Baramati Bypoll Result 2026। બારામતી પેટાચૂંટણીના પ્રથમ વલણો આવ્યા સામે NCP ચીફ સુનેત્રા પવાર આગળ, જાણો શું છે સ્થિતિ

Baramati Bypoll Result 2026। બારામતી પેટાચૂંટણીના પ્રથમ વલણો આવ્યા સામે NCP ચીફ સુનેત્રા પવાર આગળ, જાણો શું છે સ્થિતિ
Baramati Bypoll Result 2026। બારામતી પેટાચૂંટણીના પ્રથમ વલણો આવ્યા સામે NCP ચીફ સુનેત્રા પવાર આગળ, જાણો શું છે સ્થિતિ

 

News Continuous Bureau | Mumbai

Baramati Bypoll Result 2026। મહારાષ્ટ્રના રાજકારણના ગઢ ગણાતા બારામતીમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના પ્રથમ વલણો સામે આવી રહ્યા છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડમાં NCP (અજિત પવાર જૂથ) ના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર સુનેત્રા પવારની સાથે કરુણા મુંડે શર્મા અને અભિજિત બિચકુલે જેવા અગ્રણી ચહેરાઓ સહિત કુલ 23 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સોમવાર, 4 મેના રોજ સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મતગણતરી કેન્દ્ર પર ચાંપતો બંદોબસ્ત

પ્રશાસન દ્વારા મતગણતરી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. EVM ની ગણતરી માટે 20 ટેબલ, પોસ્ટલ બેલેટ માટે 2 ટેબલ અને ETPBS માટે 3 ટેબલ એમ કુલ 25 ટેબલ પર મતગણતરી ચાલી રહી છે. સમગ્ર પ્રક્રિયા પર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બારામતી બેઠક પર આ વખતે લગભગ 58% જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં અંદાજે 2.23 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ વલણો સુનેત્રા પવારની તરફેણમાં દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસે ઉમેદવાર પાછો ખેંચતા સુનેત્રા પવારને મોટી રાહત

આ પેટાચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે કોંગ્રેસે તેના ઉમેદવાર આકાશ મોરેનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે સુનેત્રા પવારની અપીલ બાદ આ નિર્ણય લીધો હતો. અગાઉ કોંગ્રેસે અજિત પવારના વિમાન અકસ્માતની તપાસની માંગ સાથે ઉમેદવાર ઉતાર્યો હતો, પરંતુ પાછળથી મૈત્રીપૂર્ણ વલણ અપનાવતા મેદાન ખાલી કર્યું હતું. આ નિર્ણયનો સીધો ફાયદો સુનેત્રા પવારને મળતો દેખાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રની રાજનીતિ માટે નિર્ણાયક પરિણામ

બારામતીની આ પેટાચૂંટણી માત્ર એક બેઠકની હાર-જીત નથી, પરંતુ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ અને ખાસ કરીને NCP ના બંને જૂથો વચ્ચેના પાવર સંઘર્ષનું પ્રતિબિંબ છે. સુનેત્રા પવાર માટે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે. બપોર સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે બારામતીના મતદારોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. આ પરિણામોની અસર આગામી રાજ્યની મુખ્ય વિધાનસભા ચૂંટણીઓ પર પણ જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Trump Approval Rating 2026 Survey| અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો 66 ટકા લોકો આર્થિક નીતિઓથી નાખુશ, ઈરાન મુદ્દે પણ વિરોધ

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!