• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - animal - Page 7
Tag:

animal

ranbir kapoor to promote animal and support team india on world cup semifinals
મનોરંજન

Ranbir kapoor: ભારત વર્સીસ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ માં જોવા મળશે રણબીર કપૂર, કોમેન્ટ્રી બોક્સ માં બેસી ને કરશે આ કામ

by Zalak Parikh November 14, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દરમિયાન અભિનેતા વિશે એક મોટી માહિતી સામે આવી છે. રણબીર 15 નવેમ્બર  ના રોજ મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ભારત અને ન્યુઝીલેન્ડ મેચ જોવા માટે હાજર રહેશે.આ દરમિયાન રણબીર કપૂર પોતાની ફિલ્મ એનિમલ નું પ્રમોશન પણ કરશે. 

 

સેમિફાઇનલ મેચ જોવા જશે રણબીર કપૂર 

સ્ટાર સ્પોર્ટ્સ એ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક જાહેરાત પોસ્ટ કરી છે. આ જાહેરાત અનુસાર, રણબીર કપૂર ભારત વર્સીસ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ  મેચ પહેલા કોમેન્ટ્રી બોક્સમાં હાજર રહેશે. ત્યાં તે તેની આગામી ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરશે અને ભારતીય ટીમને સપોર્ટ કરતા જોવા મળશે. 

Cricket, cinema, and ANIMAL! 😍😉#RanbirKapoor joins the cricket fever with a dash of ‘Animal’ madness. Buckle up for a pre-match spectacle on #CricketLive like never before! 🤩

Tune-in to #INDvNZ in the #WorldCupOnStar
WED, 15 NOV, 12.00 PM onwards | Star Sports Network pic.twitter.com/qGmLZEVBqe

— Star Sports (@StarSportsIndia) November 13, 2023


તમને જણાવી દઈએ કે સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર,અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો : Suhana khan: અમૃતપાલ સિંહ ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને લૂંટી લાઈમલાઈટ

November 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor film animal set for biggest usa release yet
મનોરંજન

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

by Zalak Parikh November 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના તેમની આગામી ફિલ્મ ‘એનિમલ’ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા ની જોડી પહેલીવાર પડદા પર જોવા મળશે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે આ ફિલ્મ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મ  આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને યુએસએમાં અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે.

   

એનિમલ ને અમેરિકા માં મળી 888 સ્ક્રીન 

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ એ બ્રહ્માસ્ત્ર અને જવાન નો પર રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મને ઉત્તર અમેરિકામાં 888 થી વધુ સ્ક્રીન્સ મળી છે. રિપોર્ટ મુજબ આ સંખ્યા ‘જવાન’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરતાં મોટી છે.રણબીર કપૂર ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની વાત કરીએ તો આ ફિલ્મ ને અમેરિકામાં 810 સ્ક્રીન મળી હતી, જ્યારેકેકે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને અમેરિકા માં 850 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. હવે સંદીપ રેડ્ડી વાંગા ની ‘એનિમલ’ પણ આટલી મોટી રિલીઝ મેળવનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt: આલિયા ભટ્ટે તેની દીકરી રાહા ના જન્મદિવસ ની ઉજવણી ની શેર કરી તસવીરો, ફોટો શેર કરી કહી આવી વાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘એનિમલ’નું ટ્રેલર દિવાળી બાદ 18 નવેમ્બરે રિલીઝ થવાની ધારણા છે.

November 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Crocodile Attack Video Crocodile came crawling and climbed on the person like this video gave goosebumps
પાલતુ અને પ્રાણીઓ

Crocodile Attack Video : મહાકાય મગરે એક વ્યક્તિને લગાવ્યું ગળે, આ વાયરલ વીડિયો જોયા બાદ હૃદયના ધબકારા વધી જશે.. જુઓ

by Hiral Meria November 7, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Crocodile Attack Video : મગર ( Crocodile ) ખૂબ જ ખતરનાક પ્રાણી છે. જો કોઈ આકસ્મિક રીતે તેના શક્તિશાળી જડબાની પકડમાં આવી જાય તો પણ તેનું કામ બરબાદ થવાની ખાતરી છે. માત્ર માણસો જ નહીં, મગર પ્રાણીઓના ( Animal ) શરીરને પણ ફાડી શકે છે. ઊલટું એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા ( Social Media ) પર વાયરલ ( Viral video ) થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. જેમાં ખૂબ જ ખતરનાક દેખાતો મગર મૈત્રીપૂર્ણ વલણ બતાવી રહ્યો છે. વીડિયો જોયા પછી કોઈ પણ ડરી જશે, પરંતુ આ વ્યક્તિ ખૂબ જ આરામથી મગર સાથે રમી ( playing ) રહ્યો છે.

જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

મગરે વ્યક્તિ પર પ્રેમ વરસાવ્યો પ્રેમ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ જમીન પર ફરી રહ્યો છે. દરમિયાન, એક વિકરાળ મગર તેની તરફ આવે છે અને માણસ પર ચઢી જાય છે. દરેક વ્યક્તિ વિચારે છે કે મગર હવે વ્યક્તિને પોતાનો શિકાર બનાવશે. પરંતુ આ વિડિયોમાં મગર તેના સ્વભાવથી વિપરીત કામ કરે છે અને વ્યક્તિ પર પ્રેમ વરસાવવા લાગે છે. વીડિયો જોઈને કહી શકાય છે કે આ મગર પાળતુ પ્રાણી હશે.

આ સમાચાર પણ વાંચો :  Delhi Air Pollution : જીવલેણ પ્રદૂષણ મામલે SCની પંજાબ, દિલ્હી સરકારને ફટકાર, કહ્યું- આ અસહ્ય બની ગયું છે, જો અમારું બુલડોઝર ચાલશે તો અટકશે નહીં…

મગરની સૌથી આક્રમક પ્રજાતિ

જે રીતે એક માણસ અને મગર એકબીજા પર પ્રેમ વરસાવતા હોય છે, આવું દૃશ્ય સામાન્ય રીતે જોવા મળતું નથી. તે વ્યક્તિ સતત મગરને ખૂબ પ્રેમથી ગળે લગાવે છે અને સ્નેહ કરે છે. આ વીડિયો jayprehistoricpets નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘માનવીએ આ આક્રમક પ્રજાતિના પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ.’

November 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
is bobby deol playing a cannibal character in ranbir kapoor film animal actor talk about his role
મનોરંજન

Bobby deol: શું રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ માં નરભક્ષક ની ભૂમિકા ભજવી રહ્યો છે બોબી દેઓલ? અભિનેતા એ પોતાના રોલ વિશે કહી આ વાત

by Zalak Parikh October 16, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bobby deol:સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ની સાથે બોબી દેઓલ નો પણ ખૂંખાર લુક જોવા મળ્યો હતો. ટીઝર માં ખાલી થોડી સેકન્ડ જોવા મળેલા બોબી દેઓલ ના રોલ ને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે એક હોમોસેક્સ્યુઅલનો રોલ કરી રહ્યો છે. તેમજ કેટલાક નું માનવું છે કે, તે નરભક્ષકની ભૂમિકા ભજવી રહ્યો છે.

 

ફિલ્મ એનિમલ માં બોબી દેઓલ ની ભૂમિકા 

ઈન્ટરનેટ પર સામે આવેલા એક વીડિયોમાં બોબી ફિલ્મમાં તેના પાત્ર વિશે કેટલીક માહિતી આપતો જોવા મળે છે. ટીઝરમાં તેના સીન વિશે વાત કરતા, બોબીએ કહ્યું, “કંઈક અલગ કર્યું છે. હું એ હકીકતથી ખૂબ જ ઉત્સાહિત છું કે હું અલગ દેખાઉં છું અને તમે લોકો જાણવા માંગો છો કે હું તે શોટમાં શું કરી રહ્યો છું. પરંતુ હું પરંતુ મેં કહ્યું તેમ, હું તમને જણાવવાનો નથી. હું ચોક્કસપણે તેમાં કંઈક ખાઉં છું. “કંઈક ચાવી રહ્યો છું .” તમને જણાવી દઈએ કે સીનમાં બોબી દરવાજો ખોલી રહ્યો છે અને તેની પાસે ચાકુ છે. તે ખૂબ જ ડરામણો લાગે છે અને કંઈક ચાવી રહ્યો છે.

the Cannibal theories might be true 😦 #Animal #BobbyDeol pic.twitter.com/uMkeoGF7he

— RKᴬ (@seeuatthemovie) October 15, 2023

ફિલ્મ એનિમલ ની રિલીઝ ડેટ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ‘એનિમલ’ના ટીઝર પછી થોડા વધુ ગીતો રિલીઝ કરશે. તેમજ ‘એનિમલ’નું ટ્રેલર ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવશે. હાલમાં તે તારીખ 23મી નવેમ્બર હોવાનું કહેવાય છે.’એનિમલ’માં રણબીર કપૂર સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ના નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ‘એનિમલ’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે. 

આ સમાચાર પણ વાંચો : Aarya 3 trailer: આર્યા 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,બાળકો માટે હાથમાં હથિયાર સાથે દુશ્મનો પર હુમલો કરતી જોવા મળી સુષ્મિતા સેન

October 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal first song out ranbir kapoor and rashmika mandanna chemistry on fire
મનોરંજન

Animal song out: ફિલ્મ એનિમલ નું પહેલું ગીત ‘હુઆ મેં’ થયું વાયરલ, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ની કેમેસ્ટ્રી એ લગાવી ઈન્ટરનેટ પર આગ, જુઓ વિડીયો

by Zalak Parikh October 12, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Animal song out:જ્યારે થી રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી લોકો ફિલ્મ ની રિલીઝ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ નું રોમેન્ટિક સોન્ગ ‘હુઆ મેં’રિલીઝ કરવામાં આવ્યું છે.આ ગીત ની શરૂઆત રણબીર અને રશ્મિકા ના લિપ લોક થી થાય છે. આ ગીતના બોલ મનોજ મુન્તાશીર શુક્લાએ લખ્યા છે અને તેને રાઘવ ચૈતન્ય અને પ્રિતમે ગાયું છે. આ ગીત ને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

 

એનિમલ ફિલ્મ નું પહેલું ગીત 

આ રોમેન્ટિક ગીતમાં માત્ર સૂર જ સુંદર નથી, પરંતુ રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી પણ છે. આ મ્યુઝિક વીડિયોમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના આખા પરિવારની સામે લિપ-લૉક કરતા જોવા મળે છે. જે પછી રણબીર કપૂર તેને ખૂબ જ અનોખી અને સુંદર ડેટ પર લઈ જાય છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના પ્લેનમાં એકલા રોમાન્સ કરતા જોવા મળે છે.અને ગીત ના અંત માં રણબીર અને રશ્મિકા પણ લગ્ન કરતા જોવા મળી રહ્યા છે.આ ગીત રિલીઝ થતાની સાથે જ તેને થોડા જ કલાકોમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

એનિમલ ની સ્ટારકાસ્ટ 

આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. ‘એનિમલ’ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શનના કામને કારણે તેને 1 ડિસેમ્બર 2023 સુધી ધકેલી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત

October 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Animal ranbir kapoor was not sandeep reddy vanga first choice south superstar mahesh babu offer this lead role
મનોરંજન

Animal: એનિમલ માટે રણબીર કપૂર નહોતો સંદીપ રેડ્ડી વાંગા ની પહેલી પસંદ, આ સાઉથ સુપરસ્ટાર ને ઓફર થયો હતો લીડ રોલ

by Zalak Parikh September 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal:  સંદીપ રેડ્ડી વાંગા તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણબીરના જન્મદિવસ પર રિલીઝ થયેલ ફિલ્મનું ટીઝર સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ટીઝર માં રણબીર કપૂર નો ચોકલેટી બોય લુક થી લઇ ને હિંસાત્મક લુક જોવા મળી રહ્યો છે.એનિમલ ના ટીઝર ને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ‘એનિમલ’ માટે રણબીર કપૂર પહેલી પસંદ નહોતો.

 

એનિમલ માટે મહેશ બાબુ નો કરવામાં આવ્યો હતો સંપર્ક 

રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે એનિમલની ઑફર પહેલા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને આપવામાં આવી હતી, પરંતુ તેણે આ રોલ કરવાની ના પાડી હતી. સંદીપ રેડ્ડી વાંગાએ પહેલા તેને તેલુગુમાં બનાવવાનું વિચાર્યું હતું. જો કે, મહેશ બાબુએ ના પાડ્યા પછી, ફિલ્મ નિર્માતાએ રણબીર કપૂરને કાસ્ટ કર્યો અને હિન્દીમાં ફિલ્મ બનાવી મીડિયા રિપોર્ટ મુજબ મહેશ બાબુ આ સંદર્ભે સંદીપ રેડ્ડી વાંગા ને મળ્યો હતો. જો કે આ અંગે બંને વાત કરી શક્યા ન હતા. કથિત રીતે અભિનેતાએ ના પાડવાનું કારણ એ હતું કે આ ફિલ્મ ડાર્ક વિષય પર આધારિત હતી. જેના કારણે તે આ બાબતે થોડો સંકોચ અનુભવતો હતો. આ અંગે મહેશનું માનવું હતું કે ફિલ્મનો આ વિષય તેના પુરૂષ દર્શકો સાથે જોડાઈ શકશે નહીં અને આ ફિલ્મ તેની અને તેના દર્શકોની રુચિ બંને માટે તદ્દન અલગ છે.

આ સમાચાર પણ વાંચો :  Vijay deverakonda on animal: એનિમલ ના ટીઝર પર રશ્મિકા મંડન્ના ના કથિત બોયફ્રેન્ડે આપી પ્રતિક્રિયા, વિજય દેવરાકોંડા એ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને આવું કહી ને સંબોધી

તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સંદીપે મહેશ બાબુને આ ફિલ્મ ઓફર કરી હતી, ત્યારે તેનું નામ ‘ડેવિલ’ હતું. જો કે, મહેશ બાબુ દ્વારા ઓફર નકારી કાઢ્યા બાદ ફિલ્મનું નામ બદલીને ‘એનિમલ’ કરી દેવામાં આવ્યું હતું.

September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Animal teaser release on ranbir kapoor birthday
મનોરંજન

Animal teaser: રણબીર કપૂર ના જન્મદિવસે તેના ફેન્સ ને મળી મોટી ગિફ્ટ, અભિનેતા ની બહુ ચર્ચિત ફિલ્મ એનિમલ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જુઓ વિડીયો

by Zalak Parikh September 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal teaser: રણબીર કપૂરની ‘એનિમલ’ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ છે.રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત એનિમલનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તેના સંબંધમાં કેટલાક હેશટેગ્સ પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

 

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટીઝર થયું રિલીઝ 

‘એનિમલ’ના ટીઝર જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ચોકલેટી બોય લુકની સાથે સાથે ડેશિંગ દાઢીવાળા લુકમાં પણ જોવા મળશે. ફિલ્મમાં ઘણી બધી એક્શન,ડ્રામા અને ફાઇટ સીન જોવા મળશે. આ ફિલ્મ ખૂબ જ રોમાંચક બનવાની છે. રશ્મિકા મંદન્ના રણબીર કપૂરની પ્રેમિકા તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘એનિમલ’માં અનિલ કપૂર રણબીર કપૂર ના પિતા ના રોલ માં જોવા મળશે. ઉપરાંત ફિલ્મ માં બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ લીડ રોલમાં છે. 

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ની રિલીઝ ડેટ 

તમને યાદ અપાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તે પછી શક્ય ના બન્યું. હવે આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકાની જોડી પહેલીવાર પડદા પર જોવા મળશે. રશ્મિકાએ અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને તે દક્ષિણ ભારતની મોટી સ્ટાર છે અને તેણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: ફરી લપસી નસીરુદ્દીન શાહ ની જીભ,બોલિવૂડ બાદ હવે સાઉથ ની ફિલ્મો નો કાઢ્યો વારો, આ ફિલ્મની કરી ટીકા

September 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viral Video: Tiger hides from elephant herd, video goes viral. Watch
પ્રકૃતિ

Viral Video: વાઘ પણ જાણે છે કે હાથી સાથે પંગો લેવો નહીં.. હાથીઓના ટોળાને જોઈને વાઘે આ રીતે આપ્યો રસ્તો, જુઓ વિડિયો.

by Hiral Meria September 11, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Viral Video : જમીન પરનું સૌથી મોટું પ્રાણી હાથી (Elephant) છે અને હાથી પાસે અમુક એવા અમુક ખાસ સંવેદનો છે જેમ કે હાથી વાઇબ્રેશન થકી સિગ્નલ સમજી શકે છે, જે માણસના કાન ન સાંભળી શકે, જ્યારે હાથી એ વાત સહેલાઇથી સાંભળી શકે છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે, જેમાં હાથીઓના ટોળાને રસ્તો આપવા માટે વાઘ (Tiger) ઝાડીઓ પાછળ છુપાઈ જાય છે, ત્યારે આ વીડિયો વાયરલ (Video Viral) થાય તે સ્વાભાવિક છે.

IFS ઓફિસર સુશાંત નંદા અવારનવાર ટ્વિટર પર પ્રાણીઓને લગતા વીડિયો શેર કરે છે, જેમાંથી ઘણામાં યૂઝર્સ પ્રાણી (Animal) ઓની અદભૂત હરકતો જોઈને દંગ રહી જાય છે. આવો જ એક નવો વીડિયો અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે મૂળ વિજેતા સિંહાએ શૂટ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જંગલના માર્ગ પર ચાલતો વાઘ તરત જ ઝાડીઓ પાછળ સંતાઈ જાય છે અને હાથીના ટોળા માટે રસ્તો સાફ કરે છે. આ વિડીયોને જોઈને તમે પહેલા તો આશ્ચર્યચકિત થઈ જશો, પરંતુ પછી તમને હસવું આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..

જુઓ વિડિયો

This is a respect in the animal kingdom!
Elephant trumpets on smelling the tiger. The tiger gives way to the titan herd!
Watch until the end, maybe he is hiding out of fear? 😂pic.twitter.com/bBAl2EhVzf

— Figen (@TheFigen_) September 9, 2023

વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે એક શિકારી વાઘ હાથીઓના ટોળા માટે રસ્તો બનાવવા ઝાડીઓમાં બેસે છે. પ્રાણીઓ વચ્ચે સંવાદિતાની આ લાગણી જ આ વીડિયોને ખૂબ જ રસપ્રદ બનાવે છે. વીડિયો શેર કરતી વખતે, IFS અધિકારીએ કેપ્શનમાં લખ્યું,આ રીતે પ્રાણીઓ વાતચીત કરે છે અને સંવાદિતા જાળવી રાખે છે. હાથીની ગંધ આવી જતાં જંગલનો રાજા એના ટોળાને પહેલાં રસ્તો આપી દે છે. વાઘના આ વર્તનથી નેટીઝન્સ ચોંકી ગયા છે. વાઘનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

September 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
This video of boat sailing past hundreds of Crocodiles is bound to send chill down your spine. WATCH
પ્રકૃતિ

Viral Video: સેંકડો મગરોથી ભરેલી હતી નદી, તેમાં બોટ લઈને ઘૂસ્યો એક વ્યક્તિ, આગળ શું થયું? જુઓ આ વિડીયોમાં…

by Hiral Meria September 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

મગર (Crocodile)એ પાણીમાં જોવા મળતા સૌથી ખતરનાક જીવોમાંનું એક છે. કોઈપણ પ્રાણી માટે તેમના ઘાતક જડબામાંથી છટકી જવું ખૂબ જ દુર્લભ છે. કારણ કે એકવાર તેઓ કોઈને પકડે છે, તેઓ તેને ક્યારેય જવા દેતા નથી. આ કારણોસર, લગભગ તમામ ભૂમિ પ્રાણીઓ અને જળચર જીવો મગરથી સુરક્ષિત અંતર જાળવી રાખે છે. સિંહ પણ પાણીમાં પ્રવેશતા પહેલા સો વખત વિચારે છે.

જો તમને મગરથી ભરેલી નદી(RIver) માં બોટ (Boat) ચલાવવાનું કહેવામાં આવે તો? નિઃશંકપણે, મગરોના ટોળામાંથી બોટિંગ કરવાનો વિચાર તમને ડરાવી દેશે. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક બોટ મગરથી ભરેલી નદીમાંથી પસાર થતી બતાવવામાં આવી છે. વીડિયો(Viral video) માં તમે જોઈ શકો છો કે સેંકડો મગર નદીમાં છે, તે બધા વિકરાળ દેખાઈ રહ્યા છે, આ દરમિયાન તેમની વચ્ચેથી એક બોટ પસાર થઈ રહી છે. આ જોઈને કોઈપણ ડરી જશે.

જુઓ વિડીયો

Watch a terrifying boat passage through a river 😳 pic.twitter.com/7NPppcrDKR

— OddIy Terrifying (@OTerrifying) September 7, 2023

આ સમાચાર પણ વાંચો : Viral Video: આ રેસ્ટોરન્ટમાં પીરસાઈ જીવંત માછલી, ખાવા જતા માછલીએ ખોલ્યું મોઢું.. પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

શું કોઈ મગરની ગણતરી કરી શકશે?

એવું લાગે છે કે બોટની ( Boating) મોટરનો જોરદાર અવાજ સાંભળીને મગરો ડરી જાય છે અને નદી કિનારે કૂદી પડે છે. જો કે વિડિયોની સત્યતાની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ @OTerrifying દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વિડિયોએ નેટીઝન્સ ચોંકાવી દીધા છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે આવી નદીમાં કોઈ કેવી રીતે ઘૂસી શકે છે. એક યુઝરે કમેન્ટ કરી કે, કેટલા મગર છે? કોઈ તેની ગણતરી કરવાની હિંમત કરે છે? બીજાએ લખ્યું, તે ભયંકર નદી છે, ભયંકર હોડી નથી.

September 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
rashmika mandanna praised this bollywood actor called him a strong actor and a wonderful person
મનોરંજન

રશ્મિકા મંદન્નાએ બોલિવૂડ ના આ અભિનેતાની કરી પ્રશંસા, જણાવ્યો તેને એક મજબૂત અભિનેતા અને અદભુત માણસ

by Zalak Parikh June 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

રશ્મિકા મંદન્ના નેશનલ ક્રશ તરીકે પણ ઓળખાય છે. અભિનેત્રી પોતાની સુંદર અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ડેબ્યુ કર્યા પછી, તે ટૂંક સમયમાં સુપરસ્ટાર રણબીર કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ફિલ્મ ‘એનિમલ’માં રશ્મિકા મહત્વના રોલમાં છે. હાલમાં જ તેણે આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

રશ્મિકા એ ફિલ્મ એનિમલ ના અનુભવ પર કરી વાત 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને હવે તે હૈદરાબાદ પરત ફરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં તેણે ફિલ્મના એક્ટર રણબીર કપૂરના પણ વખાણ કર્યા છે. તેણે તેને એક મજબૂત અભિનેતા અને અદ્ભુત માણસ ગણાવ્યો છે. આ ઇન્સ્ટા સ્ટોરીમાં તેણે ફિલ્મ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ લખ્યું, “આ ફિલ્મ મારી પાસે અચાનક આવી ગઈ. મને આશ્ચર્ય થયું પણ હું ‘એનિમલ’ માટે ખરેખર ઉત્સાહિત પણ હતી. અલબત્ત હું આખી ટીમ સાથે કામ કરવા માંગતી હતી. મને લાગે છે કે મેં આ ફિલ્મ માટે લગભગ 50 દિવસ સુધી શૂટિંગ કર્યું છે.’તેણે વધુમાં ઉમેર્યું, “હવે જ્યારે શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારે મને એક ખાલીપો લાગે છે. આખી ટીમ સુંદર હતી. સેટ પર કામ કરતા લોકો ખૂબ જ પ્રોફેશનલ અને દયાળુ હતા. મેં તેમને ઘણી વખત કહ્યું કે હું 1000 વખત પણ બધા સાથે કામ કરવા તૈયાર છું.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

રશ્મિકા એ રણબીર કપૂર વિશે કહી આ વાત 

રશ્મિકાએ ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાના વખાણ કર્યા અને કહ્યું કે જો આવતીકાલે કોઈ ફિલ્મ કે ફિલ્મમાં તેનો અભિનય લોકોને ગમશે તો તેનો સંપૂર્ણ શ્રેય ડિરેક્ટરને જાય છે, તેણે તેના કો-સ્ટાર રણબીર કપૂર વિશે કહ્યું કે પ્રથમ વખત તેની સાથે કામ કરવા ને લઇ ને તે  ખૂબ જ નર્વસ હતી., પરંતુ.. ભગવાને તેને બનાવવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે. તે એક તેજસ્વી અભિનેતા અને અદભૂત માણસ છે. અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, તેણે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરની પણ પ્રશંસા કરી.

આ સમાચાર પણ વાંચો: નથી અટકી રહ્યો ‘આદિપુરુષ’ નો વિવાદ, ફિલ્મને લઈને નેપાળમાં થયો હંગામો, કાઠમંડુ પછી બીજા શહેર માં પણ હિન્દી ફિલ્મો પર લાગ્યો પ્રતિબંધ

June 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક