Cabinet Rail Project: ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા નવા રેલ-કમ-રોડ પુલ સહિત આ પ્રોજેક્ટના નિર્માણને કેબિનેટની મંજૂરી, ખર્ચશે રૂ. 2,642 કરોડ.

Cabinet approved the Varanasi-Pandit Deendayal Upadhyaya Multitracking and new rail-cum-road bridge on Ganga River.
Cabinet approved the Varanasi-Pandit Deendayal Upadhyaya Multitracking and new rail-cum-road bridge on Ganga River.

News Continuous Bureau | Mumbai

Cabinet Rail Project: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે. 

વારાણસી રેલવે સ્ટેશન, ભારતીય રેલવેમાં ( Indian Railways ) એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે મુખ્ય ઝોનને જોડે છે અને યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. વારાણસી-પં. દીન દયાળ ઉપાધ્યાય (ડીડીયુ) જંકશન રૂટ, જે પેસેન્જર અને નૂર ટ્રાફિક બંને માટે મહત્વપૂર્ણ છે, તે કોલસો, સિમેન્ટ અને અનાજ જેવા માલના પરિવહનમાં તેની ભૂમિકાને કારણે તેમજ વધતા જતા પર્યટન અને ઔદ્યોગિક માંગને પહોંચી વળવા માટે ભારે ભીડનો સામનો કરે છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારાની જરૂર છે, જેમાં ગંગા નદી પર નવો રેલ-કમ-રોડ પુલ ( Rail-cum-road bridge )  અને ત્રીજી અને ચોથી રેલવે લાઇનનો ( Varanasi-Pt. Deen Dayal Upadhyaya ) ઉમેરો સામેલ છે. આ વૃદ્ધિનો ઉદ્દેશ ક્ષમતા, કાર્યદક્ષતામાં સુધારો કરવાનો અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને ટેકો આપવાનો છે. આ પટ્ટામાં ભીડમાં રાહત ઉપરાંત સૂચિત પટ્ટા પર 27.83 એમટીપીએ નૂરની અપેક્ષા છે.

પરિયોજના ( Cabinet ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ ક્ષેત્રનાં લોકોને તેમનાં રોજગાર/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી “કુશળ” બનાવશે.

આ સમાચાર પણ વાંચો:  Rabi Crops MSP: ખેડૂતોને દિવાળીની ભેટ! કેબિનેટે માર્કેટિંગ સિઝન 2025-26 માટે ઘઉં સહીત આ પાકનાં લઘુતમ ટેકાનાં ભાવને આપી મંજૂરી.

પ્રોજેક્ટ ( Cabinet Rail Project ) મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગાતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે અવિરત જોડાણ પ્રદાન કરશે.

ઉત્તર પ્રદેશના 2 જિલ્લાઓને આવરી લેતી આ પરિયોજનાથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 30 કિલોમીટરનો વધારો થશે.

રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં તથા કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (149 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 6 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!