Annual Survey of Industries Conference: આવતીકાલે જામનગરમાં યોજાશે વાર્ષિક સર્વેક્ષણ ઓફ ઈન્ડસ્ટ્રીઝની કૉન્ફરન્સ, જાણો શું છે આનો ઉદ્દેશ?

The Annual Survey of Industries Conference will be held on November 21 at Jamnagar
The Annual Survey of Industries Conference will be held on November 21 at Jamnagar

News Continuous Bureau | Mumbai

Annual Survey of Industries Conference:  ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) 1950થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરી રહી છે. વાર્ષિક સર્વેક્ષણ ઑફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) એ ભારતમાં ઔદ્યોગિક આંકડાઓનો મુખ્ય સ્ત્રોત છે. કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ (COS) એક્ટ, 2008ની વૈધાનિક જોગવાઈઓ અને 2011માં તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે.  

કોન્ફરન્સનો ( Annual Survey of Industries ) ઉદ્દેશ ઔદ્યોગિક એકમો/ઉદ્યોગ સાહસિકોમાં ASI 2023-2024 શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવામાં જાગૃતિ લાવવાનો છે. નાણાકીય વર્ષ 2023-2024 માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ફેક્ટરીઓના પ્રતિનિધિઓ ASI રિટર્ન 2023-2024 સમયસર ભરવા માટે હાજર રહી શકે છે. આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આંકડાકીય હેતુઓ માટે થાય છે; ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઔદ્યોગિક ક્ષેત્રના યોગદાનનો અંદાજ કાઢવો અને ઔદ્યોગિક વિકાસ ( Industrial Growth ) માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા માટે પણ ઉપયોગી છે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Sugarcane Farmers: ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક વિકાસમાં વધારો, ખાંડ સહકારી મંડળીઓ થકી તેમને ચૂકવાઈ અધધ કરોડથી વધુની રકમ.

NSO, MOSPIની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીના DDG ડૉ. નિયતિ જોશી, ગુજરાત સરકારના જામનગર જિલ્લાના સ્ટેટિક્સ ઓફિસર શ્રીમતી બિનલ સુથાર અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, દરેડના પ્રતિનિધિઓ, પ્રમુખ શ્રી દિનેશભાઈ એમ. ડાંગરીયા અને જામનગરના પ્રમુખ શ્રી લાખાભાઈ કેસરવાણીની સાથે 21 નવેમ્બર 2024ના રોજ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ઓફિસ, શંકર ટેકરી ખાતે સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત એનએસઓ (એફઓડી)ના વરિષ્ઠ સ્ટેટિક્સ ઓફિસર, શ્રી એ કે એસ રાઠોડ, શ્રી શૈલેષ કુમાર, શ્રી મૃત્યુંજય કુમાર અને અન્ય અધિકારીઓ કોન્ફરન્સમાં ( Annual Survey of Industries Conference ) ભાગ લઈ રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!