Paris Olympics 2024: મેડલની આશા વધી, આ ભારતીય શૂટર ફાઈનલમાં પહોંચી; પેરિસ ઓલિમ્પિકમાં 20 વર્ષ બાદ રચાયો ઇતિહાસ..

Paris Olympics 2024 First medal hope for India as Manu Bhaker qualifies for final in Women's 10 Metre pistol
Paris Olympics 2024 First medal hope for India as Manu Bhaker qualifies for final in Women's 10 Metre pistol

  News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત ( India )  માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.  ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે ( manu Bhaker ) મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અગાઉ, ભારતીય પુરૂષ ખેલાડીઓ આ ઇવેન્ટમાં ક્વોલિફાયરથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યા હતા. 

મનુએ શાનદાર પ્રદર્શન કર્યું અને લક્ષ્યને સચોટ રીતે ફટકારીને મેડલ જીત્યો. ટોપ 8માં સ્થાન મેળવનાર શૂટરને અંતિમ રાઉન્ડમાં સ્થાન મળે છે. મનુએ કુલ 580 માર્ક્સ સાથે ત્રીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.

Paris Olympics 2024: ફાઇનલ આવતીકાલે 3.30 વાગ્યે થશે.

મનુ ભાકરે પ્રથમ સીરીઝમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમીમાં 96 અને છઠ્ઠી સીરીઝમાં 96 પોઇન્ટ્સ મેળવ્યા. મનુ ભાકરની ફાઇનલ કાલે (28 જુલાઈ) બપોરે ભારતીય સમય અનુસાર 3.30 વાગ્યે થશે.

દેશને સ્ટાર ભારતીય શૂટર મનુ ભાકર પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવ્યા બાદ તેને એક દિવસનો આરામ મળશે. મનુ રવિવારે બપોરે 3.30 કલાકે મેડલ મેળવવા માટે ફાઇનલમાં પ્રવેશ કરશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Stunt : મુંબઈની લોકલમાં સ્ટંટ કરવો પડ્યો ભારે; યુવકે ગુમાવ્યો એક પગ અને એક હાથ, મધ્ય રેલવેએ કરી આ અપીલ. જુઓ વિડીયો

Paris Olympics 2024: ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર 

મનુ ભાકર છેલ્લા 20 વર્ષમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર  છે. છેલ્લી વખત સુમા શિરુર એથેન્સ 2004માં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. રિધમ સાંગવાન મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 15મા સ્થાને રહી હતી. આ સાથે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. સાંગવાને 573-14x સ્કોર કર્યો.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!