પણ જાણ કરવાની પ્રક્રિયામાં છે, આ ગેરકાયદેસર ઢોરના શેડના અતિક્રમણને કારણે. મેન્ગ્રોવ્સના કિનારે પોલીસ અને વન અધિકારીઓનું નિયમિત પેટ્રોલિંગ હોવું જોઈએ. તેમનું રક્ષણ કરો,” ગઠાણીએ કહ્યું.

એક સ્થાનિક પર્યાવરણવાદીએ ઉમેર્યું હતું કે વર્સોવા અને અન્ય પડોશી વિસ્તારોના મેન્ગ્રોવ્સને ઘણા વર્ષોથી જમીન પચાવી પાડનારાઓ દ્વારા પ્રથમ મેન્ગ્રોવ્સને કાપીને અથવા સળગાવીને અને પછી સાઇટ પર ગેરકાયદેસર શેડ બાંધીને નિશાન બનાવવામાં આવ્યા છે.

 

September 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shloka Mehta: Even before becoming Ambani's daughter-in-law, Shloka was the owner of crores of rupees, knowing her net worth will blow your mind.
મનોરંજન

Shloka Mehta: અંબાણીની વહુ બનતા પહેલા પણ શ્લોકા હતી કરોડો રુપિયાની માલકીન, તેની નેટવર્થ જાણીને તમારા હોશ ઉડી જશે

by Akash Rajbhar July 12, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Shloka Mehta: અંબાણી પરિવાર (Ambani Family) ની મોટી વહુ તરીકે જાણીતી શ્લોકા મહેતા (Shloka Mehta) ને કોઈ પરિચયની જરૂર નથી. 11 જુલાઈ 1990ના રોજ મુંબઈ (Mumbai) માં જન્મેલી શ્લોકાનો જન્મ ચાંદીની ચમચી (Silver Spoon) સાથે થયો હતો. મતલબ કે અંબાણી પરિવારની વહુ બનતા પહેલા પણ શ્લોકા પાસે ઘણા પૈસા હતા. બર્થડે સ્પેશિયલમાં, આપણે વાત કરીશુ શ્લોકા મહેતાના જીવન વિશેની.

શ્લોકા આ પરિવારની છે

શ્લોકાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે મુકેશ અંબાણી (Mukesh Ambani) ના મોટા પુત્ર આકાશ અંબાણી (Akash Ambani) સાથે તેના સંબંધો જોડાયા. તમને જણાવી દઈએ શ્લોકા પણ ઓછા પૈસાદાર પરિવારની નથી. ખરેખર, તેના પિતા રસેલ મહેતા દેશના જાણીતા હીરાના વેપારી છે. તે રોઝી બ્લુ ડાયમંડ્સ (Rozi Blue Diamond) ના માલિક અને સીઈઓ છે. આટલા મોટા પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં પણ શ્લોકાનું નામ આકાશ અંબાણી સાથેના લગ્નના સમાચાર પછી ચર્ચામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   AHMEDABAD: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, યોગ્ય નીતિ બનાવવા આદેશ

આ રીતે થયો અભ્યાસ

જણાવી દઈએ કે શ્લોકા અભ્યાસમાં પણ ઘણી સારી હતી. તેણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ મુંબઈમાંથી સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી (Princeton University) માંથી ગ્રેજ્યુએશન કર્યું. તે જ સમયે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અભ્યાસ પૂરો કર્યા બાદ શ્લોકા ભારત પરત આવી અને પિતાની કંપનીમાં મહત્વની જવાબદારીઓ સંભાળી. આ ઉપરાંત, તે કનેક્ટફોર (Connect For) ની સહ-સ્થાપક પણ છે, જે એનજીઓ (NGO) ને સ્વયંસેવકો પૂરા પાડે છે.

શ્લોકાના સંબંધો નીરવ મોદી સાથે પણ છે

તમને જાણીને નવાઈ લાગશે કે PNB કૌભાંડ (PNB Scam) નો આરોપી નીરવ મોદી (Nirav Modi) પણ શ્લોકાનો સંબંધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્લોકાની માતા મોના મહેતા નીરવ મોદીના સંબંધી છે. શ્લોકાના પરિવારની વાત કરીએ તો તેનો મોટો ભાઈ વિરાજ મહેતા અને મોટી બહેન દિયા મહેતા છે. તેના બંને ભાઈ-બહેનો પરિણીત છે. શ્લોકા મહેતાની નેટવર્થ વિશે વાત કરીએ તો, તે લગભગ $18 મિલિયન એટલે કે 148 કરોડ રૂપિયાથી વધુ છે.

આ સમાચાર પણ વાંચો:  Home loans : RBI અટવાયેલા પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓ માટે ‘ટોપ-અપ’ લોન પર કામ કરી શકે છે..

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક