Paris Olympics 2024 :ભારતની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું..

Paris Olympics 2024 India Beat Australia For The 1st Time In 52 Years Section -Paris Olympics 2024
Paris Olympics 2024 India Beat Australia For The 1st Time In 52 Years Section -Paris Olympics 2024

News Continuous Bureau | Mumbai  

Paris Olympics 2024 :ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી છે. હોકીની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2થી મ્હાત આપી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે ઓલિમ્પિકમાં ભારતની જીતનો 52 વર્ષનો દુષ્કાળ ખતમ થઈ ગયો છે. આ પહેલા ભારતે 1972માં મ્યુનિક ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ મેચમાં ભારત તરફથી અભિષેકે 1 અને કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી થોમસ ક્રેગ અને બ્લેક ગોવર્સે ગોલ કર્યા હતા.

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે આ બે ટિમો 

ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. બેલ્જિયમ ચારેય મેચ જીતીને આ ગ્રુપમાં નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ છે. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ચોથા સ્થાને છે. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024 : ભારતીય તીરંદાજો નું શાનદાર પ્રદર્શન, ધીરજ-અંકિતાની જોડી સેમીફાઈનલમાં પહોંચી; મેડલની આશા વધી..

 Paris Olympics 2024 : હજુ નક્કી નથી ભારત કોની સામે ટકરાશે 

જોકે ક્વાર્ટર ફાઇનલમાં ભારત કોની સામે ટકરાશે તે હજુ નક્કી નથી. ગ્રુપ બીમાંથી નેધરલેન્ડ, જર્મની, બ્રિટન અને સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નેધરલેન્ડ અને સ્પેન વચ્ચે 5-5 મેચ રમાઈ છે. જર્મની અને બ્રિટનની એક-એક મેચ બાકી છે. આ મેચો બાદ ટીમોની રેન્કિંગ નક્કી કરવામાં આવશે.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!