Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી

Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી

 

News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Alert। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં વિચિત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક અસહ્ય ગરમી લોકોની કસોટી કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર તાપમાનનો પારો ઊંચકાશે. મુંબઈ, ઠાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ઉષ્ણ અને ભેજવાળા વાતાવરણ માટે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.

ગરમ પવનોને કારણે તાપમાનમાં વધારો

6 થી 8 મે દરમિયાન મુંબઈમાં મહત્તમ તાપમાન 36 અંશ સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી ગરમીનો અનુભવ વધુ થશે. હવામાન નિષ્ણાતોના મતે, પવનોની દિશા બદલાવાને કારણે અને મહારાષ્ટ્ર પર એન્ટી-સાયક્લોનિક સ્થિતિ સર્જાવાને લીધે ગરમ પવનો નીચેના સ્તરે રોકાઈ જશે, જેને પરિણામે અસહ્ય ઉકળાટ અનુભવાશે. નાગરિકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ

આ સપ્તાહના અંત સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની સિસ્ટમ (Cyclone System) સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ કેરળના દરિયાકાંઠાની નજીક તૈયાર થઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે આ સંભવિત ચક્રવાતની મહારાષ્ટ્ર પર બહુ અસર થવાની શક્યતા ઓછી છે. આગામી 48 થી 72 કલાકમાં આ સિસ્ટમ કેટલી મજબૂત થશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. ભારતીય હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ચિખલદરા જેવા હિલ સ્ટેશન પણ તપ્યા

સાતપુડાની પર્વતમાળાઓમાં આવેલું વિખ્યાત પર્યટન સ્થળ ચિખલદરા પણ આ વખતે ગરમીથી બચી શક્યું નથી. ત્યાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે પ્રવાસીઓએ ત્યાં જવાનું ટાળ્યું છે. સામાન્ય રીતે મે મહિનામાં અહીં મોટી ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે કાળઝાળ ગરમીને કારણે પર્યટન સ્થળો સુમસામ જોવા મળી રહ્યા છે અને સ્થાનિક વેપાર પર તેની માઠી અસર પડી છે.

👉 આ સમાચાર વાચો:
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!