Comprehensive Agro Business Policy: કૃષિ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ગુજરાત સરકારની “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”, આટલા લાભાર્થીઓને અપાઈ રૂ. ૧૦ કરોડથી વધુની સહાય.

Another 31 beneficiaries of “Comprehensive Agro Business Policy” will receive Assistance of more than 10 cr
Another 31 beneficiaries of “Comprehensive Agro Business Policy” will receive Assistance of more than 10 cr

News Continuous Bureau | Mumbai

Comprehensive Agro Business Policy: ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧)” હેઠળ નોંધાયેલા વધુ ૩૧ કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રીસાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેટલાક લાભાર્થી ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કૃષિ મંત્રીએ પણ તેમની સાથે યોજના સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ( Gujarat Government ) કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ ( Comprehensive Agro Business Policy ) અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના ૨૫ ટકા અને બેંકની મુદતી લોન પર ૭.૫ ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ( Gujarat  ) દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૨૦૦ કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોSomy ali on Lawrence bishnoi: સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કરેલા એક મેસેજ એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તેની પોસ્ટ માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એ શું લખ્યું

આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ( Gujarat Agro Industries Corporation ) દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ને આપવામાં આવેલી હોમ કેર વિઝિટ વાનને કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. CSR હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા GCRIને હોમ કેર વાન તેમજ ૬ સ્લાઇડ કેબીનેટની ખરીદી માટે રૂ. ૨૧.૯૦ લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!