Property Card E-Distribution: સ્વામિત્વ યોજના અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને દેશભરમાં પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે

Under the Swamitva Yojana, a property card e-distribution program will be held across the country under the chairmanship of Prime Minister Shri Narendrabhai Modi.
Under the Swamitva Yojana, a property card e-distribution program will be held across the country under the chairmanship of Prime Minister Shri Narendrabhai Modi.

News Continuous Bureau | Mumbai

  • દેશના લગભગ ૪૬,૦૦૦થી વધુ ગામોમાં ૫૦ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે
  • રાજ્યભરમાં કુલ ૭૨૧ ગામોમાં ૧,૨૦,૦૦૦ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવશે

Property Card E-Distribution: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ૨૭મી ડિસેમ્બરના રોજ દેશભરમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે દેશના લગભગ ૪૬,૦૦૦થી વધુ ગામોમાં ૫૦ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે. સાથે જ, વડાપ્રધાનશ્રી દેશમાં યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ પણ સાધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના તમામ ગામડાઓના નાગરિકોને તેમની મિલકતો પરનો કાયદેસર હક સુનિશ્ચિત થાય તે હેતુથી સમગ્ર દેશમાં સ્વામિત્વ યોજના ( SVAMITVA -Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) અમલમાં મુકવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : Vehicle Restriction:સુરતમાં મેટ્રો સ્ટેશનના કામગીરી અંતર્ગત ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું, એક વર્ષ સુધી આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વૈકલ્પિક રૂટ…

સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૧થી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને તેમના રહેણાંકની મિલકતના અધિકાર આપતો પુરાવો એટલે કે પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે ઝડપી અને પારદર્શક રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા તબક્કાના રાજ્યોમાં પ્રથમ નંબરે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતેથી રાજયકક્ષાના કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે કેટલાંક લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ અપાશે. સમાંતરે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત કુલ ૭૨૧ ગામોમાં ૧,૨૦,૦૦૦ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના કુલ ૩૩ જીલ્લાના ૧૩,૭૧૪ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જે પૈકીના ૬,૮૫૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પુર્ણ કરી કુલ ૧૧,૮૩,૬૦૬ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવેલ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!