• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bhupendra Patel - Page 5
Tag:

Bhupendra Patel

Oxygen Park Ahmedabad Chief Minister Bhupendra Patel inaugurated a new oxygen park at Bopal, planting so many lakh trees under Mission Million Trees.
અમદાવાદ

Oxygen Park Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે નવો ઓક્સિજન પાર્ક ખોલ્યો,”મિશન મીલીયન ટ્રીઝ” અંતર્ગત આટલા લાખ વૃક્ષોનું કર્યું વાવેતર..

by khushali ladva January 21, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

Oxygen Park Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે.

આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પીન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mobile Medical Van Scheme: ગુજરાત સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” શ્રમયોગીઓ માટે આશીર્વાદરૂપ, આટલા લાખથી વધુ લોકોને મળ્યો લાભ

Oxygen Park Ahmedabad: અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્રિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડનની વાત કરીએ તો કુલ 303 જેટલા ગાર્ડનનો સમાવેશ થાય છે જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્રિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્રિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્રિમ ઝોનમાં 81 અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 મળી કુલ 303 ગાર્ડનનો સમાવેશ થાય છે.

જે અંતર્ગત ચાલુ વર્ષે પણ શહેરની ગ્રીનરીમાં વધારો થાય અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા ને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વધુ એક ઓકિસજન પાર્ક નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ – પદાધિકારીઓ તથા કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Solar Power Plants Bhupendra Patel's environmentally friendly approach Approval given for installation of solar power plants for municipalities..
રાજ્ય

Solar Power Plants: ભૂપેન્દ્ર પટેલનો પર્યાવરણ પ્રિય અભિગમ: નગરપાલિકાઓ માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપનની આપી મંજૂરી..

by khushali ladva January 18, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો પર્યાવરણ પ્રિય અભિગમ
  • રાજ્યના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય ફાળવાઈ
  • નગરપાલિકાઓ પોતાના એસ.ટી.પી., ડબ્લ્યુ.ટી.પી., પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો ઉદાત હેતુ

Solar Power Plants: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી વિસ્તારવાનો પર્યાવરણ-પ્રિય નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગથી વીજબિલમાં ઘટાડો કરવા સાથે તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી નગરપાલિકાઓને સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફંડ ફાળવવાનું સુનિશ્ચિત કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યની નગરપાલિકાઓ પોતાના વિસ્તારોના સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પંપિગ સ્ટેશન્સ અને વોટર વર્ક્સ તેમ જ નગરપાલિકાઓના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધીમાં રાજ્યની ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિ રાજ્યની ૫૫ નગરપાલિકાઓએ ૯૭ સ્થળો પર આવી કામગીરી પૂર્ણ કરી લીધી છે.

આ સમાચાર પણ વાંચો:  INS Mumbai: INS મુંબઈ માટે નવી સફળતા, બહુરાષ્ટ્રીય કવાયત લા પેરોસમાં ભાગ લેશે..

Solar Power Plants: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુને વધુ નગરપાલિકાઓ આવા સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને પોતે સોલાર એનર્જી જનરેશન અને તેના ઉપયોગથી વીજબિલ ખર્ચ ઘટાડી શકે અને આત્મનિર્ભર બને તેવા અભિગમને વ્યાપક બનાવવાની નેમ રાખી છે.

તેમણે આ માટે રાજ્યની વધુ ૩૨ નગરપાલિકાઓને ૬૦ સ્થળો પર કુલ ૬.૭ મેગાવોટના સોલાર પ્લાન્ટ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલોમાં અંદાજે ૫૦ ટકા સુધીની બચત થઈ શકશે એવો અંદાજ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amit Shah 'Road Safety Campaign-2025' launched in Gujarat with the theme 'Parvah', in the special presence of Amit Shah and Bhupendra Patel...
રાજ્ય

Amit Shah: ‘પરવાહ’ થીમ સાથે ગુજરાતમાં ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ ની શરૂઆત, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં …

by khushali ladva January 17, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સ્થાનિક પદાધિકારીઓ- એનજીઓની મદદથી સતત ૪૫ દિવસ સુધી યોજાશે

Amit Shah: યુવાનોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ આવે તેમજ રોડ સેફ્ટી માટે સરકારી-બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી આજે ‘પરવાહ-CARE’ની થીમ સાથે રાજ્ય વ્યાપી માર્ગ સલામતી કેમ્પેઈન-૨૦૨૫નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું માર્ગ સલામતી માટેનું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સતત ૪૫ દિવસ એટલે કે તા. ૦૧ માર્ચ-૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન દરમિયાન સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી તથા RTOની ઉપસ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ તથા NGO સાથે સંકલનમાં રહી માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Saif ali khan health update: કપૂર અને ખાન પરિવાર ની ચિંતા માં થયો વધારો, લાંબી સર્જરી બાદ પણ બેભાન છે સૈફ અલી ખાન, જાણો શું છે કારણ

Amit Shah: આજથી શરૂ થતું આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર, તાલુકા અને ગામ-ગામ સુધી પહોંચશે. આ અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જન જાગૃતિ ઉપરાંત રોડ ઈજનેરીની બાબતો પર વિશેષ કામગીરી, અસરકારક એન્ફોર્સમેન્ટ, જિલ્લા સ્તરે એક્શન પ્લાન, સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ આયોજનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ થકી હેલમેટ, સીટબેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ. શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન, અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી, લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાની થતી કાળજીઓ, સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદાકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માટે ‘પરવાહ’ થીમ પર જનજાગૃતિ માટે પ્રભાવી ઝુંબેશ માર્ગ સલામતીને સ્પર્શતી રોડ ઇજનેરીની બાબતો પર કાર્યવાહી-સલામત શાળા વિસ્તાર, જંકશન સુધારણા, ટ્રાફિક કાલ્મીંગ મેજર્સ વગેરે અસરકારક એન્ફોર્સમેટ, જિલ્લા સ્થાને મૃત્યુદર ઘટાડવા બાબતનો એક્શન પ્લાન વગેરે જેવી કામગીરી કરવામાં આવશે તેમ, ગુજરાત રોડ સેફટી ઓથોરેટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો: Modhera Sun Temple: મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫

Amit Shah: રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ના કાર્યક્રમોની મુખ્ય વિગતો:

• માર્ગ સલામતી રેલીનું આયોજન અથવા રોડ સેફટી મેરેથોન /વોકાથોનનું આયોજન
• ધાર્મિક ગુરુ/વડા, સાધુ/સંતો મારફતે હેલ્મેટ, સીટબેલ્ટ જેવા માર્ગ સલામતી વિષયક જનજાગૃતિ/પ્રસારણ
• જિલ્લાઓમાં હોર્ડીંગ્સ, જાહેર સમાચારપત્રો, એફ.એમ., આકાશવાણી, દૂરદર્શન, યુ-ટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણ
• જિલ્લાઓમાં માર્ગ સલામતી એક્સપર્ટ્સ, યુ ટ્યુબર, ઇન્ફ્લુઅન્સર, લોકપ્રિયતા ધરાવતા તેમજ લોકચાહના ધરાવતા લોકોના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણ
• શેરી નાટકોનું આયોજન
• સ્કુલ વર્ધી/વાન/બસ અને બાળકોની સલામતી બાબતના નિયમોની સમજ.
• શાળા/કોલેજના વિદ્યાર્થી પ્રવાસ દરમિયાન રાખવાની થતી સાવચેતીઓ બાબતે સમજ
• વર્ષ ૨૦૨૨ તેમજ વર્ષ ૨૦૨૩ અંતિત બ્લેકસ્પોટની સુધારણાની સમીક્ષા અને પુર્તતાનું અમલીકરણ તથા નવા અકસ્માતો નોંધાયેલ છે કે કેમ તે બાબતની સમિક્ષા
• જિલ્લા/શહેરમાં વર્ષ દરમિયાન થતાં માર્ગ અકસ્માત તેમજ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ અંગે સમીક્ષા
• જિલ્લા/શહેરમાં આવેલ વલ્નરેબલ સ્ટ્રેચ (જોખમી માર્ગ વિસ્તાર) પર માર્ગ સુધારણાના પગલાં લેવા
• જિલ્લા/શહેરના તમામ ચાર રસ્તા/જંકશન પર ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ લેવા અને જરૂરી સાઈનેજીસ તેમજ માર્કીંગ લગાવવા
• જિલ્લા/શહેરમાં આવેલ બ્રિજ, પર્વતીય વિસ્તાર, વોટર બોડીઝ પર ક્રેશ બેરીયર્સ લગાવવા
• ભયજનક વળાંકવાળા રસ્તા પર શેવરોન માર્કીંગ લગાવવા, નવીનીકરણ કરવું
• તમામ રસ્તા પર ફેડેડ રોડ માર્કિંગ રિપેઈન્ટ કરાવવા
• રાહદારીઓ/પદયાત્રીઓની સલામતી માટેની યોગ્ય આયોજન કરવું
• સ્કૂલ ઝોનમાં IRC (Indian Road Congress) ગાઈડલાઈન મુજબના ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ લેવા અને જરૂરી સાઈનેજીસ લગાવવા
• જિલ્લામાં આવેલ ભયજનક ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને સમારકામ
• First Respondent Training
• જિલ્લા/શહેરમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો, GSRTCના ડ્રાઈવર/કંડકટરનું મેડીકલ કેમ્પ/આઈ ચેક અપનું આયોજન
• સરકારી હોસ્પિટલની બ્લડ બેંક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર
• “Good Samaritan” યોજના અંતર્ગત પ્રમાણપત્ર/એવોર્ડનું વિતરણ, યોજનાની સમજ તેમજ બહોળો પ્રચાર-પ્રસાર
• 108 અને 1033 એમ્બ્યુલન્સનું મેપિંગ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mari Yajana Portal Information on 680+ schemes of Gujarat Government now at a single click through the ‘Mari Yojana’ portal
રાજ્ય

Mari Yajana Portal: ‘મારી યોજના’ પોર્ટલ દ્વારા ગુજરાત સરકારની 680+ યોજનાઓની માહિતી હવે એક જ ક્લિક પર

by khushali ladva January 16, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • ‘મારી યોજના’ પોર્ટલ: સરકારની વિવિધ યોજનાની માહિતી ફક્ત એક ક્લિકથી
  • ૨૬ વિભાગોની ૬૮૦થી વધુ યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે ઉપલબ્ધ
  • રાજ્ય સરકારે તમામ યોજનાઓની ડિજિટલ જાણકારી એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી છે

Mari Yajana Portal: રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો શુભારંભ કરાયો હતો. આ પોર્ટલમાં ૨૬ વિભાગોની ૬૮૦ જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાશે.

‘મારી યોજના’ પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. મારી યોજના પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ સહિતના ડિવાઈસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે. જેમાં ‘તમારી યોજના શોધો’ ટેબમાં આવાસ, શિષ્યવૃતિ, આરોગ્ય સહિત જે-તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લિસ્ટ ખુલી જશે. http://mariyojana.gujarat.gov.in પોર્ટલના હોમપેજ પર ન્યુ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે.

Mari Yajana Portal Information on 680+ schemes of Gujarat Government now at a single click through the ‘Mari Yojana’ portal

Mari Yajana Portal Information on 680+ schemes of Gujarat Government now at a single click through the ‘Mari Yojana’ portal

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો:Israel Hamas Ceasefire: 15 મહિના બાદ આવ્યો ઇઝરાયલ હમાસ યુદ્ધનો અંત, ટુંક સમયમાં જ મુક્ત થશે આટલા બંધકો..
પોર્ટલના હોમપેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના ૧૭ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત યોજનાને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઇ શકે છે. ઉપરાંત, સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ, હોમપેજને સ્ક્રોલ કરતાં પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
આમ, રાજ્ય સરકારે તમામ યોજનાઓની માહિતી એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી છે. જેથી અલગ અલગ વિભાગોની યોજનાઓના લાભો મેળવવા વેબસાઈટ કે તે કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડતી નથી. ઘણી યોજનાઓના લાભો ઓનલાઈન માધ્યમથી પણ લઈ શકાય છે.

Mari Yajana Portal Information on 680+ schemes of Gujarat Government now at a single click through the ‘Mari Yojana’ portal

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vikas Saptah Quiz Chief Minister Bhupendra Patel honored the winners of 'Vikas Saptah Quiz' and 'Photo Competition'; motivated them to contribute to the development of the state
ગાંધીનગર

Vikas Saptah Quiz: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘ફોટો કોમ્પિટિશન’ ના વિજેતાઓને સન્માનિત કર્યા; રાજ્યના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા

by khushali ladva January 13, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન.
  • MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ.
  • વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ.

Vikas Saptah Quiz:  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓને ગાંધીનગરમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને શ્રી મનોજ દાસની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પુરસ્કૃત કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યાર પછી ગુજરાતે સાધેલા સર્વાંગીણ વિકાસની યાત્રાને ૨૩ વર્ષ પૂર્ણ થવા અવસરે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૭ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’નું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આ ઓનલાઈન કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

MY GOV પ્લેટફોર્મના સહયોગથી આયોજિત આ સ્પર્ધાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે ૭૪ હજાર જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં ૧૨ જેટલી ભાષાઓમાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે, ફોટો કોમ્પિટિશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો, આંતરમાળખાકીય વિકાસ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ વિષયો પર સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  Snake Rescue App: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લોન્ચ કરી, વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ કામગીરીમાં સુધારો; જુઓ સ્ટેપ્સ

Vikas Saptah Quiz:  મુખ્યમંત્રીશ્રીએ આ બંને સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કર્યો હતો. એટલું જ નહિ તેમને પૂરસ્કૃત પણ કર્યા હતાં.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ સબંધિત વિવિધ વિષયો અંગે આ વિજેતા યુવાઓના અભિપ્રાય જાણ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ નું વિઝન આપ્યું છે, તેમાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી યથાસંભવ યોગદાન આપવાનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ વિજેતાઓને કર્યું હતું. રાજ્ય અને દેશના વિકાસમાં સરકારની સાથે પૂરી ઊર્જાથી ખભેખભો મિલાવી પુરુષાર્થ કરવાનું પ્રેરક માર્ગદર્શન પણ આપ્યું હતું.

માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં પ્રત્યેક નાગરિક પૂરા ઉત્સાહથી જોડાય અને રાજ્યમાં વિકસિત ગુજરાતના નિર્માણ અંગે ઊર્જા અને ચેતનાનો સંચાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે પ્રતિવર્ષ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: Maha Kumbh 2025 : મહાકુંભમાં બાબાને ઉલ્ટા સવાલ પૂછવું પડ્યું ભારે! બાબાએ યુટ્યુબરને ચીપિયાથી પીટ્યો; જુઓ વિડિયો…

વર્ષ ૨૦૨૪ માં થયેલી આ ઉજવણી અંતર્ગત, ભારત વિકાસ પ્રતિજ્ઞા, આઈકોનિક સ્થળોએ પદયાત્રા, જાહેર સ્થળોએ સુશોભન અને રોશની, સાંસ્કૃતિ કાર્યક્રમો, ટોક શૉ, રેડિયો પોડકાસ્ટ્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ, ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા તેની પણ વિસ્તૃત વિગતો માહિતી નિયામકશ્રી બચાણીએ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીશ્રીઓ તેમજ વિજેતા પ્રતિસ્પર્ધીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel Chief Minister Bhupendra Patel approved a road and bridge project worth Rs 294 crore, providing more facilities to the citizens.
રાજ્ય

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૯૪ કરોડના માર્ગ અને બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી, નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી

by khushali ladva January 13, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા
  • આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે.
  • ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ફોરલેન કરવા ૧૩૬ કરોડ રૂપિયા
    મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશે
  • મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશે
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર માર્ગને ફોર લેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના ૧૬ જેટલા ગામોની ૨૩ હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે ૨૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ આ રકમ માંથી થશે. આના પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરથી વિજાપુરના ૨૪ કિલોમીટરના માર્ગને હાલની ૭ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે ૧૩૬.૧૬ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી તેમણે આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Snake Rescue App: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લોન્ચ કરી, વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ કામગીરીમાં સુધારો; જુઓ સ્ટેપ્સ

Bhupendra PatelP: વિસનગરથી વિજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઈડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે, તેના ટ્રાફિક-ભારણને તેમ જ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને પણ ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે ૧૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Snake Rescue App CM Bhupendra Patel launches 'Snake Rescue App' in Ahmedabad, improves wildlife rescue operations; See steps
અમદાવાદ

Snake Rescue App: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લોન્ચ કરી, વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ કામગીરીમાં સુધારો; જુઓ સ્ટેપ્સ

by khushali ladva January 13, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી
  • સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી હતી.
  • આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ ‘સ્નેક રેસ્ક્યુ એપ’ અમદાવાદ જિલ્લા પૂરતી કાર્યરત કરવામાં આવી છે. તબક્કાવાર આ એપ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત કરવામાં આવશે.

Snake Rescue App: રાજ્યના વનવિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં સાપ દેખાય તો સાપને રેસ્ક્યૂ કરવામાં આવતા હોય છે અને અત્યાર સુધી વન વિભાગની સાપ રેસ્ક્યૂ ટીમે ખૂબ સારી રીતે કામગીરી છે. હવે કામગીરી એકદમ સરળ બને એ માટે આજે બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરવામાં આવી છે.

આ એપના માધ્યમથી કોઇપણ નાગરિક સાપને લઇને જાણ કરશે અથવા વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન નંબર પર ‘Hi’ મેસેજ કરવાથી એક લિંક મળશે. ત્યારબાદ જે – તે સ્થળે સ્નેક રેસ્ક્યૂ ટીમ પહોંચીને સાપને રેસ્ક્યૂ કરશે અને સાપને અનુકુળ કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Narendra Modi: 15 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની મુલાકાત લેશે PM મોદી, મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ INS જહાજ રાષ્ટ્રને કરશે સમર્પિત..

Snake Rescue App: બોક્સ – ‘સ્નેક રેસ્ક્યુ’ એપ કેવી રીતે કામ કરશે?

સ્ટેપ ૧ – કોઈ પણ નાગરિક સ્નેક રેસ્ક્યુ માટે બે રીતનો ઉપયોગ કરી શકશે. પ્રથમ રીત – વોટ્સએપ નંબર 8320002000 પર ‘Hi’ મેસેજ અથવા બીજી રીત – 8320002000 પર એસએમએસ અથવા મિસ્ડ કોલ કરી શકશે. ત્યારબાદ જવાબમાં મળેલા મેનૂમાં નાગરિકને સાપ બચાવ માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આમ, નાગરિકને એક લિંક મળશે, આ લિંક પર ક્લિક કરવાથી એક પેજ ઓપન થશે, જ્યાં સાપ બચાવ માટેની પ્રોસેસ શરૂ થશે.

સ્ટેપ ૨ – ત્યારબાદ સ્નેક રેસ્ક્યુ માટે અરજી કરનાર નાગરિકને મેસેજ મળશે. ‘A snake rescue request has been raised for (તમારો મોબાઇલ નંબર). Kindly send the live location to complete the process. If no data is entered in next 10 minutes the request will automatically be cancelled.’

સ્ટેપ ૩ – લાઇવ લોકેશન કે, જે સ્થળે સાપ દેખાયો તેની માહિતી શેર કર્યા બાદ રેસ્ક્યુઅર્સને સૂચના મળશે. આમ, ૫ કિલોમીટરના વિસ્તારના તમામ રજિસ્ટ્રર થયેલા સ્નેક રેસ્ક્યુઅર્સને તેમના મોબાઈલ પર પોપ-અપ મેસેજ મળશે. જે રેસ્ક્યુઅર પ્રથમ વિનંતી સ્વીકારશે, તેને કાર્ય સોંપવામાં આવશે. આ સાથે એકવાર કાર્ય સોંપાતા, અન્ય કોઈ તે સ્વીકારી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો: Maha Kumbh 2025 : મહાકુંભમાં બાબાને ઉલ્ટા સવાલ પૂછવું પડ્યું ભારે! બાબાએ યુટ્યુબરને ચીપિયાથી પીટ્યો; જુઓ વિડિયો…

જો પાંચ કિમીના વિસ્તારમાં કોઈ રેસ્ક્યુઅર ન હોય અથવા કોઈ વિનંતી સ્વીકારતું ન હોય, તો મેસેજ ૧૦ કિમીના ક્ષેત્રના તમામ રેસ્ક્યુઅર્સને મોકલવામાં આવશે. જો આ વિસ્તારના રેસ્ક્યુઅર પણ ઉપલબ્ધ ન હોય અથવા કોઈપણ સ્વીકારતું ન હોય, તો નાગરિકને સંબંધિત આરએફઓ (RFO)નો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, જે પછીની કાર્યવાહી કરશે.

સ્ટેપ ૪ – સાપ બચાવ કામગીરી શરૂ કરાશે. નિયુક્ત સાપ રેસ્ક્યુઅર સ્થળે પહોંચશે અને સાપને પકડશે. ‘સ્નેક રેસ્ક્યુ એપ’માં સાપની મૂળભૂત વિગતો (પ્રજાતિ, સ્થિતિ વગેરે) દાખલ કરવામાં આવશે.

સ્ટેપ ૫ – હવે પકડાયેલા સાપને નિયમિત સ્ટાફ સભ્યને સોંપવો પડશે. આ હસ્તાંતરણ ઓટીપી આધારિત વ્યવહાર દ્વારા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુવિધા હાલમાં અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. પાઇલોટ તબક્કાની સફળતા બાદ આ સમગ્ર રાજ્યમાં કાર્યરત કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, આમાં નાગરિકોને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. બધા રેસ્ક્યુઅર્સે વન વિભાગ સાથે નોંધણી કરાવવી પડશે તેમજ તેઓએ ‘સ્નેક રેસ્ક્યુ એપ’ ઇન્સ્ટોલ કરવી પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
The administration has taken concrete action against the encroachment of illegal encroachments on Pirotan Island
રાજ્ય

Bet Dwarka Bulldozer Action: પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

by Akash Rajbhar January 13, 2025
written by Akash Rajbhar
News Continuous Bureau | Mumbai 
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ
Bet Dwarka Bulldozer Action: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. 
આ સમાચાર પણ વાંચો: Z-Morh Tunnel: PM મોદી આજે જમ્મુ અને કાશ્મીરની લેશે મુલાકાત, સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

આ કડક કાર્યવાહી પાછળના કારણો:

 * રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. 
 * સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
 * લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
 * NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
 * સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
 * મહત્વના ઉદ્યોગો માટે ખતરો: જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.
આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Global Patidar Business Summit Chief Minister Bhupendra Patel inaugurated the Global Patidar Business Summit and Expo organized at Sardar Dham.
રાજ્ય

Global Patidar Business Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કર્યો

by khushali ladva January 10, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • કેન્દ્રીયમંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ
  • સરદાર સાહેબની વિચક્ષણતા – પુરૂષાર્થ અને સાહસના સ્વભાવની વિરાસત પાટીદાર સમાજે દેશ-વિદેશમાં આગવી ક્ષમતાથી ઉજાગર કરી છે: ડૉ. મનસુખ માંડવીયા
  • વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટ ઔદ્યોગિક-આર્થિક-સામજિક ક્રાંતિની ઓળખ બની.
  • રાજ્યમાં ઉદ્યોગોને ગ્રીન એનર્જી મળે તે દિશામાં સરકાર આયોજન કરી રહિ છે.
  • પાટીદાર સમાજે યુવાશક્તિના સામર્થ્યને GPBS જેવા સફળ આયોજનથી વિકસવાની નવી દિશા આપી છે.
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજનો સાથે વિકાસની હરણફાળ ભરી છે.

Global Patidar Business Summit:  આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સમયથી આગળનું વિચારતા વિઝનરી નેતા છે. તેમણે અનેક નવતર પહેલથી દેશનું નામ દુનિયાભરમાં ઊજાળ્યું છે અને તેઓ ભારત માટે કહે છે, “યહી સમય હૈ, સહી સમય હૈ.” તે વાતને પાટીદાર સમાજે બરાબર સાર્થક કરી છે.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાન્તિમાં યુવાશક્તિના સામર્થ્યને ઉજાગર કરતા અવસર તરીકે સરદારધામ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં ઉદ્યોગ-વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તા.૯ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન આ વર્ષ-૨૦૨૫ની સમિટ અને અંદાજે ૧ લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ, કેન્દ્રિય શ્રમ-રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Asmita Khelo India: અસ્મિતા ખેલો ઇન્ડિયા વિમેન્સ યોગાસન લીગ 2024-25માં 7000થી વધુ લોકોએ લીધો ભાગ

Global Patidar Business Summit:  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે વધુમાં કહ્યું કે, વેપાર-ઉદ્યોગની ગુજરાતની ખ્યાતિ અને ક્ષમતાને વિશ્વ સમક્ષ મૂકવાની પહેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2003ના સફળ આયોજનથી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ વાયબ્રન્ટ સમિટ આજે ગુજરાતના વિકાસ રોલમોડેલની અને સામાજિક ક્રાન્તિની ઓળખ બની ગઈ છે. એટલું જ નહીં, દેશના અન્ય રાજ્યો પણ આવી સમિટ યોજતા થયા છે.

તેમણે ઉમેર્યું કે, પાટીદાર સમાજે આ વાયબ્રન્ટ સમિટની પ્રેરણાથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના સફળ આયોજનોથી ઔદ્યોગિક અને સામાજિક વિકાસની નવી દિશા કંડારી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને પરિણામે યુવાઓ અને નવા ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રેરિત થયા છે.

આવા ઉદ્યોગો માટે પૂરતી વીજળી અને પર્યાપ્ત પાણી જેવી પાયાની જરૂરિયાત રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે અને રાજ્યમાં ગ્રીન એનર્જીના ઉત્પાદનથી ઉદ્યોગોને ગ્રીન એનર્જી મળે તે દિશામાં પણ સરકારનું આયોજન છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત@૨૦૪૭ માટે ૨૪x૭ કાર્યરત છે, તેમાં સમાજશક્તિ પણ પૂરી તાકાતથી જોડાઈને દેશના અમૃતકાળમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતનો કર્તવ્યકાળ બનાવે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોમાં બધા જ સમાજોની સહભાગિતાની પ્રશંસા કરતાં કહ્યું કે, સરદાર સાહેબનો “એકતાના બળે પ્રગતિ”નો વિચાર અહીં “સૌના સાથ સૌના વિકાસ”ના પ્રધાનમંત્રીશ્રીના મંત્ર સાથે સાકાર થયો છે.

Global Patidar Business Summit:  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ આ પ્રસંગે સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન-SPIBOની વેબસાઈટનું લોન્ચિંગ તેમ જ જીપીબીએસ-૨૦૨૬ યુ.એસ.એ.નું પ્રિ-લોન્ચિંગ પણ પ્રેઝન્ટેશન દ્વારા કર્યું હતું. તેમણે સમાજના વિવિધ દાતાઓનું પણ આ તકે સન્માન કર્યું હતું.

કેન્દ્રીય રમત ગમત અને શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની વિશેષતા વર્ણવતા કહ્યું કે, આપણે એ સમાજ છીએ જેનો ખેડૂત ખેતરમાં સખત મહેનત કરીને શ્રદ્ધા સાથે કુદરતના ભરોસે જીવે છે. મહેનત, પુરુષાર્થ અને સાહસનો સ્વભાવ હોવાથી, ગામડાંથી શહેર, અને શહેરથી દેશ-વિદેશ સુધી પટેલ સમાજ ફેલાયેલો છે.

આ સમાચાર પણ વાંચો : ATVM Ahmedabad: હવે મુસાફરો માટે સફર સરળ… અમદાવાદ મંડળના આ રેલવે સ્ટેશનો પર એટીવીએમ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ સુવિધા શરુ..

તેમણે વધુમાં ઉમેર્યું કે સરદાર સાહેબની વિચક્ષણ ક્ષમતા, બુદ્ધિ, એકતા અને વિરાસતનો પાટીદાર સમાજ વાહક છે. પુરુષાર્થ, સાહસ અને પરોપકારી જીવનશૈલી એ આ સમાજની આગવી ઓળખ છે.

Global Patidar Business Summit:  “એક ભારત, શ્રેષ્ઠ ભારત”, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાકાર કરી રહ્યા છે. દેશ પરિવર્તન સાથે આગળ વધી રહ્યો છે અને મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. યુવાનો માટે ધંધા -વ્યવસાય માટે દેશમાં ઉત્તમ પ્રકારના અવસરોનું સર્જન થઈ રહ્યું છે. વિશ્વના વિકસિત દેશો પણ વિકાસની ગતિમાં ધીમા પડી રહ્યા છે ત્યારે ભારતનું અર્થતંત્ર 8% ના દરે વિકસી રહ્યું છે. વર્ષ 2026 ના અંત સુધીમાં ભારતની ઇકોનોમી સાત ટ્રિલિયન ડોલર થાય એ દિશામાં, દેશ આગળ વધી રહ્યો છે. ૨૦૪૭માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવાય ત્યારે દેશને 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી લઈ જવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. તેના માટે ભારત સરકાર- રાજ્ય સરકારો સાથે મળીને, સાતત્ય પૂર્ણ આયોજન કરી રહી છે. દેશમાં મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. એટલે કે દેશની અંદર ખરીદીની ક્ષમતા વધી રહી છે. જ્યારે કોઈ દેશમાં પરચેઝ પાવર વધતો હોય ત્યારે, ઉદ્યોગ જગત માટે મોટી તકો છે. એ તક પાટીદાર સમાજના યુવાનો એન્કેશ કરે એ સમયની માંગ છે.

ડૉ. મનસુખ માંડવીયાએ સમાજને એક્તા અને સંગઠીતતા સાથે વિકાસ રાહે આગળ વધવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, સરદારધામના અમ્બ્રેલા કવર નીચે અન્ય સૌ પાટીદાર સમાજો એક થઈને સર્વગ્રાહી વિકાસ માટે સાથે આવે. વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં આનાથી મોટું બળ મળશે એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે GPBS- ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025ને વીડિયો સંદેશ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર પણ વાંચો :  National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ

Global Patidar Business Summit:  ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ, દેશ -વિદેશના પાટીદારોને સાથે રાખીને સરદાર ધામના માધ્યમથી રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાના પ્રયત્ન માટે સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન આપીને, શુભેચ્છા પાઠવી હતી.

સરદાર ધામની એકતાના શિલ્પી અને પ્રમુખ સેવક શ્રી ગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૪૧૦૦થી વધુ દીકરા દીકરી ઓ સરદાર ધામના માધ્યમથી યુ પી એસ સી, જી પી એસ સી પાસ કરીને દેશ માટે કામ કરી રહ્યા છે. તકદીર, તસવીર અને તાસીર બદલવાની નેમ સાથે તેમણે જણાવ્યું કે, આ સામાજિક ક્રાંતિ છે.

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, અગ્રણી આગેવાનો, વિદ્યાર્થીઓ અને પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ સરદાર ધામના ગોવિંદભાઈ વરમોરાએ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
International Kite Festival – 2025 will begin from Ahmedabad on this date, so many kite flyers from 11 cities will participate
અમદાવાદ

International Kite Festival-2025: આ તારીખે અમદાવાદથી પ્રારંભ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’, ૧૧ જેટલા શહેરોમાંથી આટલા પતંગબાજો લેશે ભાગ

by Akash Rajbhar January 8, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’
  • અમદાવાદમાં તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે
  • ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે
  • ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે
  • ગુજરાતમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે

International Kite Festival-2025: રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

International Kite Festival – 2025 will begin from Ahmedabad on this date, so many kite flyers from 11 cities will participate

લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :E-Shram Portal: ભાષિની-સક્ષમ ઇ-શ્રમ પોર્ટલ હવે તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ છે

આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે.

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે.

International Kite Festival – 2025 will begin from Ahmedabad on this date, so many kite flyers from 11 cities will participate
રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :Gandhi Nagar Metro: મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ 9 જાન્યુઆરીએ સ્થગિત રહેશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે. ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.

International Kite Festival – 2025 will begin from Ahmedabad on this date, so many kite flyers from 11 cities will participate

‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીકે ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે. આવા ઉત્સવોની ઉજવણીની આપણી પરંપરાને કારણે પ્રવાસન વિકસ્યું છે.

આ સમાચાર પણ વાંચો :Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

સૂર્યના ઉત્તર તરફના પ્રયાણ ઉત્તરાયણના પર્વને પર્યાવરણ પ્રકૃતિની ઉપાસનાના સંસ્કાર વારસા સાથે પતંગોત્સવના માધ્યમથી આગળ ધપાવવામાં આવી રહી છે. આવા ઉત્સવોને લીધે જ ગુજરાતની સંસ્કૃતિ અને પ્રવાસન વિરાસત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે અને દુનિયાભરના લોકો ગુજરાત આવવા પ્રેરાય છે. એટલું જ નહી, સૌના સાથ- સૌના વિકાસ દ્વારા જ્ઞાતિ-જાતિ-પ્રાંતથી ઉપર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા આવા ઉત્સવોના માધ્યમથી વધુ સુદ્રઢ બની છે.

ગુજરાત રાજ્ય તેના વિવિધ પ્રકારના મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માટે દેશભરમાં તેમજ વૈશ્વિક સ્ત

will begiInternational Kite Festival – 2025 will begin from Ahmedabad on this date, so many kite flyers from 11 cities will participate

રે પણ પ્રસિદ્ધ છે. ગુજરાતના મેળાઓ અને ઉત્સવો અહીંની સ્થાનિક લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ છે, જેમાં સમાજનો દરેક વર્ગ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેથી આવા મેળા અને ઉત્સવોમાં પ્રવાસન સ્થળોની પ્રસિદ્ધિ કરવાનો ખૂબ જ સારો મોકો મળી રહે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક