Medicine Price Hike India। કેમ અચાનક ભારતમાં દવાઓ મોંઘી કરવાનો નિર્ણય લઈ રહી છે કેન્દ્ર સરકાર? આ ‘ઔષધિ સંકટ’ પાછળનું અસલી કારણ જાણી લો!

Medicine Price Hike India। કેમ અચાનક ભારતમાં દવાઓ મોંઘી કરવાનો નિર્ણય લઈ રહી છે કેન્દ્ર સરકાર? આ 'ઔષધિ સંકટ' પાછળનું અસલી કારણ જાણી લો!
Medicine Price Hike India। કેમ અચાનક ભારતમાં દવાઓ મોંઘી કરવાનો નિર્ણય લઈ રહી છે કેન્દ્ર સરકાર? આ 'ઔષધિ સંકટ' પાછળનું અસલી કારણ જાણી લો!

 

News Continuous Bureau | Mumbai

Medicine Price Hike India। પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને કટોકટીની સીધી અસર હવે સામાન્ય ભારતીયોના ખિસ્સા અને સ્વાસ્થ્ય બજેટ પર પડવા જઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ હવે દેશમાં જીવન રક્ષક દવાઓ પણ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દેશની ૩૮૪ આવશ્યક અને જીવન રક્ષક દવાઓની (Essential Medicines) કિંમતોમાં એક વખત માટે ‘ઇમરજન્સી અને કામચલાઉ વધારો’ કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. દવા ઉદ્યોગના જણાવ્યા અનુસાર, યુદ્ધના કારણે ફાર્મા સેક્ટરમાં વપરાતા કેમિકલ્સ અને એપીઆઈ (કાચો માલ) ની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ વધી ગઈ છે.

કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો મોટો ઉછાળો

ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોનું કહેવું છે કે પશ્ચિમ એશિયાના સંકટ બાદ દવાઓ બનાવવા માટે જરૂરી રસાણયો અને આયાતી કાચા માલના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકા સુધીનો આકરો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે પેકેજિંગ મટીરીયલ અને લોજિસ્ટિક્સ એટલે કે પરિવહન ખર્ચમાં પણ જંગી વધારો નોંધાયો છે. સરકારી સૂત્રો અને દવા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કિંમતો વધારવાના આ સંવેદનશીલ મુદ્દે હાલમાં રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રધિકરણ (NPPA), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પેરાસિટામોલ અને એન્ટીબાયોટીક્સ સહિત આ દવાઓની યાદી થશે મોંઘી

મીડિયા અહેવાલો અને આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે સરકાર આ ભાવ વધારાને કાયમી રાખશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સુધરતાની સાથે જ કિંમતો ફરી સામાન્ય કરી દેવાશે. પ્રસ્તાવિત યાદીમાં સામેલ મુખ્ય દવાઓ આ મુજબ છે:
એન્ટીબાયોટીક્સ: એમોક્સિસિલિન (Amoxicillin) અને એઝિથ્રોમાઇસિન (Azithromycin).
હૃદય રોગની દવાઓ: એમ્લોડિપાઇન (Amlodipine) અને એટોરવાસ્ટેટિન (Atorvastatin).
દર્દ નિવારક અને અન્ય: પેરાસિટામોલ (Paracetamol), સ્ટેરોઇડ્સમાં ડેક્સામેથાસોન અને વિટામિન-સી (એસ્કોર્બિક એસિડ).

ઈંધણના ભાવમાં વધારો અને પીએમ મોદીની નાગરિકોને વિશેષ અપીલ

આ આર્થિક દબાણ વચ્ચે, દેશમાં પાછલા એક સપ્તાહમાં બે વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૯૦ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલ ૯૮.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૫૮ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટ સંકટને પગલે દેશનું વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserve) બચાવવા માટે નાગરિકોને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા જેવી અપીલ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે ક્રૂડ ઓઈલ અને એલપીજીનો (LPG) પૂરતો સ્ટોક છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) યુદ્ધના કારણે આંશિક બંધ હોવાથી ભારત ઘરેલું ઉત્પાદન વધારીને પુરવઠો જાળવી રાખવા કટિબદ્ધ છે.

👉 આ સમાચાર વાચો:
Modi Cabinet Report Card। શું પીએમ મોદી બદલશે પોતાનું મંત્રીમંડળ? સૌથી ખરાબ કામ કરનારા મંત્રીઓની લિસ્ટ સામે આવતા જ રાજકારણ ગરમાયું

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!