News Continuous Bureau | Mumbai
Mangal Prabhat Lodha: કોલ્હાપુર ( Kolhapur ) જિલ્લાનાં વિશાલગઢમાં ગેરકાયદે બનેલી મસ્જિદ ( illegal mosque ) હટાવવા માટે આઝાદ મેદાનમાં ધરણા ઉપર બેઠેલા શિવપ્રેમીઓને મળીને રાજ્યના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાઐ તેમના વિરોધનું સમર્થન કર્યુ હતું અને તેમના વિરોધનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

વિશાલગઢમાં ( vishalgad ) અમુક લોકોઐ ગેરકાયદે બાંધકામ કરીને ગેરકાયદે મસ્જિદ બનાવી છે. આ બાંધકામના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં ( Azad Maidan ) વિશાલગઢનાં ઘણા શિવ પ્રેમીઓએ ધરણા કર્યા હતા. આ પ્રસંગે મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા વિરોધ સ્થળ પર જઈને તરત જ તમામ દેખાવકારોને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેઓ તેમના વિચારો મુખ્યમંત્રી સુધી પહોંચાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદ મેદાનમાં દુર્ગ પ્રેમીઓ અને શિવપ્રેમી નાગરિકો દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વખતે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વિરોધ સ્થળની મુલાકાત લીધી, વિરોધીઓની વાત સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : GST Rules: GSTના 7 વર્ષમાં દેશના તમામ રાજ્યોની આવક વધી, વેપારીઓને પણ થયો મોટો ફાયદો, આવકવેરા ભરનારાઓની સંખ્યામાં 81 લાખનો વધારો.. જાણો વિગતે..
આ પ્રસંગે મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) કહ્યું, કે આ તમામ દેખાવકારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આંદોલનકારો ( Protest ) મને આદેશની નકલ આપે એટલે તેમની સાથે મંત્રી લોઢા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જશે એવી ખાતરી પણ ઉચ્ચારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
