Budget 2023 Memes: બજેટ પછી સોશિયલ મીડિયા પર ઉમટ્યું મીમ્સનું ઘોડાપૂર, પેટ પકડીને હસશો એવા છે યુઝર્સના રિએક્શન.. જુઓ વાયરલ મીમ્સ..

Budget 2023 Funny Memes users reaction viral on social media
Budget 2023 Memes: બજેટ પછી સોશિયલ મીડિયા પર ઉમટ્યું મીમ્સનું ઘોડાપૂર, પેટ પકડીને હસશો એવા છે યુઝર્સના રિએક્શન.. જુઓ વાયરલ મીમ્સ..

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં મોદી સરકાર 2.0નું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. અપેક્ષા મુજબ આ વખતે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લોકોને આ ફેરફાર સાચો લાગી રહ્યો છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈન્કમ ટેક્સને લઈને ટ્વિટર પર મીમ્સનું પૂર આવ્યું છે. ચાલો મીમ્સ જોતા પહેલા નવા ટેક્સ સ્લેબને સમજીએ.

આ છે નવો ટેક્સ સ્લેબ

નવી ટેક્સ સિસ્ટમ હેઠળ હવે જેમની વાર્ષિક આવક 0 થી 3 લાખ રૂપિયા છે તેમને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. તે જ સમયે, 3 લાખથી વધુ અને 6 લાખ રૂપિયા સુધીની આવક પર 5% ટેક્સ લાદવામાં આવશે. નવી સિસ્ટમ હેઠળ 6 લાખ રૂપિયાથી વધુ અને 9 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. આ સાથે 12 લાખથી વધુ અને 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

આ સમાચાર પણ વાંચો : Budget 2023 Highlights: 7 લાખ સુધી ઝીરો ઈન્કમ ટેક્સ, રેલવેને રેકોર્ડ મની, જાણો બજેટ 2023ના મુખ્ય અંશ

ટ્વિટર પર જબરદસ્ત મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.

આ તો ટેક્સ વિશે હતું, હવે વાત કરીએ મીમ્સની. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયું છે. બજેટ રજૂ થતા પહેલા જ યુઝર્સે અવનવા અને મજેદાર મીમ્સ શેર કર્યા છે. મીડલ ક્લાસ પણ આ ફની મીમ્સ દ્વારા પોતાના હાલ-એ-દિલ જણાવી રહ્યાં છે. ચાલો તમને બતાવીએ આવા જ કેટલાંક મજેદાર મીમ્સ…

યુઝર્સ મીમ્સ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં વ્યસ્ત છે. એક ટ્વિટર યુઝરે સલમાન ખાનના ડાન્સની તસવીર શેર કરી છે, જેના પર લખ્યું છે- “આ 8-9 વર્ષમાં પહેલીવાર છે.” અન્ય એક યુઝરે મધ્યમ વર્ગનો ઉલ્લેખ કરીને ફિલ્મ 3 ઈડિયટ્સની એક મીમ શેર કરી, જેના પર લખ્યું છે- “નીચેથી તપાસો… નીચેથી.”

આ સમાચાર પણ વાંચો : બજેટમાં ગરીબોને મોટી રાહત, હવે એક વર્ષ સુધી ફ્રી રાશન ચાલુ રહેશે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!