Cyber Crime: મુકેશ અંબાણીના ડીપ ફેક વીડિયોથી છેતરાઈ મહિલા ડોક્ટર, 7 લાખની કરાઈ છેતરપિંડી..

Mukesh Ambani Deepfake Cheated by Mukesh Ambani's deep fake video, woman doctor cheated of 7 lakhs.
Mukesh Ambani Deepfake Cheated by Mukesh Ambani's deep fake video, woman doctor cheated of 7 lakhs.

  News Continuous Bureau | Mumbai

Mukesh Ambani Deepfake: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોનો ( Deepfake Video ) ઉપયોગ કરીને મહિલા ડોક્ટર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.  મુંબઈના અંધેરીના આ ડૉક્ટર ઈન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા આ શેર ટ્રેડિંગ કૌભાંડનો શિકાર બની હતી. 

આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ( Mukesh Ambani ) એક ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. નકલી વીડિયોમાં, અંબાણી લોકોને ઊંચા વળતર માટે કંપનીની BCF ઇન્વેસ્ટમેન્ટ એકેડમીમાં જોડાવા માટે કહી રહી હતા. મુકેશ અંબાણીનો આ બીજો ડીપફેક વીડિયો છે. આ અગાઉ માર્ચમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સ્ટોક ટ્રેડિંગ મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વાત કરી હતી. જેમાં અંબાણી લોકોને AI દ્વારા ‘સ્ટુડન્ટ વેનિટી’ પેજને ફોલો કરવાનું કહેતા બતાવવામાં આવ્યા હતા. અંબાણીની અપીલ હતી કે ઈન્ટરનેટ યુઝર્સ અહીં ફ્રી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈસ મેળવી શકે છે.

આ સમાચાર  પણ વાંચો : Surat : સુરત શહેર એસ.ઓ.જી., મનપાના ફુડ ઇન્સ્પેકટરો તથા FSL અધિકારીઓના સંયુકત રીતે શહેરના ૬૨ શૈક્ષણિક સંકુલ આસપાસ ખાણીપીણી સ્થળોનો સર્વે કરી સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

Mukesh Ambani Deepfake: મુંબઈની મહિલા ડૉક્ટર કેકે એચ પાટીલ સાથે 28 મેથી 10 જૂન વચ્ચે છેતરપિંડી થઈ હતી…

મુંબઈની મહિલા ડૉક્ટર ( doctor ) કેકે એચ પાટીલ સાથે 28 મેથી 10 જૂન વચ્ચે છેતરપિંડી ( Cyber Fraud ) થઈ હતી. આ સમયગાળા દરમિયાન ડોક્ટરે 16 અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 7 લાખ રૂપિયા મોકલ્યા હતા. બદલામાં અંબાણી દ્વારા તેમને વધુ વળતર અને પ્રમોશનનું વચન આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, મહિલા ડૉક્ટરને ( KK H Patil ) 7 લાખ રૂપિયા રોકાણ કર્યા બાદ,  તેને  ટ્રેડિંગ વેબસાઈટ ( Trading website ) પર 30 લાખ રૂપિયાનો નફો બતાવામાં આવ્યો હતો. પરંતુ તે આ રોકાણ ઉપાડી શકી ન હતી. આવી સ્થિતિમાં તેને શંકા ઊભી થઈ હતી. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં ભામઠાઓએ ડીપફેક ટેક્નોલોજીનો સહારો લીધો હતો. પોલીસે આ મામલે બેંકના નોડલ અધિકારીઓના સંપર્ક કર્યો હતો. આ બાદ બેંક તે તમામ બેંક એકાઉન્ટ ફ્રિઝ કર્યા હતાં  જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

 

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!