Tag: union minister

  • ખુશખબર / આગામી સમયમાં સસ્તી થઈ જશે કાર, નીતિન ગડકરીએ પોતે કહી આ વાત

    ખુશખબર / આગામી સમયમાં સસ્તી થઈ જશે કાર, નીતિન ગડકરીએ પોતે કહી આ વાત

    News Continuous Bureau | Mumbai

    Nitin Gadkari: આવનારા સમયમાં કાર સસ્તી થઈ શકે છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી, પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ આ અંગેની સંપૂર્ણ યોજના જણાવી છે. ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું કે મેટલના પુનઃઉપયોગને કારણે વાહનના ભાગોની કિંમત 30 ટકા ઘટી શકે છે. તેનાથી ઓટોમોબાઈલ ઉદ્યોગની નિકાસની શક્યતાઓ મજબૂત થશે. ગડકરી (Nitin Gadkari) એ વીડિયો કોન્ફરન્સ દ્વારા મેટલ રિસાયક્લિંગ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે સરકારે ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ બમણું કરીને 15 લાખ કરોડ રૂપિયા કરવાનું અને પાંચ કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

    મેટલ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવાની જરૂર

    જો કે, ગડકરી (Nitin Gadkari) એ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી. ભારત 2022માં જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું વાહન બજાર બની ગયો. ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું કે, દેશમાં હાલમાં તાંબુ, એલ્યુમિનિયમ અને સ્ટીલની અછત છે, પરંતુ વિદેશી કંપનીઓ સાથે મળીને મેટલ રિસાયક્લિંગ દ્વારા આ સમસ્યા દૂર કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, આપણે તૈયાર વાહન ઉત્પાદનોની કિંમત ઘટાડવા માટે મેટલ રિસાયક્લિંગને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

    આ સમાચાર પણ વાંચો : કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શું બદલાવ આવ્યો? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો

    30 ટકા સુધી બચાવી શકાય છે ખર્ચ

    તેમણે જણાવ્યું કે આ રીતે અમે વધુ નિકાસ કરી શકીશું. આ જ કારણ છે કે સરકાર જૂના વાહનોને સ્ક્રેપમાં બદલવાની નીતિને પ્રોત્સાહન આપી રહી છે. વધુ સ્ક્રેપ રાખવાથી વાહનના સાધનોનો ખર્ચ 30 ટકા સુધી બચાવી શકાય છે. મહારાષ્ટ્રમાં વર્ધા, સાંગલી અને કોલ્હાપુર ખાતે સૂચિત ડ્રાય પોર્ટમાં મોટા સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવા માટે વાહન ઉત્પાદકોને આમંત્રિત કરતાં તેમણે જણાવ્યું કે તેઓને ત્યાં ઘણી રાહતો પણ મળશે. ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું કે સરકાર સ્ક્રેપની વધુ આયાતને પ્રોત્સાહિત કરવા માટે બધું જ કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં લગભગ નવ લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં ફેરવી દેવામાં આવશે.

     

  • ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો; પત્રકાર પરિષદમાં રેલ્વે મંત્રીનો આરોપ

    ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો; પત્રકાર પરિષદમાં રેલ્વે મંત્રીનો આરોપ

    News Continuous Bureau | Mumbai 

    બુલેટ ટ્રેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં બુલેટ ટ્રેનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હકીકતમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા હતી. જો કે હજુ સુધી પ્રોજેક્ટના કામે વેગ પકડ્યો નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વિપક્ષે ઘણી વખત મોદી સરકારની ટીકા કરી છે. દરમિયાન રેલવે મંત્રી ( Union minister ) અશ્વિની વૈષ્ણવે આરોપ લગાવ્યો છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( bullet train project ) ઉદ્ધવ ઠાકરે ( Uddhav  ) સરકારના કાર્યકાળ દરમિયાન અટકી ગયો હતો.

    મહત્વનું છે કે બુધવારે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે જાહેરાત કરી કે ભારતીય રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન અને નવા ટ્રેક પર ભાર મૂકવામાં આવશે. તેથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામમાં ઝડપ આવે તેવી શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાવિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. કારણ કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી ન હતી. જો કે, સરકાર બદલાતાની સાથે જ, વર્તમાન શિંદે-ફડણવીસ સરકારે તમામ પરવાનગીઓ આપી દીધી છે અને પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :   ક્રિકેટ જગતમાં નવો રેકોર્ડ.. આજ સુધી એક પણ સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, બન્યો મેન ઓફ ધ સીરિઝ..

    ગુજરાતના આઠ જિલ્લામાંથી દાદરા અને નગર હવેલીમાંથી પસાર થતી સમાંતર લાઇન પર બાંધકામ શરૂ થયું છે. વર્ષો સુધી અવઢવમાં રહ્યા બાદ, મહારાષ્ટ્ર સહિત અન્ય શહેરોમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટે તાજેતરમાં ઝડપ પકડી છે. એવો અંદાજ છે કે આ પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થઈ શકે છે.

  • લક્ષદ્વીપના સાંસદને 10 વર્ષની જેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીના જમાઈ પર હુમલો કરવાનો આરોપ

    લક્ષદ્વીપના સાંસદને 10 વર્ષની જેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીના જમાઈ પર હુમલો કરવાનો આરોપ

    લક્ષદ્વીપની એક કોર્ટે બુધવારે હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ સહિત ચાર લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસ સાથે સંકળાયેલા વકીલોએ જણાવ્યું કે કાવરત્તીની જિલ્લા અને સત્ર અદાલતે 2009માં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ સહિત અન્ય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેઓ લક્ષદ્વીપની એકમાત્ર લોકસભા બેઠક પરથી એનસીપીના સાંસદ છે.

    વકીલોના જણાવ્યા મુજબ, સાંસદ અને અન્ય લોકોએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદના જમાઈ પદનાથ સાલેહ પર હુમલો કર્યો હતો, જ્યારે તે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય મુદ્દા પર હસ્તક્ષેપ કરવા માટે તેમના પડોશમાં પહોંચ્યા હતા. આરોપી સાંસદ ફૈઝલે કહ્યું કે આ એક ‘રાજનીતિથી પ્રેરિત’ કેસ છે અને તે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.

    નોંધનીય છે કે CBIએ લક્ષદ્વીપમાં કથિત ટુના માછલી નિકાસ કૌભાંડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ વિરુદ્ધ FIR નોંધી હતી. સીબીઆઈએ શ્રીલંકામાં માછલીની નિકાસમાં કથિત અનિયમિતતાના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં સીબીઆઈએ મોહમ્મદ ફૈઝલ ઉપરાંત તેના ભત્રીજા અબ્દુલ રઝાક અને શ્રીલંકાની કંપની એસઆરટી જનરલ મર્ચન્ટ્સ ઈમ્પોર્ટર એન્ડ એક્સપોર્ટરને પણ આરોપી બનાવ્યા હતા.

  • નવા જુનીના એંધાણ.. મોદી સરકારના આ મંત્રી મુંબઈમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત.. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

    નવા જુનીના એંધાણ.. મોદી સરકારના આ મંત્રી મુંબઈમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત.. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી ( Union minister ) નારાયણ રાણેએ ( Narayan Rane )  MNS પ્રમુખ રાજ ઠાકરે ( MNS Chief Raj Thackeray ) સાથે મુલાકાત કરી છે. આ બેઠક દાદરમાં રાજ ઠાચરેના નિવાસ સ્થાન શિવતીર્થ ખાતે થઈ હતી. આ મુલાકાત દરમિયાન રાજ ઠાકરે અને નારાયણ રાણે શિવતીર્થની ગેલેરીમાં જોવા મળ્યા હતા. આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને MNS વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાણે અને ઠાકરે વચ્ચેની મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.

    નારાયણ રાણે અને રાજ ઠાકરે વચ્ચેની આ મુલાકાત અંગત છે. કહેવાય છે કે એક પારિવારિક મુદ્દે ચર્ચા થઈ હતી.

    આ સમાચાર પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…

    જ્યારે પણ બે રાજકીય નેતાઓની મુલાકાત થાય ત્યારે તેમની વચ્ચે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થાય તે સ્વાભાવિક છે. આથી આ બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ તે અંગે હાલ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે.

    મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે અને ભાજપના નેતાઓ વચ્ચે નિકટતા વધી રહી છે. ભાજપના નેતાઓ અવારનવાર રાજ ઠાકરેને મળી રહ્યા છે.

  • તો કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલા પર પડશે BMCનો હથોડો- બોમ્બે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગેરકાયદેસર બાંધકામ મામલે આપ્યો આ ચુકાદો

    તો કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલા પર પડશે BMCનો હથોડો- બોમ્બે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગેરકાયદેસર બાંધકામ મામલે આપ્યો આ ચુકાદો

    News Continuous Bureau | Mumbai

    બોમ્બે હાઈકોર્ટ(bombay High court) બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે(union Minister Narayan Rane) ને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ(supreme court)માં આજે નારાયણ રાણેના આધિશ બંગલા(Aadhish Bunglow)ના ગેરકાયદે બાંધકામ પર સુનાવણી થઈ હતી. અગાઉ હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. તેની સામે નારાયણ રાણેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે.

    સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જો ત્રણ મહિનામાં બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં નહીં આવે તો મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવશે. અગાઉ બોમ્બે હાઈકોર્ટે આધીશ બંગલાના બાંધકામને ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને હાઈકોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ને બે અઠવાડિયામાં તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કરવા બદલ રાણેને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા પર થયો વિચિત્ર અકસ્માત – ડમ્પરે એક સાથે 10 થી 12 વાહનોને લીધા અડફેટે- ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જુઓ વીડિયો

    હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, નારાયણ રાણે માટે અલગ ન્યાય ન કરી શકે. બધાને સમાન ન્યાય આપવો એ કોર્ટનું કામ છે. જો રાણેને રાહત આપવામાં આવશે તો મુંબઈમાં આવી અનેક અરજીઓ દાખલ થશે. તેથી આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની જરૂર છે.

    શું છે સમગ્ર મામલો.. 

    નારાયણ રાણે મુંબઈના જુહુ(Juhu)માં આધિશ નામનો બંગલો ધરાવે છે. આ બંગલાના અનધિકૃત બાંધકામ અંગે ફરિયાદ થઈ હતી. તારા રોડ પરના આ બંગલાનું બાંધકામ સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાની ફરિયાદ છે. 18 ફેબ્રુઆરીના રોજ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કે વેસ્ટ ડિવિઝનના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમે નારાયણ રાણેના આદિશ બંગલાની મુલાકાત લીધી હતી અને નોટિસ આપી હતી.

    આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ
     

  • સ્મૃતિ ઈરાની એ મોદી સરકારના મંત્રીને સ્કુટી પર લિફ્ટ આપી અને સંસદ ભવન પહોંચ્યા- જુઓ વિડિયો

    સ્મૃતિ ઈરાની એ મોદી સરકારના મંત્રીને સ્કુટી પર લિફ્ટ આપી અને સંસદ ભવન પહોંચ્યા- જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    દેશ આઝાદી(Independece)ના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે મોદી સરકાર(Modi govt) 'આઝાદી કા અમૃત મહોત્સવ'(Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમ અને 'હર ઘર તિરંગા' (Har Ghar Abhiyan)અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 3 ઓગસ્ટના સંસદના સભ્યોએ મોટરસાઈકલ પર સવાર થઈને 'તિરંગા યાત્રા'(Tiranga Yatra) કાઢી હતી. દરમિયાન આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Union Minister Smriti Irani) સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા. જેનું આયોજન લાલ કિલ્લા(Red Fort)થી લઈને અને વિજય ચોક(Vijay Chowk) સુધી કરવામાં આવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન- રણમાં ભારતીય જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો- જુઓ અદભુત વિડીયો

    આ તિરંગા યાત્રા પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના સહયોગી મંત્રી ભારતી પવાર(Bharti Pawar)ને તેમની સ્કૂટી પર સંસદ ભવન સુધી લિફ્ટ આપી હતી. તેમણે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું કે "તિરંગા યાત્રા સાથે દિવસની શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતી પવાર તાઈ સાથે ઓફિસ માટે નીકળ્યા."  જુઓ વિડીયો..

     

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મુશ્કેલી વધી- ગોવામાં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ લેવાના આરોપ બાદ હવે કોંગ્રેસે કર્યો આ નવો આક્ષેપ- જાણો વિગતે 

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મુશ્કેલી વધી- ગોવામાં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ લેવાના આરોપ બાદ હવે કોંગ્રેસે કર્યો આ નવો આક્ષેપ- જાણો વિગતે 

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Union Minister Smriti Irani)ની પુત્રી પર ગોવા(Goa)માં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ(Bar License) લેવાનો આરોપ મુકયા બાદ કોંગ્રેસે નવો આક્ષેપ કર્યો છે.

    મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસનો દાવો છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રી જે બાર ચલાવે છે તેનાથી દસ જ કિલોમીટર દુર સ્મૃતિ ઈરાનીના નામે એક આલીશાન મકાન(home) છે.

    સાથે કોંગ્રેસે કહ્યુ કે, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી નાંખ્યુ છે. જેના પર ગોવાના બારની ઘણી તસવીરો હતી.

    જોકે સ્મૃતિ ઈરાની પહેલા જ આરોપોને ફગાવી ચુકયા છે અને કહી ચુકયા છે કે કોંગ્રેસ જે સિલી સોલ્સ નામના બાર કમ કેફેની વાત કરે છે તેની મારી પુત્રી માલિક પણ નથી અને સંચાલક પણ નથી.

    આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- મુંબઈનો આ રસ્તો ત્રણ દિવસ માટે ટ્રાફિક માટે બંધ રહેશે- જાણો વિગત

  • પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

    પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજનીતિ માં મોટું માથું ગણાતા અને હાલ કેન્દ્ર સરકારમાં પરિવહન મંત્રી ની જવાબદારી નિભાવનાર નીતિન ગડકરી(Union Minister Nitin Gadkari)એ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે પાંચ વર્ષ પછી ભારત દેશની અંદર પેટ્રોલ(Petrol) નહીં મળે. તેઓ આકોલા(Akola) ખાતે કૃષિ વિદ્યાપીઠ ના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. આ સમયે તેમને ડોક્ટરની ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત જન સમુદાય સામે તેમણે પેટ્રોલના વધી રહેલા ભાવ સંદર્ભે વક્તવ્ય આપતા કહ્યું કે આગામી પાંચ વર્ષની અંદર ભારત(India) દેશમાંથી પેટ્રોલ હદપાર થશે. જે રીતે ઇલેક્ટ્રિક વાહનો(electrick vehicle)નું ચલણ આગળ વધી રહ્યું છે તેમ જ ભારત દેશમાં વીજળી ઉત્પાદન વધશે તેનાથી લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ આગળ વધશે અને પેટ્રોલની ખપત ઓછી થશે.

    આ સમાચાર પણ વાંચો : આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં- મહારાષ્ટ્રના અનેક નેતાઓની દિલની ધડકન વધી ગઈ- મોવડી મંડળની હાજરીમાં આ વાત નક્કી થશે

    ઉલ્લેખનીય છે કે આજે પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો પરેશાન છે. પરંતુ બે પૈડાના વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનો મોટી સંખ્યામાં રસ્તા પર આવી રહ્યા છે. આગામી એક અથવા બે વર્ષની અંદર ભારત દેશમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન થશે અને લોકો તેને વાપરશે.

  • મોદી સરકારના આ ગુજરાતી મંત્રીએ જીનીવામાં WHOની આબરૂના ધજાગરા ઉડાડ્યા. જાણો વિગતે

    મોદી સરકારના આ ગુજરાતી મંત્રીએ જીનીવામાં WHOની આબરૂના ધજાગરા ઉડાડ્યા. જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી(Union Minister for Health and Family Welfare Miniter) ડૉ.મનસુખ માંડવિયાએ(Mansukh Mandaviya) ફરી એકવાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના(World Health Organization) રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. 

    મનસુખ માંડવિયાએ ભારતમાં કોરોનાથી(Corona) WHOના મૃત્યુના આંકડાના(Death statistics) રિપોર્ટનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે ભારત ઉચ્ચ મૃત્યુદર પર WHOના તાજેતરના નિવેદન પર તેની નિરાશા અને ચિંતા વ્યક્ત કરે છે.

    તેમણે કહ્યું કે ભારતની વૈધાનિક સત્તા દ્વારા પ્રકાશિત કરાયેલ વિશિષ્ટ પ્રમાણિક ડેટાની અવગણના કરવામાં આવી છે.

    કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, જેમાં ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની(health ministers) રજૂઆત છે, તેણે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં હું આ સંદર્ભે તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરું છું.

    આ સમાચાર પણ વાંચો :  PM મોદીની મુલાકાતની પહેલી સફળતા, ભારતમાં આ બે પ્રોજેક્ટમાં યોગદાન આપવાની કરી જાહેરાત.. જાણો વિગતે 

  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું આ એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ.. જાણો વિગતે 

     News Continuous Bureau | Mumbai 

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Union minister Nitin gadkari)એ કાર-બાઈક ચલાવનાર (two-four wheeler) લોકો માટે એક મોટી જાહેરાત કરીને ખુશખુશાલ કર્યા છે. કેન્દ્રિય રોડ પરિવહન અને રાજ પરિવહન મંત્રી (Union Minister of Road Transport and State Transport minister Nitin Gadkari)નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલના વાહન બરાબર થઈ જશે. આ અહેવાલ કાર અને બાઈક ચલાવનાર લોકોને ઠંડક અપાવે તેવા છે. 

    નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણ(Technology and green fuel)માં ઝડપી પ્રગતિ લાવવા માટે ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ(electric automobile)ની કિંમતમાં ઘટાડો કરાશે. એટલે કે સામાન્ય લોકોને આનો ફાયદો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહન(electric vehicle)ની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક ક્રાંતિ લાવી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : પાડોશી દેશને પ્રેમ ઉભરાયો.. ભારતમાં ઇંધણના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ.. કહી આ વાત..

    નીતિન ગડકરીએ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય ૨૦૨૨-૨૩ માટે અનુદાનની માગણીઓ પર લોકસભા(Loksabha)માં જવાબ આપતાં જણાવ્યું હતું કે આપણે બધાએ પ્રભાવશાળી સ્વદેશી ઇંધણ (Fuel)તરફ આગળ વધવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ(Electric fuel) ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આનાથી પ્રદૂષણ(pollution)નું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારત(India)માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે. તેની સાથે જ કેન્દ્રિય મંત્રી ગડકરીએ સાંસદોને પણ હાઈડ્રોજન ટેક્નોલોજી (Hydrogen technology) અપનાવવા આગ્રહ કર્યો છે. તેમણે સાંસદોને પોત-પોતાના વિસ્તારમાં ગટરના પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવાની પહેલ કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે. 

    નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, લિથિયમ-આયન બેટરી(Lithium-ion battery)ની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. અમે ઝિંક-આયન, એલ્યૂમીનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વિકસિત કરી રહ્યા છીએ. સૌથી વધુ બે વર્ષમાં ઈલેક્ટ્રિક કાર(electric car), ઓટો રિક્ષા(Auto rikshaw)ની કીંમત પેટ્રોલ(petrol)થી ચાલનાર સ્કૂટર, કાર, ઓટોરિક્ષાના બરાબર થશે. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે, 'આનો ફાયદો એ થશે કે જાે તમે આજે પેટ્રોલ પર ૧૦૦ રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને ૧૦ રૂપિયા થઈ જશે.' 

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર(Green hydrogen fuel car) લોન્ચ કરી હતી. વાસ્તવમાં નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારની કિંમત પ્રતિ કિમી રૂ. ૧ કરતા ઓછી હશે, જ્યારે પેટ્રોલ કારની કિંમત પ્રતિ કિમી રૂ. ૫-૭ હશે. હવે ત્યાં કંપની નિર્માતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની FCEV ટોયોટા મિરાઈ કાર આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ છે. દેશમાં મોંઘવારી(Inflation)ના માર વચ્ચે પીસાતી પ્રજાને પેટ્રોલ-ડીઝલ(petrol diesel Rate)માં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પાછા પડે તેમ નથી. 

    આ સમાચાર પણ વાંચો : રુદ્રદેવના ધામમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર  લગાવી બ્રેક, આ સેવા પણ કરી બંધ…