AFG vs AUS: T20 વર્લ્ડ કપમાં સર્જાયો મોટો અપસેટ, અફઘાનિસ્તાને 7 વખતના વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું…

AFG vs AUS Big upset in T20 World Cup, Afghanistan beat 7-time winners Australia... Read more...
AFG vs AUS Big upset in T20 World Cup, Afghanistan beat 7-time winners Australia... Read more...

News Continuous Bureau | Mumbai

AFG vs AUS:  T20 વર્લ્ડ કપ 2024માં ( T20 World Cup 2024 ) અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો છે. તેણે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી હતી. સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનનો ઓસ્ટ્રેલિયન સામે 21 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 149 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નવીન-ઉલ-હકે 3 વિકેટ લીધી હતી.  

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ( Afghanistan ) ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ગુરબાઝે 49 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તો ઈબ્રાહિમ ઝદરાને 51 રનની ઈનિંગ રમી હતી. તેણે 48 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા ( Australia ) તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. તો એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.

AFG vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમે 6 વખત ODI વર્લ્ડ કપ અને એક વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે..

અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરેલી દિગ્ગજોથી ભરેલી કાંગારૂ ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. તે 19.2 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 41 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન મિચેલ માર્શ 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સ્ટોઇનિસ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેથ્યુ વેડ 5 રન બનાવીને આઉટ થયો હતો.

આ સમાચાર  પણ વાંચો : International Yoga Day: કાનૂની બાબતોના વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અને ધ્યાન સત્રનું આયોજન

અફઘાનિસ્તાનના બોલરોએ ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી નાખ્યું હતું. ગુલાબદિન નાયબે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી હતી. બીજી તરફ નવીન-ઉલ-હકે પણ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ નબીએ 1 ઓવરમાં માત્ર 1 રન આપ્યો અને 1 વિકેટ લીધી હતી. કેપ્ટન રાશિદ ખાનને પણ આમાં સફળતા મળી. ઓમરઝાઈએ ​​પણ એક વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમે 6 વખત ODI વર્લ્ડ કપ અને એક વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આમ તે  7 વખત વર્લ્ડ ચેમ્પિયન રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 2021માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેણે 6 વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!